________________ પ્ર- જિનેશ્વર ભગવાનના ચરણ પકડયા એટલે ધર્મને મર્મશે જણ? ને એટલા માત્રથી કર્મ બંધાતા શી રીતે અટકી જાય? . ઉ– અહીં સમજવાનું છે કે જિનેશ્વર તીર્થકર ભગવાનના ચરણ પકડવા એટલે એમને જ પ્રાણ અને શરણ માની એમનાં સાધેલા માર્ગે ને એમણે કહેલા માર્ગે ચાલ્યા કરવું. તીર્થકર ભગવાનને સાધેલો માર્ગ જબરદસ્ત ક્ષમા-નમ્રતાદિની તથા સૂક્ષ્માતિસૂક્ષ્મ અહિંસા- સત્ય વગેરેની સાધના છે. એનું આલંબન નજર સામે રાખી સાધના કર્યો જઈએ, ભલે એ પ્રભુની સાધનાને સેમાં હજારમાં લાખમાં ભાગ હોય છતાં આપણે પ્રભુના માર્ગે ચાલ્યા કહેવાય, ભલે ધીમા પગલે. એમ, પ્રભુએ કહેલે માર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર-તપની સાધના છે. એકાંતે એની જ સાધના કર્યો જઈએ, વચમાં કશી મિથ્યાત્વાદિની કે બાહોભાવની દખલ ન થવા દઈએ, એ પ્રભુએ કહેલા માર્ગે ચાલ્યા કહેવાય. આ સાધનામાર્ગ દ્રવ્યથી અને ભાવથી બંને રીતે આરાધવાને.