SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ સમય ચિત્ત ચેતીયે રે, ઉદયે શો સંતાપ સલુણા ઉનાળાના દિવસો હતા. સૂરજના કિરણો ન'તા દેખાતા પણ લાવારસ ફેંકાતો હોય તેવું લાગતું. બપોરનું ભોજન જેમતેમ પૂરું કરી નરનારી બધાં ઉદ્યાનનો આશરો લેવા દોડી જતાં. એમાં ધનકુમાર અને ધનવતી પણ હતા. તાજાં તાજાં પરણેલાં હતા. ઉછળતી યુવાની હતી. આકરા તાપથી બચવા ધનકુમારે એક લતામંડપની શીતળ સુખદ છાયામાં શરીર લંબાવ્યું હતું. ધનવતી પણ પાસે જ બેઠાં હતા. - બળબળતો ઉનાળો અને બપોરના એક વાગ્યાનો ધોમ ધખતો તાપ. બગીચા બહારના રસ્તા પર જતાં એક કૃશકાય મુનિરાજને ચક્કર આવ્યાં અને પડી ગયા. ધનવતીએ આ જોયું અને ધનકુમારને ત્વરિત મોકલ્યાં. ધનકુમાર અને અન્ય એક યુવાને મળી બેશુદ્ધ મુનિરાજને સરખી રીતે બગીચામાં લાવી સુવરાવ્યા અને શીતોપચાર કરી શુદ્ધિમાં આપ્યાં. મુનિરાજના પગમાંથી કાંટા ખેંચી કાઢ્યા. લોહી વહેવા લાગ્યું. ધનકુમારના મનમાં ભક્તિની સરવાણી ફૂટી. હૃદય દ્રવી ગયું. લોહીલૂહાણ પગમાં ચીરા પડેલાં જોઈ ઘનકુમારે વિનિત સ્વરે પૂછ્યું: ‘આ શું? પગ કેમ કરી ધરતી પર મૂકાય છે?’ મુનિરાજે સહજ સ્વરે કહ્યું: ‘આ તો વિહારક્રમ સંભવઃા વિહાર કરીએ તો આ બધું થાય. ખેદ છે તે તો આ જન્મમરણનો છે. એ દૂર થાય તેની ચિંતા છે.' ધનકુમારના મનમાં તો મુનિરાજની નિર્વેદવાણી સાંભળીને અજવાળા પથરાયાં. રાગદ્વેષની નિબિડ ગ્રંથી ઉજજયનગિરિ, ભેદાઈ, સમકિત મળ્યું. આપણે કર્મ ઉદયમાં આવે ત્યારે રડીએ છીએ અને મુનિવરો કર્મના બંધ સમયે જ રડે છે અને ચેતે છે. આ ધનકુમાર તે નેમિનાથ ભગવાનનો જીવ અને ધનવતી તે રાજીમતીનો જીવ. મુનિ મહારાજની સેવા સમકિત આપે છે. પણ WITળ ગ્રન્થ ૨પ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelbag.org/ / / YA
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy