________________
/
/
૧૪૨
માલવપતિપુત્રી મયણાં અતિગુણવંત
ગ્રન્થ ૨
Hoteh
શ્રીપાળના જીવનની ઉત્તમતાનો જે ઉઘાડ થયો, તેમાં નિમિત્ત બનનારા તો મયણાં સુંદરી છે. મયણાં એ જાજરમાન નારી છે. તેમના ચિત્ત-ઘડતરની ઓળખ કરાવનારા પ્રસંગોના વર્ણન શ્રીપાળ-રાસમાં મળે છે તે નેત્ર-દીપક છે. (૧. ભરસભામાં રાજા માલવપતિ, જેઓ પિતા પણ છે, તેમણે સમસ્યા પૂછીઃ
પુણ્યથી આ મળે છે.” (પુહિં નમઠ્ઠા ) -- આ પદ છેલ્લે રાખીને, ત્રણ પદ રચવા માટે કહ્યું ! ત્યારે, નાની કહેવાય તેવી વયમાં, નીડરતા પૂર્વક ઉત્તર આપવો તે કામ સામાન્ય નથી. વળી, પરિણત પ્રજ્ઞાના પ્રભાવે જ જે વિચાર ક્રૂરે તે જ વિચાર રજૂ કર્યા !
શાસ્ત્ર ભણવાનું પ્રયોજન જ આ છે. ચિત્તને સત્યક્ષપાતી બનાવવું, વિવેકવાળું બનાવવું, ભયથી મુક્ત બનાવવું એટલે ભયજનિત ચંચળતાથી પણ મુક્ત બનાવવું. એના બળે, વિનયપૂર્વક પણ, જ્ઞાની પુરુષોના પ્રભાવે, શેહ-શરમને જીતીને કહી શકાય એવું જ મયણાંએ કહ્યું :
મયણાં કહે મતિ ન્યાયની, શીલ શું નિર્મળ દેહ, સંગતિ ગુરુ-ગુણવંતની, પુણ્ય પામીજે હ.
કુંવરી મયણાંની વાત તો સાચી જ હતી. છતાં, રાજાના હુંકારને ઠેસ લાગી. પિતા હવે રાજાના પાઠમાં બોલ્યા: ‘તું સુખી છે કે, જે કાંઈ છે તે મારા કારણે છે.”રાજાની વાત સાચી હતી. પણ, તેમનાં મોઢે આ શબ્દ શોભતાં ન હતાં. જ્યારે મયણાંની વાત સાચી હતી અને તે, બધાંના મોઢે શોભે તેવી હતી. રાજાએ મયણાંની વાતનો સ્વીકાર ન કર્યો, કહેઃ “જો તું પુણ્યને જ માનતી હોય તો જો, હું તારી શી દશા કરું છું.” - મયણાસુંદરી સ્વસ્થ છે. તેના વચનમાં અને વર્તનમાં પિતા પ્રત્યેના અવિનયની કે અનાદરની લેશ માત્ર ગંધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org