Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[૩૦૧
સગ ૧ લે ].
શકે કે પ્રભુની કરેલ સ્તુતિ તીર્થજળથી પ્રભુને અભિષેક કર્યો. પછી ઈશાન ઈંદ્રના ઉલ્લંગમાં પ્રભુને બેસાડી શકે કે સ્નાત્ર કરાવ્યું અને પૂજાદિ વિધિ કરીને આ પ્રમાણે સ્તુતિ કરી.
હે જગત્પતિ! આજે ક્ષીરસાગર પ્રમુખ જળાશનાં જળ પવ, વિગેરે કહેનાં જળ અને કમળ, ક્ષુદ્ર હિમાલય વિગેરે પર્વતની ઔષધિઓ, ભદ્રશાળ પ્રમુખ વનનાં પુષ્પ, અને મલયાચલની આસપાસની ભૂમિના ચંદન એ સર્વે તમારા સ્નાત્રમાં ઉ૫ચોગી થવાથી “કૃતાર્થ થયા છે, અને હે દેવ! તમારા જન્મકલ્યાણકને મહત્સવ કરવાથી આ બધા દેવતાઓનું ઐશ્વર્ય પણ કૃતાર્થ થયું છે. તમારા બિંબથી અલંકૃત થયેલે આ મેરૂગિરિ આજે તમારા પ્રસાદની જેમ સર્વ પર્વતેમાં ઉત્કૃષ્ટ અને તીર્થરૂપ થયેલ છે. હે ભુવનેશ્વર! તમારા દર્શનથી અને સ્પર્શથી આજે નેત્ર અને હાથ ખરેખરા નેત્ર અને હાથ થયા છે. “હે નાથ આજે અમારું સ્વાભાવિક અવધિજ્ઞાન પણ સફળ થયેલું છે કે જેના વડે હે પ્રભુ! તમારે જન્મ જાણીને અમે જન્મોત્સવ કર્યો છે. હે પ્રભુ! જેમ હમણાં સ્નાત્રકાળે તમે મારા હૃદય પર રહ્યા હતા તેમ હૃદયની અંદર પણ ચિરકાળ રહે.”
આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી તેમને લઈને ઇંદ્ર હસ્તિનાપુર ગયા અને ત્યાં શ્રીદેવીની પાસે પ્રભુને સ્થાપિત કર્યા.
પ્રાત:કાળે શૂર રાજાએ પ્રભુને જન્મોત્સવ કર્યો. જ્યારે તીર્થકર ઉત્પન્ન થાય ત્યારે સર્વ જગત ઉત્સવમય થાય છે. પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે તેમની માતાએ કુંથુ નામને રત્નસંચય જે હતું, તેથી પિતાએ તેમનું કુંથુ એવું નામ પડયું. ઇંદ્ર અંગુઠામાં સંક્રમાવેલા અમૃતનું પાન કરતા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામતા પાંત્રીશ ધનુષ્ય ઉંચી કાયાવાળા થયા. પિતાની આજ્ઞાથી ગ્ય સમયે તેમણે રાજકન્યાઓ સાથે વિવાહ કર્યો. “ભેગફળકર્મ બીજી રીતે છેદી શકાતું નથી.” જન્મથીજ ત્રેવીસહજાર અને સાડાસાતસો વર્ષ ગયા પછી પ્રભુએ પિતાની આજ્ઞાથી રાજ્ય ગ્રહણ કર્યું. તેટલાજ વર્ષ માંડળિકપણામાં ગયા પછી શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. જગને પૂજનીય એવા શૂર રાજાના પુત્રે ચક્રરત્નની પૂજા કરી. મહાત્માઓ સેવક જનને પણ સત્કાર કરે છે. પછી ચક્રરત્નને અનુસરીને પ્રયાણ કરતાં અનુક્રમે માગધપતિ, વરદામપતિ, પ્રભાસપતિ, સિંધુદેવી, વૈતાડ્યાદ્રિકુમારદેવ અને કૃતમાળદેવને પોતાની જાતે સાધી લીધા, અને સિંધુ નિકુટને સેનાપતિ પાસે સધાવ્યું. પછી સેનાપતિએ જેનાં દ્વારા ઉઘાડેલાં છે એવી તમિસ્રા ગુફામાં પેસી સામી બાજુ નીકળી આપાત જાતિના લૈચ્છને સાધી લીધા. પછી સેનાપતિ પાસે સિંધુના બીજા નિકુટને સધાવ્યું. ત્યાંથી મુદ્ર હિમાલય પર્વત સમીપે જઈ ક્ષુદ્રહિમવંત કુમારદેવને સા. પછી ઋષભકુટ ઉપર પતાને આચાર છે” એવું ધારી પિતાનું નામ લખ્યું. ત્યાંથી ચક્રત્નને અનુસરી ચક્રવર્તી પાછા વળ્યા. અનુક્રમે વૈતાઢય પર્વત પાસે આવ્યા, ત્યાં બને શ્રેણિમાં રહેલા વિદ્યાધરીએ વિવિધ ભેટ ધરીને પ્રભુની પૂજા કરી. ગંગાદેવી અને નાટયમાલ દેવને પોતે સાધી ગંગાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org