________________
મને એક કવિતા યાદ આવે છે. ત્રીજા કે ચોથા ધોરણમાં રમણલાલ સોની રચિત કવિતા ભણવામાં આવતી હતી. અમને એ કવિતા ખૂબ ઊંચા સ્વરે ગવરાવાતી હતી. ખૂબ યાદ રહી ગઈ છે. હિંમતનો મહિમા ખૂબ ગાયો છે. એનું રૂપક જોમદાર છે?
એક ઈડરનો વાણીયો, ધૂળો એનું નામ, સમી સાંજનો નીકળ્યો, જવા કોથળે ગામ. રસ્ત અંધારું થયું, ચડિયો બીજી વાટ, જંગલમાં ભૂલો પડ્યો, દિલમાં થયો ઉચાટ. ત્યાં તો ઝાડી સળવળી, ચમક્યાં ચોરો ચાર, ખબરદાર! જે હોય તે, આપી દે આ વાર.” અલ્યા નથી હું એકલો, સાથી મારે બાર, 00 00 00 00 00 સાચાં સાથી બે ખરાં, હિંમત ને વિશ્વાસ,
તે વિના બાકી બધાં, થાય નકામા ખાસ. આ બાળ-કવિતાનો ધૂળો વેપારી ચાર ચોરને પૂરો પડે છે તેમાં એની કિંમતનો ફાળો જ મુખ્ય છે.
અહીં પ્રસ્તુત હિંદી કવિતાએ હિંમતનો મહા-મહિમા કર્યો છે. ભલભલાની નિરાશા ખંખેરાઈ જાય અને મન આશાથી તરબતર બને એવો ઉઠાવે છે. રોજ જોવા મળે એવા ઘરેલુ દષ્ટાંતથી કવિતાને મઢી છે.
પહેલો પરિચય જેનો છે તે છે કીડી, રોજ ઘરમાં અહીં-તહીં વેગે દોડતી કીડી. આ કીડી દાણો લઈને દીવાલની ઉપર ચડતી હોય છે પરંતુ એ દીવાલ લીસી છે તેથી તે નીચે પડે છે. વળી ચડવાની કોશિશ કરે છે, પડે છે. ફરી ચડે છે. આમ સતત યત્ન કરતી છેવટે એ પહોંચે છે જ.
આ
૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org