________________
પાઠશાળાના અધ્યાપકની ભણાવવાની શૈલી પ્રમાણે ભણ્યા હતા. તેની ભણાવવાની રીત પણ નિરાળી હતી. સામાન્યપણે અંકશાસ્ત્ર શીખવવાનું હોય તો એકડો, બગડો જ ભણાવવામાં આવે છે. પણ આ અધ્યાપક તો તત્ત્વજ્ઞાનનો બોધ થાય તે રીતે શીખવતા હતા. જેમકે --
૧. એક - એટલે આત્મા અનંત સુખના ભંડાર જેવો આત્મા એક છે. ૨. બે - એટલે રાગ-દ્વેષ આવા આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવનાર, રાગ અને દ્વેષ એ બા જ કારણ છે. ૩. ત્રણ - એટલે જ્ઞાન-દર્શન-ચારિત્ર આ આત્માને રાગ-દ્વેષની પકડમાંથી છોડાવનાર આ ત્રણ છે. ૪. ચાર - એટલે દાન-શિયળ-તપ અને ભાવ.
જ્યાં સુધી એ રત્નત્રય ન મળે ત્યાં સુધી, દાન-શિયળ-તપ-ભાવ આ ચાર પ્રકારનો ધર્મ આરાધવો જોઈએ. ૫. પાંચ - એટલે જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર-તપાચાર-વર્યાચાર. આ ચાર પ્રકારના ધર્મને આરાધતો આરાધક પાંચ પ્રકારના આચારના પાલનથી શોભતો હોય છે. ૬. છ - એટલે પૃથ્વીકાય-અપકાય-તેઉકાય-વાયુકાય-વનસ્પતિકાય-ત્રસકાય. આ પંચાચારનું પાલન બરાબર કરે તે છએ જવનિકાયના જીવો પ્રત્યે દયાવાળો બની જાય છે. ૭. સાત - એટલે નૈગમ-સંગ્રહ-વ્યવહાર-સમભિરૂઢ-ઋજુ સૂત્ર અને એવંભૂત નય.
આ સાત નય છએ પ્રકારના જીવો પ્રત્યેની દયાના પાલન દ્વારા કોઈપણ વાતને અને ઘટનાને જોવાના પ્રસિદ્ધ સાત દષ્ટિકોણને જાણનારો બને છે.
૭. આઠ - એટલે આઠ કર્મ, જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-મોહનીય-અંતરાય-નામ-ગોત્ર-વેદનીય-આયુષ્ય. સાત નયને જે બરાબર સમજી લે છે તેને આઠે કર્મનો ચીકણો કર્મબંધ ક્યારેય ન થાય. ૯. નવ - એટલે નવ તત્ત્વઃ જીવ-અજીવ-પુણ્ય-પાપ-આશ્રવ-સંવર-બંધ-નિર્જરા-મોક્ષ. કદાચ કર્મ બંધાઈ ગયા હોય તો ય આ નવતત્ત્વની શુદ્ધ સહણાથી તેની સમ્યક અનુપ્રેક્ષાથી કર્મ ખરે છે. ૧૩ ૧૦. દશ - એટલે ક્ષમા-માર્દવ-આર્જવ-મુક્તિ-તપ-સંયમ-સત્ય-શૌચ-આકિંચન્ય-બ્રહ્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org