________________
૮૬
“હે
છે.
રહે તો તું આ સંસારમાં વિસામો શોધે પણ મુકામ તો ન જ કરે !
તારું આ લક્ષ્ય ઉચ્ચતમ છે. આ હેતુને તું પળભર પણ ભૂલતો ના! પ્રભુ મહાવીરે કહ્યું છે કે પળ એકનો પણ પ્રમાદ ન કર તે આ અર્થમાં છે. આત્મવિસરણ એ પ્રમાદ છે. સતત જાગૃતિ તે અપ્રમાદ છે.
દેહ છે એટલે દેહભાવમાં લીનતા સહજ છે. ઢાળ છે. આત્મભાવની સતત સ્મૃતિ એ ચઢાણ છે. તારો જન્મ એ માટે જ થયો છે. એ સ્થાને તારે પહોંચવાનું છે. આ કાળમાં ઘણા સાધક એ જગ્યાએ પહોંચ્યા છે. તારે માટે પણ એ અશક્ય નથી. મનમાં એ વૃત્તિને સતત જાગૃત રાખીને જીવતો જા, એનું રટણ કરતો જા.
જો આ લક્ષ્ય ન પકડાયું તો ગોળ ગોળ ફરવાનું જ થાય છે. એમ ન થાય તે માટે તેને હું કહું છું. હવે એ ભૂલનું પુનરાવર્તન અટકાવી દેજે.
આ તપ છે. પરિણામ ઉત્કૃષ્ટ છે. સંસારમાં ઉપાધિ તો પારાવાર છે. ડગલે ને પગલે આવવાની છે. પરંતુ એકવાર પણ દેહ અને આત્માના ભેદની પ્રતીતિ થઈ તો લાભ જ લાભ છે. સંસારની ઉપાધિ તને સ્પર્શશે નહીં. એનું સુફળ એ મળશે કે તને સમાધિ અંકે થઈ જશે! અંત સમય એ તો જીવનનો સરવાળો છે.
સમગ્ર જીવન કેવું વીત્યું છે તેની પ્રતીતિ અંતકાળે થશે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તપ અને સ્વાધ્યાય જ માર્ગ છે એવું નથી. બીજા રસ્તે પણ સમાધિ હાંસલ થઈ શકે છે. ભક્તિની તીવ્રતા, શરણગમનની તાલાવેલી, અહંની શૂન્યતા --આ બધાથી પણ ધ્યેય સિદ્ધિ થાય છે.
તું કોઈ પણ એક રસ્તો પસંદ કરે અને એ રસ્તે ઘીરાં ડગ ભરવા માંડ. તને સહાયક પણ જરૂર મળી રહેશે.
ગન્તવ્યને યાદ રાખીને “હું કોણ?'નો સાચો જવાબ મેળવી લે. તારું સદ્ભાગ્ય છે કે તને આવી વિચારણા કરવાનું ગમ્યું. તને પ્રાપ્તિ થશે જ એવી આશા રાખવી ગમે છે.
દેહથી વસ્ત્ર જુદું છે એ તો તું અનુભવે છે. દેહથી આત્મા પણ જુદો છે એવું અનુભવવા જેવું છે. એ જ કરવા જેવું છે. આજ સુધી તે અનુભવ થયો નથી કેમકે તેના તરફ તારું લક્ષ્ય ગયું નથી, એ દિશામાં પ્રવાસ અને પ્રયાસ આદર્યો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org