________________
२३
દાયની બીજી બધી સાધ્વીઓ ઉપર તેની અસર ઘણી જ સારી થાય છે.
ઉપર જે ત્રણ પવિત્રાત્માને સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યું તે પૂજ્ય શ્રીમતી શિવશ્રીજી, શ્રી તિલકશ્રીજી અને શ્રી હેમશ્રીજરૂપ ત્રિવેણી સંગમમાં પાવન થવા માટે આવેલાં મા અને દીકરી (ગજરાબહેન અને વિમળાબહેન) પવિત્ર તાના પુનીત શિખર ઉપર કેવી રીતે પહોંચે છે તે સંબંધી હવે આપણે વિચારીએ. દીક્ષિત થયેલાં ગુણવંતા ગજરાબહેન અને તેમના
પુત્રી વિમળાબહેન, - પૂજ્ય શ્રી હેમશ્રીજી મહારાજની દીક્ષા થયા પછીના દશ વર્ષમાં નવાજૂનીના નવા રંગઢંગ નજરે પડવા લાગ્યા હતા. એ સમયમાં પૂજ્ય શ્રીમતી શિવશ્રીજી મહારાજ તથા પૂજ્ય શ્રીમતી તિલકશ્રીજી મહારાજ પિતાના પ્રચૂર પરિવારની સાથે ગ્રામાનુગ્રામ વિચરતા, ભવ્ય જીવોને ઉપદેશ આપતા, સમાજમાં ધર્મ પ્રત્યેના ઉત્સાહને વધારતા અને શાસનેન્નતિના અનેક ધર્મકાર્યો કરાવતા સુરત શહેરમાં પધાર્યા.
શ્રીમતી શિવશ્રીજી મહારાજાદિની સુરતની સ્થિરતા દરમ્યાન તેમને વંદન કરવાના ઈરાદાથી ચારિત્રની ભાવનાવાળા ગજરાબહેન પિતાની બાળપુત્રી વિમળાને લઈને એક દિવસે સુરત આવ્યા. બાળબ્રહ્મચારિણ, જ્ઞાનધ્યાનમાં લીન, મહાપવિત્ર અને પુણ્યશાળી શ્રીમતી શિવશ્રીજી આદિ ગુણુઓને વંદના કરી તેમની મિષ્ટ વાણી સાંભળીને ગજરાખેનને પરમ સંતોષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com