________________
વચન વિચારી ઉચરો, તુમે છો ચતુર સુજાણ! હ વચન કિમ બોલિયે, ઈણે વચને જીવે જાય,
જીવ જીવન તુમે વાલહા, અવર ન નામ ખમાય. રાસકાર કવિવરે કેવાં હૃદયસ્પર્શી શબ્દોમાં બયાન કર્યું છે ! મયણાંને કોઢી સાથેના લગ્નનું દુઃખ નથી પણ, શ્રીપાળે વેણ કહ્યાં તેનું દુઃખ છે.
૩સ્ત્રી હતાં છતાં સ્ત્રી-પ્રકૃતિની સામાન્ય એવી, સુલભ તુચ્છતા ગારવપ્રીતિ વગેરે નિર્બળતાને તેઓ ઓળંગી ગયાં હતાં.
સામાન્યતાથી ઉપર ઊઠે છે તેને શિખરે મળતી સ્વચ્છ હવા મળે છે; નગરની રમ્ય શોભા અને હરિયાળા મેદાનો નીરખવા મળે છે. પછી, નીચેની બધી જ ક્રિયા-પ્રક્રિયા, રેતીમાં રમતાં બાળકોની હાર-જીત જેવી, માણીને ક્ષણમાં ભૂલી જવા જેવી લાગે છે.
મનમંદિરમાં દીપક જિસ્યો, દીપે જાસ વિવેક.
વિવેકનો આ રત્નદીપ પ્રગટ્યા પછી બહારનું અંધારું કે અજવાળું, કશું જ બાધક બનતું નથી. અને છતાં તેઓ સાવ જડ નથી હોતા. જ્યારે લગ્ન પછીના સમયમાં આચાર્યશ્રી મુનિચન્દ્ર સૂરિ મહારાજ પાસે ગયા છે
ત્યારે આચાર્યશ્રીએ પૂછ્યું કે, આ સાથે છે તે કોણ છે ! ત્યારે મયણાંએ માંડીને વાત કરી અને જે બન્યું હતું તે નિવેદન-રૂપે કહ્યું:
મનમાં નથી આવતું, અવર કિશું દુઃખ પૂજ્ય, પણ જિનશાસન-હેલના, સાલે લોક અબુઝ. પોતાનો વિચાર ન આવે પણ, પરનો વિચાર આવે તે ઉત્તમતાની નિશાની છે. આચાર્ય મહારાજે આપેલું આશ્વાસન પણ નોંધપાત્ર છેઃ ગુરુ કહે મન નવિ આણજો, ઓછું અંશ ન ભાવ, ચિતામણિ તજી કર ચડ્યો, ઘમે તણે ઘરભાવ. મયણાંની વિનતિ મનમાં ઘરી, ભાવિમાં ઘણા લાભનું કારણ જાણી શ્રી સિદ્ધચક્રની આરાધના બતાવે છે.
૧૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org