________________
પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ધુરન્ધરસૂરિ મહારાજના જીવનની કાર્યપદ્ધતિ, આ ઉપર લખી એવી વિચારણા ઉપરની હતી. તેઓ કહેતા અને તે પ્રમાણે જ કરતા. મનને સતત, કોઈ ને કોઈ કામમાં જોડાયેલું, જોતરાયેલું કે પરોવાયેલું રાખતા હતા. કારણ કે નવરું પડેલું મન નુકસાની નોતરે છે. સારા કામમાં જોડેલું મન ફળ આપે છે. જે કાંઈ સારું લખવા-વાંચવાનું મળે એ શાસ્ત્રવચન, શ્લોક, ગાથા હોય તો તે, અથવા ગ્રંથ ઊતારવાનું રાખતા. તેમના અક્ષર સુવાચ્ય હતા –વાંચનારને વશીકરણ કરે તેવા! તેમણે પોતાના આવા અક્ષરોથી બારસા સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે ઘણા ગ્રંથો લખ્યા હતા. કેન્સરના વ્યાધિને કારણે રાત્રે ઊંઘ ન આવતી હોય ત્યારે એ શિયાળાની રાતોને પણ કાંઈ ને કાંઈ સર્જન દ્વારા સાર્થક કરી છે. એવી કેટલીય વાતોમાં તેમણે શ્રી ભક્તામર સ્તોત્રની એક-એક ગાથા પર એ ભાવને પ્રગટ કરતાં સ્તવનોની સરળ ગુજરાતીમાં રચના કરી છે. શ્લોક ઉપર મનન ચાલે, એ પરથી રચના કરે અને સાથે તેનું ગીત રચે. ક્યારેક એક શ્લોક પર બે ગીતો પણ રચાયા છે. ત્યા નિશા સર્વ ભૂતાનાં તથાં નીર્તિ સંય . આ ઉક્તિ તેમનામાં સાર્થક થતી દેખાઈ છે. પ્રમાદ જેવો શબ્દ તેમની નજીક પણ આવી શકતો નહીં! મનને શુભ ભાવોથી સતત ભીનું રાખતા. આ કારણથી જ તેઓ વેદનાની અસરથી મુક્ત રહ્યા હતા. ચિત્તને ઊંચે-ઊંચે વિહરવા દઈને ગાઢ સંસ્કારથી એવું રંગ્યું હતું કે એને નવરું ન રાખવું. કોઈ સાથે ચર્ચા ચાલતી હોય ત્યારે નેપથ્યમાં કોઈ નવી રચના ઘડાતી રહેતી હોય જ. મન પરનો આવો વિજય આ સંસ્કારબળે મેળવ્યો હતો.
૩૭
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org