________________
૧૧૦
–
વિશેષ દૂરના કાળની નહીંને બહુ નજીકના કાળની પણ નહીં એવી, આજથી લગભગ ચારસો વર્ષ પુરાણી આ ઘટના છે.
સામાન્ય રીતે જૈન સાધુ-મુનિવરો પોતાની આરાધના તથા સાધનાને ગુપિત રાખે છે. આની પાછળ એવી વિચારણા પ્રવર્તે છે કે જે વૃક્ષનું મૂળ જેટલું ધરતીમાં ઊંડે ઊંડે પ્રસર્યું હોય તેટલું તે વૃક્ષ વધુ ફૂલે ફાલે. તે વધુ ને વધુ વિકસિત બને. સાધુના પણ આવા ગુણ હોય છે. સાધુ પોતાની જીવન પદ્ધતિની જાણ અન્યને ન કરે. કીર્તિથી પર રહેવાની સાધુની આ ભાવના છે.
જેમ ધનની મૂછ જાય તો શ્રાવકપણું પ્રગટે તેમ દેહની મૂછ જાય એટલે સાધુપણું પ્રગટે.
આ ઉક્તિ અનુસાર મુનિવર શ્રી પ્રેમવિજયજી મહારાજે શરીરથી મમતા અળગી કરી હતી. વળી તેમાં તેમની જડતા ન હતી પરંતુ દઢતા હતી.
જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજની પાટે આચાર્ય શ્રી વિજય સેન સૂરિ મહારાજ થયા. તેમના મુખ્ય શિષ્ય શ્રી વિમલ હર્ષ ઉપાધ્યાય થયા. તેમના આ શિષ્ય મુનિ પ્રેમવિજયજી થયા. તેમના ભાઈ પંડિત રત્નહર્ષ મહારાજ હતા. તેમના સાનિધ્યમાં તેઓ રહેતા હતા. તેમની રચનાઓ પણ મળે છે.
| વિ.સં.૧૬ દરમાં તેઓએ આત્મશિક્ષા ભાવનાની (જે એકસો પંચ્યાસી દુહામય છે.) રચના કરી છે. તેમનું જીવન તપોમય હતું. સમ્યગુ દર્શનની શુદ્ધિ અને વૃદ્ધિ માટે તેઓએ વિ.સં.૧૬૪૮માં ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થની ચારસોચૌદ જાત્રા કરી. દોઢ ગાઉ, ત્રણ ગાઉ, છ ગાઉ અને બાર ગાઉની એમ ચાર પ્રદક્ષિણા કરી. મન તથા શરીરથી તેઓ કેવા ખડતલ હશે તેની કલ્પના કરી શકાય.
સંયમ જીવનની પાલના માટે તેઓશ્રીએ વિ.સં.૧૬૩૯માં આસો સુદિ એકમના દિવસે, ગુરુવારે પીસ્તાલીસ નિયમો સ્વેચ્છાએ સ્વીકાર્યા. એમાં નોંધપાત્ર તો એ જણાય છે કે, એનિયમપાલનમાં જડતા નહીં પરંતુ દઢતા રાખવાની એવો વણલખ્યો નિયમ સર્વોપરિ હતો.
સંયમ સિદ્ધિનો મંત્ર સ્વદેવિ રતિ સ્કૂદી (પોતાના શરીર પર મમતા નહીં) એ સિદ્ધ કર્યો હતો. સંયમજીવનમાં ક્યાંય દોષ ન લાગે અને તેનું સંવર્ધન થાય તેની કાળજી આ નિયમોમાં જોવા મળે છે. યોગધર્મનો મૂળ નિયમ છેઃ સતત જાગૃતિ. આ સતત જાગૃતિનું દર્શન પદે પદે થાય છે. આ નિયમોને જ્ઞાનાચાર આદિના ક્રમે જોઈએ:
WWW.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only