________________
આપણા ઘડવૈયા બાંધવ! આપણે
(શિર્ષક રાજેન્દ્ર શાહના કાવ્ય પરથી)
આપણું જીવન ઊંચું હોવું જોઈએ. તે માટે આપણાં વિચારો ઊંચા હોવા જોઈએ. આપણે ઊંચું ભાગ્ય લઈને જ અહીં જન્મ્યા છીએ. માત્ર એ માટે સવળી દિશાનો વિધિપૂર્વકનો યોગ્ય પુરુષાર્થ જોઈએ.
આપણી જે સ્થિતિ હોય તેને અફર રૂપે સ્વીકારી લીધી તો આગળના વિકાસના કમાડ દેવાઈ ગયા સમજો. એવું કહેવાય છે કે, અસંતોષ એ વિકાસની પૂર્વ શરત છે. ધર્મમાં પણ જો પુરુષાર્થનો મહિમા છે તો અન્ય જીવનમાં તો સવળાં - સવેળા પુરુષાર્થની કિંમત છે જ.
ક્રઢ સંકલ્પ અને પરમ તત્ત્વ પ્રત્યેની શ્રદ્ધા અને કલ્પવૃક્ષ કહ્યો છે. મનમાં સંકલ્પ થયો નથી અને તે યોગ્ય સમયે ફળ્યો નથી ! સુખી થવા માટે જરૂર છે સુખી થવાના સંકલ્પની. મનુષ્ય માત્ર સુખી થવા જભ્યો છે. છતાં તે દુઃખી થાય છે પોતાનાં અવળાં પુરુષાર્થથી ! ઊંડે ઊંડે તેને પોતાની એ અવસ્થા ગમતી હોય છે, જો કે મોઢે કબૂલ કરતાં એ અચકાતો હોય છે.
હવે એવી ભૂમિકાવાળા જીવો જેવા સુખી થવા માટે ઈચ્છે છે એને પુણ્યની જરૂરત રહે છે. જે લોકો પોતપોતાના કાર્યક્ષેત્રમાં હોંશિયાર છે અથવા સફળ પુરવાર થયા છે તેમાં પુરુષાર્થનો જે હિસ્સો છે તેટલો કે બલ્ક તેથી થોડો વધુ હિસ્સો તેના તકદીરનો, ભાગ્યનો, પુણ્યનો પણ છે જ. સાથે જ જીવન વિષેની કળા પણ જવાબદાર છે. જેમ કે:
એક ભાઈ મુંબઈમાં વાલકેશ્વર વિસ્તારમાં રહેતા હતા. તેમને ત્રણ દીકરા હતા. દીકરાને ઘેર પણ દીકરા હતા. સુખી પરિવાર હતો. પરંતુ બન્યું એવું કે બજારમાં મોટી ઉથલ-પાથલ થવા પામી. પરિસ્થિતિએ ગંભીર વળાંક લીધો. આસમાની સુલતાની થઈ ગઈ. આજથી સાઠ વર્ષ પહેલાનાં કરોડ રૂપિયાના આસામી, પેઢી કાચી પડી એટલે વાલકેશ્વરનો બંગલો કાઢીને સાંતાક્રુઝની એક ચાલીમાં આવીને રહ્યા.
૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org