________________
ભવાનચંદ તથા તેમના ધર્મપત્ની શ્રીમતી ધનકેરબાઈને અમરચંદ તથા બાલુભાઈ નામના બે પુત્ર અને મણીબહેન, દયાકુંવરબહેન તથા રતનપ્લેન નામની ત્રણ પુત્રીઓ હતી. તેમાં દયાકુંવરબહેન પૂર્વજન્મનાં સંસ્કારથી નાનપણથી જ સરલ, ભદ્રક અને ધર્મની રુચિવાળા હતા. મેંગ્ય સમયે દયાકુંવરબહેનના લગ્ન કરવામાં આવ્યાં પરંતુ દેવગે લગ્ન બાદ થોડા જ સમયમાં તેમના પતિનું પરલોક પ્રયાણ થવાથી તેઓ વિધવાપણાને પામ્યા.
કે દયાકુંવરહેનને જન્મ સં. ૧૯૪૬ ના ભાદરવા સુદ ૧૩ ને રોજ થયો હતો. પિતાની ૨૬ વર્ષની અવસ્થા થઈ ત્યાં સુધીમાં સંસારની અનેક પ્રકારની વિવિધતાને તેમણે અનુભવ કર્યો. જેનશાળામાં શિક્ષણ લઈને, વિદ્વાન સાધુઓના વ્યાખ્યાન સાંભળીને અને ધર્મની ક્રિયા–અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરતા કરતા તેઓને આ સંસાર ઉપરથી વૈરાગ્ય આવવા -લાગે. તે અરસામાં પૂજ્ય શ્રી શિવશ્રીજી, તિલકશ્રીજી આદિનું સુરત પધારવાનું થયું. તેમના પરિચયમાં આવવાથી દયાકુંવરબહેનના અભ્યાસમાં તથા વૈરાગ્યમાં ઘણું વધારે થયે અને તેમની પાસે ચારિત્ર લેવાની તીવ્ર ભાવના થઈ. તે અભિપ્રાય તેમણે પોતાના પિતા કલ્યાણચંદભાઈને જણાવ્યું. તે સાંભળીને દયાકુંવરબહેનના આખા કુટુંબને લાગ્યું કે–આવી સુખ-સાહાબીમાં રહેલી આ બહેન ચારિત્રના કઠિન આચારનું પાલન શી રીતે કરી શકશે? એવી આશંકા ઉઠાવીને તેને ચારિત્રની કઠિનતા જણાવવા લાગ્યા, પરંતુ દયાકુંવરબહેનની નિશ્ચલતા અને ચારિત્ર લેવાની તીવ્ર ઉત્કંઠા જોઈને અને
કુટુંબ પણ સુસંસ્કારવાળું તેમજ ધાર્મિક હવાથી લૌકિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com