________________
ઝવેરાતની પરીક્ષા કરનારા કલ્યાણચંદભાઈએ પોતાની પુત્રીને લકત્તર ઝવેરાત ગ્રહણ કરવારૂપ દીક્ષા ગ્રહણ કરવા અનુમતિ આપી.
આ અવસરે સુરતમાં પંન્યાસજી મહારાજ શ્રી કમળવિજયજી બિરાજતા હતા. તેઓશ્રીના વરદ હસ્તે ઉજમણા અને મહોત્સવ પૂર્વક સં. ૧૯૬૨ ના વૈશાખ સુદ ૬ ના દિવસે દયાકુંવરહેનની દીક્ષા થઈ અને શ્રીમતી તિલકશ્રીજી મહારાજના શિષ્યા તરીકે શ્રી હેમશ્રીજી નામ પાડવામાં આવ્યું.
શ્રીમતી હેમશ્રીજી મહારાજમાં પણ શાંતતા, ગંભીરતા, ઉદારતા, નિર્દષણ ચારિત્રતા અને દયાળુતા આદિ ગુણાએ વાસ કરેલ જવામાં આવે છે. હાલમાં લગભગ ૬૦ ઠાણાના મોટા સાધ્વી–સમુદાયનું પૂજ્ય શ્રીમતી તિલકશ્રીજી મહારાજની આજ્ઞાનુસાર સંચાલન તેઓશ્રી ઘણું જ કુનેહભરી દીર્ધદષ્ટિથી સમભાવે કરી રહ્યાં છે. આખા સાધ્વી સમુદાયમાં ચારિત્રપાલનની ભાવનામાં વૃદ્ધિ થતી રહે, રત્નત્રયીની પ્રાપ્તિ થવાથી આત્માનું હિત કેમ જલદી સાધી શકાય, મહાપુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મરૂપ સામગ્રીને સફળ શી. રીતે કરી શકાય વિગેરે બાબત ઉપર પૂરતું લક્ષ્ય આપી પિતાનું વર્તન અને બીજી સાધ્વીઓનું પ્રવર્તન કરવા-કરાવવામાં તેઓને પ્રયત્ન રાત-દિવસ ચાલુ જ હોય છે.
પૂજ્ય શ્રી હેમશ્રીજી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયા હોવા છતાં પણ પોતાના ગુરુજી શ્રીમતી તિલકશ્રીજીની સેવા–ચાકરીને તથા વિનય–વૈયાવચ્ચનો લાભ લેવામાં જરા પણ આળસ કરતા નથી. એવી ઉચ્ચ ગુરુભક્તિ તેમને જાતે કરતાં જોઈને સમુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com