________________
“કાજીપણું છોડીએ : સાક્ષીપણું શીખીએ.
“દેહની દુર્ભેદ દીવાલને અડીને જ ઇન્દ્રિયોનો કિલ્લો છે...”
“ફરિયાદ : ઉત્તમતાની ઊણપમાંથી જન્મે છે. ”
カラ
“પ્રતિપક્ષી વિચારણા તે વાડ છે.”
“જેમ ઘરમાંથી કૂડો-કચરો કે જેને અલક્ષ્મી કહેવાય છે તે તો દૂર ઉકરડે જ મૂકી આવીએ છીએ, એ જ રીતે વણજોતા વિચારોને અળગા કરીને હળવા થઈ જઈએ.”
29
“સારા બની જવું સહેલું છે, સારા બની રહેવું અઘરું છે. આપણે સારા બનીને સારા રહેવા જ જન્મ્યા છીએ. “પુણ્યના ફળ ગમે છે પણ પુણ્ય કરવું ગમતું નથી; પાપનાં ફળ ગમતાં નથી, છતાં પણ પાપ છોડવું ગમતું નથી. ”
પૂજ્ય આચાર્યશ્રી પાસે માંજેલું ગદ્ય છે. એ પ્રત્યેક શબ્દપ્રયોગ ખૂબ ચીવટથી કરે છે. એમની અભિવ્યક્તિ ઘૂંટાઈને પ્રગટ થાય છે એ એક વાત છે, પરંતુ એમણે એ માટે જે ‘તેજેઘડ્યા શબ્દો' પ્રયોજ્યા છે તે બાબત એમને ગુજરાતી ભાષાના ગદ્યકાર તરીકે સ્થાપે છે.
‘પાઠશાળા’ની લેખસૃષ્ટિ એ કોઈ ફરમાયશી સર્જન નથી; લોકરુચિની રંજકતાને લક્ષમાં રાખીને થયેલું સર્જન નથી. આ તો સ્વાન્તઃસુખાય થયેલું સર્જન છે અને તેથી જ શબ્દેશબ્દમાં ભાવની સાચકલાઈ અને નિરાડંબરી પ્રસ્તુતિ જોવા મળે છે. પોતાની સંયમસાધનામાં સતત કાળજીપૂર્વક પ્રવૃત્ત રહેવાની સાથોસાથ સંસ્કૃત અને પ્રાકૃત કે પ્રાચીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં તેઓ સહજ ગતિ કરી શકે છે. કેટલાંય જુદાં જુદાં સ્વરૂપો દ્વારા પોતાનું હગત પ્રગટ કર્યું છે. ક્યારેક જિજ્ઞાસારૂપે, ક્યારેક પત્રરૂપે, ક્યારેક કથારૂપે તો ક્યારેક ચિંતનરૂપે એમનું હ્રદ્ગત પ્રગટ થાય છે. ક્યારેક તેઓ બોધ આપતા પણ લાગે છે, તો ક્યારેક વાર્તાલાપ કરતા જણાય છે. આવાં જુદાં જુદાં સાહિત્ય-સ્વરૂપો યોજીને એમનો હેતુ તો ભાવકની ચેતનાને સ્પર્શીને જગાડવાનો છે. આ એવી ‘પાઠશાળા' છે કે જ્યાં વાચકનું જીવનઘડતર થાય છે. ધર્મજિજ્ઞાસુની જિજ્ઞાસાનું સમાધાન થાય છે. કોઈ કથાનો મર્મ કે જીવનનો મહિમા પ્રગટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
७
www.jainelibrary.org