________________
૨૪૦
સોનું ઊંચામાં ઊંચું - રણકાર સાદો
ખેમો દેદરાણી
વર્ષો પહેલાંની વાત છે.
હડાળા ગામની ભાગોળે થઇ મહાજનના ગાડા જતાં હતા. સવારનો સમય હતો. મોં સૂઝણું થયું હતું. ખેમો લોટે જઇને પાછો વળી રહ્યો હતો. દૂરથી ગાડા ભાળ્યા. બેઠેલા માણસોને જોયાં તો ઉજળાં વરણના લાગ્યા. પાસે જઇને જોયું તો મહાજનના શેઠીયાવ હતા.
‘જય જિનેન્દ્ર’ -કરીને કહ્યું કે, ‘આમ કેણીમેરથી ગાડા હાલ્યા આવે છે !’
ગાડા ખેડૂએ કહ્યું કે, ‘આમ પાંચાળથી આવવાનું થયું છે, ને આમ આઘે દૂર જવાનું છે.’ ખેમો કહે, ‘ગામમાં ઘર છે. એમ જ મહાજનનું ઘર ઓળંગીને મહાજનથી ન જવાય.' મહાજનમાંથી ઘરડા વડીલે પાઘડી ઊંચી કરીને કહ્યું કે, ‘અમે તો મહાજનના કામે નીકળ્યા છીએ. અંતરીયાળ આમ રોકાવું ન પાલવે.’ ખેમો કહે, ઘરે તો હાલો સૌ સારાં વાના થશે.'
બધાંએ ખેમાના દીદાર જોયાંને મન કચવાયું પણ ખેમાની વાણીમાં બળ હતું. અંતરની વાણી ઠેલવી મુશ્કેલ હોય છે. આગ્રહ હતો પણ દિલથી હતો. આખરે ગાડા ખેમાના આંગણે છૂટ્યા. શિરામણની તૈયારી થઇ ગઇ. મહાજનને શિરામણની ઉતાવળ નથી પણ, ઉતાવળ ખરડામાં રકમ નોંધાવાની હતી. ખેમાએ ઠંડકથી કહ્યું, ‘આપ બધાં નિરાંતે શિરાવો, કારવો પછી તમ-તમારે જે કહેશો તે કરીશું !'
ખેમાના બાપાએ આગ્રહ કરી કરીને નવકારશી પરાવી પછી સાવ સાદાં લાગતા ઘરમાં નજર ફેરવતાં મહાજનને નીચે ભોંયરામાં લઇ ગયા. સોના-રૂપા ઝર ઝવેરાતના કોથળા બતાવ્યા. ‘જે જોઇએ - જેટલું જોઇએ તેટલું લઇ લો આપનું જ છે !”
આ આપણી પરંપરા છે. મહાજન તો જોઇને આખું જ બની ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org