________________
દુઃખ દૂર કરવાનું કર્તુત્વ નથી પણ પ્રભુના ગુણોના નિમિત્તને પામીને તમારા મનમાં, આત્મામાં જે રાગ ઉત્પન્ન થયો છે એ રાગમાં દુઃખ દૂર કરવાનું કૌવત છે, કર્તુત્વ છે. જેમ-જેમ પ્રભુના ગુણો પ્રત્યે આદર-ભક્તિઅહોભાવ-બહુમાન વધે તેમ-તેમ દુઃખ દૂર થાય. પ્રભુ ગુણો પ્રત્યેના પ્રેમનો આ જ સ્વભાવ છે. આ માટે એક તર્કપૂર્ણ દૃષ્ટાંત આપે છે :
ચન્દ્ર પ્રત્યેના સ્નેહ સંબંધને કારણે જ સમુદ્ર, ચન્દ્રના ઉદય-અસ્તને અનુસરે છે. સમુદ્રના ભરતી-ઓટ ચન્દ્રના ઉદય-અસ્ત પ્રમાણે ગોઠવાયા છે. એ જ પ્રમાણે ચન્દ્રના ઉદય પ્રમાણે ઉગવું, ખીલવું અને તે આથમે ત્યારે બીડાઈ જવું આ કુમુદ (ચન્દ્ર-વિકાસી શ્વેત કમળ) પોયણા અનુસરે છે. આમાં સંબંધ જવાબદાર નથી; સ્વભાવ જવાબદાર છે. સ્વભાવ કારણની અપેક્ષા રાખતો નથી. એ પ્રમાણે પ્રભુના ગુણોનો પક્ષપાત સુખી કરે છે અને તિરસ્કાર દુઃખી કરે છે. આ નિયમથી પ્રભુમાં કર્તૃત્વ આરોપિત થઈ શકે છે.
મૂળભૂત રીતે તો આ પદાર્થ લોગસ્સસૂત્રના તિત્થર પરીવંત અને સિદ્ધિસિદ્ધિ મમ વિલંતુ ૦ આ પદના વિવરણમાં આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે આ જ દષ્ટાંતો આપી સમર્થન કર્યું છે. ( જાવ. નિ. ૧૦૯૭ ગાથા વિવરણ)
પણ એ શાસ્ત્રીય ગહન પદાર્થની આવી સરળ ગુજરાતીમાં અભિવ્યક્તિ બીજે નહીં મળે. આવું સ્તવન કંઠસ્થ કરી, વારંવાર વાગોળી, એનો મધ્યવર્તિ વિચાર પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે જો સમજાઈ જાય તો જેનો જ્યારે-જ્યારે નિરીશ્વરવાદી તરીકે, જૈનો ઈશ્વરને માનતા નથી એવી અણસમજુ વાત આવે ત્યારે, આ સ્તવનના સહારે સમજાવી શકાય. છેલ્લી કડીમાં સ્પષ્ટ સમજાય છે. દુનિયામાં દેવ ઘણા છે પણ તે બધા આપનાથી નાના છે. આપ સંપૂર્ણ રાગ-દ્વેષ રહિત હોવાના કારણે મોટા છો. મારું દિલ તમને માને છે; તમારા પ્રત્યે રાગવાળું બન્યું છે. હે ધર્મ જિનેશ્વર ! મને તો તમે ખૂબ ગમો છો! --આવું વાચક જસ કહે છે.
પંદરમા જિન શ્રી ધર્મનાથ સ્વામીને ઉદ્દેશીને રચાયેલું આ સ્તવનનું ગાન કોઈ પણ અરિહંત પરમાત્મા સમક્ષ કરી શકાય. એની અસલ ઢાળમાં એ જ દેશમાં ગાન થવું શોભે; તો જ કર્તાના મનોગત ભાવ આ શબ્દ અને લયના માધ્યમથી આપણા તન-મનને ભીંજવે. ભાવથી હર્યાભર્યા આ સ્તવનને આપણા કંઠની શોભા વધારનાર બનાવીએ. .
૧૯૫
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org