Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૦૦]
શ્રી કુંથુનાથનું માતાની કુક્ષિમાં ઉપજવું [પવું ૬ ઠું ઉજજળ પતાકાના મિષથી જાણે ધર્મ નિત્ય નૃત્ય કરતા હોય તેમ જણાય છે. સર્વ ગૃહની અંદર ચારે બાજુ રત્નથી બાંધેલી આંગણાની ભૂમિમાં કઈમનું નામ ફક્ત યક્ષકઈમમાંજ હતું. રત્નથી જડેલા ને નગરીના કિલ્લામાં પડેલા પિતાના પ્રતિબિંબની ઉપર મદગંધી હાથીએ બીજા હાથીની બુદ્ધિથી દંતઘાત કરતા હતા. રાજમંદિરમાં, પ્રજાના ગૃહમાં, દરવાજાઓમાં અને બીજા સર્વ સ્થાનમાં આકાશમાં ગ્રહની જેમ અહતના પ્રતિબિંબ વ્યાપી રહ્યાં હતાં. તે નગરમાં અલકાપુરીમાં કુબેરની જેમ તેજવડે નવીન સૂર્ય જેવો સૂર નામે રાજા હતું, તેના હૃદયમાં ઢજે અંતરાત્મા હોય તેવી રીતે ધર્મ વસી રહ્યો હતો, અને અર્થ અને કામ તે બહિરાત્માની જેમ બહાર જ રહ્યા હતા. પ્રતાપથી દિશાઓને દબાવતા એવાં તે રાજાને સર્વ શસ્ત્રો બાજુબંધ અને કડાં વિગેરેની જેમ ભુજાઓમાં આભૂષણને માટે જ હતાં. તે કોઈવાર કે૫ કરતા નહીં, તથાપિ પૃથ્વીને સારી રીતે પાળતે હતે. ચંદ્ર તીવ્રતા વિના પણ વિશ્વને પ્રકાશિત કરે છે. રૂપલાવયથી સુંદર અંગવાળી અને નિર્મળ શીળવડે શોભતી હરિને લક્ષમીની જેમ શ્રી નામે તેને પત્ની હતી. જાણે અમૃતની નીક હોય અથવા ચંદ્રની અધિદેવતા હોય તેમ વચનવડે અમૃતને ઝરતી એ સુંદરમુખી રમણી અતિશય શોભતી હતી. નિર્દોષ અંગવાળી તે શ્રીદેવી મંદ મંદ ચાલતી હતી અને મંદસ્વરે બોલતી હતી. રાજહંસને હંસલીની જેમ શૂર રાજાને તે પ્રાણવલ્લભા હતી. વિમાનિક દેવની જેમ શૂરરાજ નિર્વિઘ સુખમાં મન થઈ તેની સાથે ઉત્તમ ભેગ ભેગવતે હતે.
અહીં સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી સિંહાવહ રાજાને જીવ શ્રાવણ માસની કૃષ્ણ નવમીએ ચંદ્ર કૃત્તિકા નક્ષત્રમાં આવતાં ત્યાંથી ચ્યવી શ્રીદેવીના ઉદરમાં અવતર્યો. તે સમયે ચાર દાંતવાળો ત હાથી, કુમુદ પુષ્પના જેવી કાંતિવાળે વૃષભ, ઉંચી કેશરાવાળો કેશરી, અભિષેકવડે મનેહરા લક્ષમી. પંચવણ પુષ્પની માળા, પૂર્ણિમાને ચંદ્ર, ઉઘાત કરતો સૂર્ય, પતાકા સહિત મહાઇવજ, સુવર્ણને પૂર્ણકુંભ, કમળોથી ભરપૂર સરેવર, તરંગવડે ઉછળતો સમુદ્ર, રત્નમય વિમાન, આકાશ સુધી ઉંચે રત્નપુંજ અને નિમ અગ્નિ-આ પ્રમાણે ચૌદ સ્વપનો શ્રીદેવીએ જોયાં. તેમણે રાજાને સ્વપ્નની વાર્તા કહી. રાજાએ પ્રાતઃકાળે કહ્યું કે “દેવી ! આ સ્વપ્નના પ્રભાવથી તમારે ચક્રવતી અને તીર્થંકર પુત્ર થશે.” અનુક્રમે નવ માસ અને સાડાસાત દિવસ જતાં વૈશાખ માસની કૃષ્ણ ચતુર્દશીએ ચંદ્ર કૃત્તિકાનક્ષત્રમાં આવતાં અને બીજા સર્વ ગ્રહે ઉંચના થતા છગના ચિન્હથી અંકિત સુવર્ણ જેવી કાંતિવાળા અને સર્વ લક્ષથી સંપૂર્ણ એવા એક પુત્રને શ્રીદેવીએ જન્મ આપ્યો. તે સમયે ક્ષણવાર નારકીના છને સુખ થયું. ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો, અને ઇંદ્રાદિકનાં આસને કંપાયમાન થયાં. પ્રથમ આસનકંપથી આવીને દાસીઓની જેમ છપ્પન દિકુમારીઓએ સૂતિકર્મ કર્યું. પછી શકેંદ્ર પાંચરૂપે થઈ પ્રભુને મેરૂગિરિપર ભઈ ગયા. ત્યાં ત્રેસઠ ઈંદ્રોએ
૧. અક્ષકદમ તે ચંદન, કેસર, બરાસ, કસ્તુરી, અંબર, અગર, રક્તચંદન, સેનાને અક વિગેરે પદાર્થોને એક રા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org