________________ 21 મુનિનું રૂપ કરી સુલસાની પરીક્ષા કરવા આવે છે, કહે છે, “લક્ષપાક તેલને ખપ છે, ને સુલસા રાજીની રેડ થઈ જાય છે. દાસી પાસે સુલસા લક્ષપાક તેલને સીસે મંગાવે છે. પરંતુ લક્ષપાક તેલના ત્રણ સીસા દાસીના હાથે અટશ્ય પણે દેવ દાસીના હાથ પર ઝટકે મારી પડાવી ફડાવી નાખે છે! બેલે અહીં સુલસાને શું થાય? દાસી પર ભારે ગુસ્સે ન ચડે ? પરંતુ ના, સુલસા જેમ ધર્મને પકડે છે એમ ધર્મના મર્મને પકડે છે. કેમ? ધરમ ધરમ કરતે જગ સહુ ફીરે, ધરમ ન જાણે મર્મ, ધરમ જિનેશ્વર ચરણ ચહા થકી, કોઈ ન બાંધે કર્મ. જિણેસર ધર્મ જિસેસર ગાઉ રંગશું.” કવિ આનંદ ધનજી મહારાજ શ્રી ધર્મનાથ ભગવાનના સ્તવનમાં પ્રભુના ગુણ ગાતાં કહે છે - આખું જગત “ધર્મ” “ધર્મ” કરતું ચાલે છે, પરંતુ ઘર્મને કશે મર્મ જાણતું નથી, કેમકે જે ધર્મને મર્મ જાણતું હેત તે કર્મ ન બાંધત, પરંતુ કર્મ તે ભરપૂર બાંધે છે. તેથી કહેવાય કે ધર્મને મર્મ , નથી જાણતું. વાસ્તવમાં ધર્મને મર્મ જાણવા માટે વીતરાગ સર્વજ્ઞ શ્રી ધર્મનાથ ભગવાનના ચરણ પકડવા જોઈએ, કેમકે ધર્મ જિસેસર ભગવાનના ચરણ પકડયા પછી કઈ કર્મ બાંધતું નથી. અહીં બે પ્રશ્ન થાય,