________________
વર્ષની થઈ છે છતાં તેઓ વ્યાકરણના સૂત્રો, નિયમે, રૂપ અને જીવવિચારાદિ પ્રકરણે સંબંધી એવા બારીક પ્રશ્નો પૂછે છે કે જેથી સાંભળનારને એમ લાગે કે તેઓશ્રીએ નાનપણમાં કરેલે અભ્યાસ કેટલો બધો સંગીન છે. આટલે બધો કાળ વીત્યા છતાં મહત્વના પ્રશ્નો પૂછીને તથા તેનો અર્થ સમજાવીને સઘળાને ચકિત કરી નાંખે છે.
એવા અનેક સદગુણેના નિધિ સરખા પૂજ્ય શ્રીમતી તિલકશ્રીજી મહારાજને દીક્ષા પર્યાય ૪૯ વર્ષને થયે છે. તેટલા વર્ષોમાં અનેક દેશમાં વિહાર કરીને ઘણા શહેરોમાં તથા ગામડાઓમાં હજારો આત્માઓને ધર્મમાં જોડ્યા છે. મોટે ભાગે તેઓ દરેકને ભણવામાં તથા સમજણપૂર્વક ક્રિયા કરવામાં જોડવાને પ્રયત્ન કરે છે. એ પ્રમાણે પિતાના ચારિત્રનું નિર્મળપણે પાલન કરતા, પોતાના બહાળા સમુદાયને ધર્મશિક્ષા આપીને સંયમ માર્ગમાં નિશ્ચળ કરતા, શ્રાવક-શ્રાવિકાઓને ધર્મક્રિયા-નિત્ય નિયમમાં દઢ કરતા અને ખાસ કરીને શ્રાવકકુળની નાની બાળાઓમાં મૂળથી જ ધર્મના અને ધર્માનુષ્ઠાનના સંસ્કારો નાંખતાં વૃદ્ધાવસ્થાને લઈને હવે વિહાર થઈ શકતો ન હેવાથી છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદમાં પાંજરાપોળના ઉપાશ્રયે બિરાજે છે.
પૂજ્ય શ્રીમતી શ્રી તિલકશ્રીજી મહારાજના સુવિનીત અંતેવાસિની અને જેમનું આ સંક્ષિપ્ત જીવનચરિત્ર લખવામાં આવ્યું છે તે પૂજ્ય શ્રી તીર્થ શ્રીજી મહારાજના પૂજ્ય ગુરુણીજી શ્રીમતી હેમશ્રીજી મહારાજને ટૂંક પરિચય આ પ્રમાણે છે–
સૂર્યપુર( સુરત )નિવાસી શ્રીમંત ઝવેરી કલ્યાણચંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com