________________
પુસ્તક કીધું એટલે તેમાં અનુક્રમણિકા હોવાની જ. અહીં દરેકેદરેક માણસે પોતાની ઝંખના અને આકાંક્ષાના બળે ક્રમવાર સુખોની કલ્પના જ ગોઠવી હોય એ સુખની અનુક્રમણિકા પછી જે પ્રકરણો શરુ થાય તે તો સુખનાં નથી હોતા પણ દુઃખનાં હોય છે.
આ બધી સમજ કોને પડે? ખબર તો પડે, પણ સમજ? સમજમાં ઊંડાણ જોઈએ જ્યારે ખબર તો છીછરી હોય ! સમજ મેળવવા અને કેળવવા માટે તો જિંદગી વાંચવી પડે. તળેથી ઉપર અને ઉપરથી તળ સુધી વિચારવી પડે, તાગવી પડે, ત્યારે સમજણ પડે.જિંદગીને પુસ્તક કહ્યું છે ને! પુસ્તક વાંચવાનું હોય. એટલે કવિ કહે છે : જિંદગી વાંચી છે ! વાંચો તો પડશે સમજણ.
પુસ્તકને બન્ને બાજુ પૂઠાં હોય છે. બે પૂઠાં વચ્ચે પુસ્તક બંધાયું હોય છે. બાંધણી પાકી હોય તો સારું કહેવાય ! અહીં જિંદગીના પૂઠાં વચ્ચે માપસરની કાટ-છાંટથી નહીં પરંતુ ગળે ડચૂરો બાઝે તેમ બાંધ્યા છે પાનાં! - પાનાં વાંચતાં, જિંદગીના વરસોને જીવતાં, તો આંખો આંસુથી ઊભરાઈ જાય એમ બને છે. અહીં તો વગર વયે વાંચવાનાં ચશ્માં આવી જાય તેવું છે. અણગમતાં બનાવોનો, પથ્થરોના વરસાદ જેવો, વરસાદ પડતો હોય ત્યારે આત્મ નિરીક્ષણ કરવા રાખેલા દર્પણને કેમ કરી સાચવવું?
જિંદગીના પુસ્તકમાં સુખની ક્ષણો લખાઈ હશે પણ એ પળ જીવવાની આવે ત્યારે, ભીની સ્લેટની બાષ્પીભવન થતી ભીનાશની જેમ, સુખનું એ પ્રકરણ ગાયબ થયેલું ભાસે છે ! એને શોધવાના ખાંખાખોળાંની મથામણમાં એનાં પાનાં ફાટી જાય છે ! સગપણ જેવાં સગપણ પણ અહીં ફાટી જાય છે ! “સગપણ' શબ્દની ઓથે કુમુદબહેન પટવાની લખેલી પંક્તિ મનમાં ઝબકી જાય છે :
આંસુના પણ પડે પ્રતિબિંબ
એવા દર્પણ ક્યાં છે ! કહ્યા વિના એ સઘળું સમજે
એવા સગપણ ક્યાં છે ! જિંદગીની જ વાત છે ને? કવિ મુકેશે પ્રયોજેલાં “સગપણ’ અને ‘દર્પણ' અહીંયા હાજર છે.આ જિંદગીના પુસ્તકનો અદષ્ટ લેખક નિરાળો છે. " Jain Education International
[SI[QI[ ગ્રન્થ ૨
૨૦૩
For Private & Personal Use Only
www.jaine local