________________
૨૩૮
હઠીભાઈનો રોટલો
ઓલદોલ જીવની વાત જ નિરાળી છે. જેસર પરગણામાં હઠીભાઈ લાખેણો માણસ. વેપારી માણસ, પણ એના જેવો જીવ, આ મનખના મેળામાં મળવો દોહ્યલો ન હોય તેવું તો કેમ કહેવાય! ખવરાવવા - જમાડવાની બાબતમાં તો તેમને ક્યારેય ધરવ ન થાય! એક ઉર્દૂ શાયરની પંક્તિ છે ને! - -વો મા હિન કરે છે, વોર્ડ માથે તવ કિમો એ એમનું મન અને એ એમનું જીવન!
એમનો રોજનો નિયમ. બપોર થાય ને જમવા ટાણે બજારેથી ઘરે જતાં, રસ્તામાં જે નજરે ચડે તેનો પ્રેમથી હાથ પકડીને ઘેર લઈ જ જાય! ઘરવાળા પણ એવા જ પુણ્યશાળી. રસોડામાં ગરવું રોટલીથી ઉભરાતું હોય! એ ઉપરાંત થીજેલાં ઘી લગાડેલા રોટલાની થપ્પી તો જુદી જ!
હઠીભાઈને ખબર હતી કે શિરામણમાં કે વાળુ વખતે તો બહુ જ ઓછા હોય; પણ જમતી વેળાએ તો મલક આખાને નોંતરે. રોજ રોજ પચ્ચીસ-ત્રીસ મહેમાનની પંગત હોય જઃ ક્યાંથી આવો છો? કયે ગામ રહેવું? જેસરમાં શું આવ્યા છો ?” --આવી કોઈ પડપૂછ નહીં. અઢારે આલમને આવકાર. હઠીભાઈ માટે તો અન્નદાન તે મોટું દાન! કોણ આવ્યું કોણ ગયું –-એ જાણવાની તે શી જરૂર?
જમવામાં પણ વેરો-આંતરો નહીં. એક જ પંગતે બેસાવાનું. બધાના ભાણાંમાં એક સરખું પીરસાય. પેટ ભરીને જમાડે. જમ્યા પછી રોટલાં ને છાસ તો આગ્રહ કરી કરીને જમાડે. તો જ હઠીભાઈને ચેન પડે! એકવાર બપોરાં કરી-કરાવીને ગામતરે નીકળ્યા હતા. ઉઘરાણી કરી ગામ પાછા વળતાં સાંજ પડી ગઈ હતી; શિયાળાની સાંજ. રાત જેવું અંધારું થઈ ગયું હતું. ઘોડો હોંશિયાર અને રસ્તાનો જાણકાર. મોડું તો ખાસ્સે થયું હતું. હઠીભાઈ બેફિકરાઈથી ઘરભણી આગળ ધપી રહ્યા હતા. સનાળાના પાદરે પહોંચે તે પહેલાં તો ચાર લૂંટારાએ આંતર્યા.
ઘોડો અટક્યો નહીં ધીરે ધીરે ચાલતો રહ્યો તેથી કરડાકીભર્યો અવાજ આવ્યોઃ “અલ્યા કોણ છે ? થોભી જાવ!' નજીક આવીને જુએ છે ત્યાં મોં-કળા જોઈ એક બોલી ઉઠ્યોઃ “આ તો હઠીભાઈ કામદાર !” નામ સાંભળતાંવેંત બાકીના ત્રણેય એકી સાથે બોલી ઉઠયાઃ “અલ્યા ભેરુ, એને નવતાવાય ! બે જણા સાથે રહીને એમને જેસર સુધી વળાવી આવો. જો, જો, કોઈ અડપલું ન કરે. હકીભાઈનો રોટલો તો હજુ દાઢમાં છે.'
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org