SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ હંસને માનસસરના કોડ શાળા મચ ૨ & હંસને માનસસરના કોડ, કરતો એ દોડાદોડ.. નિર્મળ નીર જ્યાં છલોછલ ભરીયા, ધીર ગંભીર વિશાળ; સહસ્રદલે જ્યાં કમળો વિકસે, મધુકર કરે ઝંકાર... હંસને મણિ-માણેકની પાળે કિન્નર, ગાવે ગીત રસાળ; સુરભિ સમીર જ્યાં વહેતો ધીરે, શીતલ શાંત ઉદાર... હંસને મુકતાફલનો ચારો ચરે જ્યાં રૂડા રાજ મરાલ; એનાં અનુપમ સંગે રંગ; વિસરે જગજંજાલ... હંસને ક્યારેક હંસો નર્મ કરે સરવરમાં ક્રીડન વશ અવિકાર; કમલદલ જલશીકર નીરખી, માને મુકાહાર... હંસને ક્ષીરનીર વિવેક વિલાસ; સુકૃત ભારોભાર; ધર્મધુરંધર સોહંસોહં નિન, ઉચ્ચપળે પળનાર... હંસને. સહસ્ત્રદલ= હજાર પાંખડીવાળું કમળ / કિન્નર=દેવની એક જાતિ - જેને ગાયન પ્રિય હોય/સુરભિ સુગંધ સમીર=પવન / રાજમરાલ હંસ / નર્મ=મજાક-રમૂજ/જલ શીકર=પાણીના ટીપાં/ક્ષીરનીર વિવેક=દૂધ અને પાણી છૂટાં પાડવા તે / નિદેનિનાદ શબ્દ છે અવાજ કરવો, બોલવું તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy