Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૧ લો. શકેદ કરેલી પ્રભુની સ્તુતિ.
(૧૫) ચરણને આરોપણ કરતા અને કટિ દેવતાઓએ વીંટાયેલા પ્રભુએ પૂર્વ દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં જઈ ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દઈ મરીઝ” એમ બોલીને પ્રભુ દેવછંદામાં રહેલા સિંહાસન પર પૂર્વાભિમુખે આરૂઢ થયા. તરતજ વ્યંતરેએ સ્વામીના પ્રભાવથી બીજી ત્રણ દિશાઓમાં પણ રતનના સિંહાસન ઉપર પ્રભુનાં પ્રતિબિંબને સ્થાપન કર્યા. તે સમયે પ્રભુના મસ્તકના પાછલા ભાગમાં ભામંડળ થયું. આગળના ભાગમાં ઇંદ્રધ્વજ થયે, અને આકા શમાં દુંદુભિને નાદ થયે. પછી પૂર્વ દ્વારથી પ્રવેશ કરી અને પ્રભુને નમસ્કાર કરીને સાધુઓ અગ્નિખૂણામાં બેઠા અને વૈમાનિક સ્ત્રીઓ તથા સાધ્વીઓ તેમની પાછળના ભાગમાં ઊભી રહી ભવનપતિ, તિષ્ક અમે વ્યંતરની સ્ત્રીઓ દક્ષિણ દ્વારથી પ્રવેશ કરી પ્રભુના ચરણને નમી નિતખુણમાં બેઠી. ભવનપતિ, જ્યોતિષ્ક અને વ્યંતર દેવતાઓ પશ્ચિમ દ્વારથી પ્રવેશ કરી પ્રભુને નમી વાયવ્ય ખુણમાં અનુક્રમે બેઠા. વિમાનિક દેવતા, નર અને નારીએ ઉત્તર દ્વારથી પ્રવેશ કરી સ્વામીને નમી અનુકમે ઈશાનદિશામાં બેઠા. એવી રીતે પહેલા કિલ્લામાં શ્રીમાન ચતુર્વિધ સંઘ, બીજા કિલ્લામાં તિર્યંચ અને ત્રીજા કિલ્લામાં સર્વ વાહન ગોઠવાયાં. પછી શકઇંદ્ર સ્વામીને નમસ્કાર કરી અંજલિ જેડીને ભક્તિ સહિત વાણીથી આ પ્રમાણે સ્તુતિ કરવાને આરંભ કર્યો.
હે પ્રભુ! તમે ન બોલાવ્યા છતાં પણ સર્વના સહાયકારી છે, કારણ સિવાય વાત્સ“લ્યવાન છે, પ્રાર્થના કર્યા વગર પણ ઉપકારી છે અને સંબંધ વગરના બાંધવ છે. તેથી હે “ નાથ ! અત્યંગ કર્યા વગર સ્નિગ્ધ હૃદયવાળા, મલાપકર્ષણ વિના ઉજજ્વળ વચનને બેલનારા,
પ્રક્ષાલન કર્યા વગર નિર્મળ શીળવાળા અને શરણ કરવાને લાયક એવા તમારા શરણને હું આશ્રય કરું છું. હે સ્વામી ! શાંત છતાં વીર વતવાળા, સમતાવાન અને સર્વમાં સરખી રીતે વર્તનારા એવા તમેએ કર્મ રૂપી કુટિલ કાંટાને અત્યંત ફટી નાખ્યા છે. અભવ છતાં મહેશ, અગદ છતાં નરકને છેદનાર (કૃષ્ણ) અને અરાજસ છતાં બ્રહ્મરૂપ એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ. હે પ્રભુ ! સિંચન કર્યાસિવાય ફલદ્રુપ અને પડવા વગર મોટા વધેલા એવા તમે સંકલ્પ રહિત કઃપવૃક્ષ છે; માટે તમારાથી અમને મોટું ફળ પ્રાપ્ત થાઓ. હે સ્વામી ! દ્રવ્યાદિ સંગરહિત, મમતાએ વર્જિત, કૃપાળુ, મધ્યસ્થ અને જગને પાલન કરનાર એવા આપ જિનેશ્વરને હું કઈપણ પ્રકારના ત્રિશૂળાદિ ચિહ્ન વિનાને કિંકર છું. હે નાથ! નહીં ગોપવેલા રત્નના નિધિરૂપ, વાડ વિનાના ક૯૫વૃક્ષરૂપ અને નહીં ચિંતવેલા ચિંતામણિરૂપ એવા તમારે વિષે આ મારા આત્માને મેં અર્પણ કરેલ છે. હે પ્રભુ ! હું ફળની ચિંતાથી રહિત છું અને તમારી મૂર્તિ ફળરૂપજ છે તેથી “શું કરવું ?” એવા વિચારમાં જડથયેલા મને, મારે શું કરવું જોઈએ ? તે બતાવવાને પ્રસાદ કરે.”
આ પ્રમાણે સ્તુતિ કરીને ઈદ્ર વિરામ પામ્યા પછી ભગવાન સંભવપ્રભુએ વિશ્વને ઉપકાર કરવાની ઈચ્છાથી આવી રીતે દેશના દેવાનો આરંભ કર્યો.
આ સંસારમાં વસ્તુતઃ સર્વ વસ્તુ અનિત્ય છે, તથાપિ પ્રથમ લાગતી સહજ માત્ર મીઠાશના સુખને માટે પ્રાણીઓને તેમાં મૂચ્છ રહ્યા કરે છે. પિતાથી, બીજાઓથી અને બધી તરફથી જેઓને આપત્તિ હમેશાં આવ્યા કરે છે એવા પ્રાણીઓ યમરાજના દાંતરૂપ યંત્રમાં રહીને પણ અહા ! કેવા કષ્ટથી જીવે છે. અનિત્યતા વા જેવા દેહને પણ સપડાવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org