________________
વાત કહેવાનો મોકો જ ન આવવા દીધો ! મધુર અવાજે પ્રભુ વદ્યાઃ મેઘ ! શું રાત્રે ઊંઘ ન આવી ? સાધુઓના પગની ઠેસ વાગી ? ધૂળ અને રજથી શરીર અને સંથારો ભરાઈ ગયો ? વત્સ ! તમે તો ઉત્તમ કુળના છે. આટલું સહન
કરવામાં કંટાળી ગયા ! ગયા ભવમાં તોતમે કેટ-કેટલું સહન કર્યું હતું ! આ તો મનુષ્યભવે છે. ત્યારે તો તમે હાથી હતા. વનમાં વારંવાર લાગતાં દાવાનળથી તમને ખૂબ જ ડર લાગતો. એથી બચવા માટે તમે જાત મહેનતથી એક વિશાળ માંડલું બનાવ્યું. એમાં એક પણ તણખલું ન રહે તે માટે ત્રણ-ત્રણ મહિને તમે સ્વચ્છ કરતાં. કાળને કરવું ને દવ લાગ્યો. ભયભીત થયેલાં વનનાં બધાં જ પશુ-પ્રાણીઓ ત્યાં તમારે આશરે આવી ગયા. સંકડાશ તો ખૂબ પડી પરંતુ તમારી ઉદારતાએ સહુનો સુખ-દુઃખે સમાવેશ થઈ ગયો. કોઈ હલી-ચલી શકે તેટલી પણ જગ્યા ન રહી. તેમાં તમારા એક પગને સહેજ ખજવાળવા એક પગ ઊંચો કર્યો. ખજવાળીને જેવો પગ પાછો જમીન પર મૂકવા ગયા ત્યાં પગ તળે પોચો-પોચો સ્પર્શ થયો. વળીને જોયું તો પગ મૂકવાની જગ્યાએ સસલું હતું! તમારા મનમાં શુભ વિચાર આવ્યો : ભલે રહ્યું! હમણાં દવ શમી જશે પછી તો પગ નીચે મૂકી દઈશ.
અત્યારે તમે શું સહન કર્યું છે ! ગયા ભવમાં તે જે સહન કર્યું તે જાણ ! અઢી દિવસ પછી દવ શમ્યો. બધા પશુઓ વનમાં દોડી ગયા. ઊંચો રાખેલો પગ નીચે મૂકવા ગયો પણ જકડાયેલો પગ નીચે ન મૂકી શકાયો. ભારેખમ શરીર નીચે પટકાયું. ભૂખ્યો-તરસ્યો ત્યાં પડ્યો છતાં તારું મન ન દુઃખાયું. અહીં માત્ર એક રાતમાં તારા શરીરને આવા પરમ તપસ્વી મુનિવરોના ચરણ અડ્યા ને મન દુઃખાયું? | પ્રભુજીની પ્રશાંત વાણી સાંભળી; જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ સમક્ષ દેખાયો! એ વાણી પર વિશ્વાસ વધ્યો. મન લજ્જિત થયું. બે હાથ જોડી, લલાટે લઇ જઈને કહેવા લાગ્યાપ્રભો ! આપે મહાઉપકાર કર્યો. મારા જીવનરથને ઉન્માર્ગે જતાં અટકાવીને સાચે રસ્તે વાળ્યો. રાતભરનો ઉદ્વેગ લઈને હું આપની પાસે સંયમનો
Ĉ 104.16 No123h
૧૦ ૩
T/I
II III
Jain Education International
For Private & Personal Use Only
www.jaine
NEWBOTTER