Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૬ ઢો] અદીનશત્રુરાજાએ મલ્લકુમારીની યાચના કરવાને મોકલેલ દૂત [૩૩૭
હવે પૂરણને જીવ વૈજયંત વિમાનમાંથી ચ્યવી શ્રાવસ્તીપુરીમાં રૂકૃમિ નામે રાજા થયે. તેને ધારણ નામે પત્નીથી સુબાહુ નામે એક નાગકન્યા જેવી અતિ સ્વરૂપવાન કન્યા થઈ, રાજાને તે ઘણી હાલી હતી, તેથી ચાતુર્માસમાં સર્વ પરિવાર સહિત આદરપૂર્વક વિશેષ પ્રકારે સ્નાન કરાવેલી તે બાળા દિવ્યાલંકાર ધારણ કરીને પિતાના પિતાને પ્રણામ કરવા ગઈ. તેને ઉસંગમાં બેસાડી પિતાએ અંતઃપુરના સેવક (નાજર) ને કહ્યું-“આ કન્યાના જે સ્નાનવિધિ તે કઈ ઠેકાણે જોયો છે?” તે સેવક બોલ્ય-“તમારી આજ્ઞાથી એકવાર હું મિથિલાપુરીમાં ગયો હતો. ત્યાં કુંભરાજાની પુત્રી મલ્લીકુમારીની આયુષ્યગ્રંથિમાં આથી પણ વિશેષ સ્નાનવિધિ મારા જોવામાં આવ્યું હતું. હે પ્રભુ! તે રાજકુમારીનું સ્વરૂપ પણ નિરૂપમ છે. હું જે કહીશ તે તમને અસંભવિત લાગશે, પણ તમારે મારાં વચનપર વિશ્વાસ રાખવો. તેવું સ્ત્રીરત્ન પૂર્વે મારા જેવામાં કયાંઈ પણ આવ્યું નથી. જ્યારથી તે જોવામાં આવેલ છે, ત્યારથી બીજી સ્ત્રીઓનું વર્ણન કરવામાં મારી જિહાએ મૌનવ્રત ગ્રહણ કર્યું છે, તેની આગળ બીજી સ્ત્રીઓ નિર્માલ્ય જેવી જણાય છે. કલ્પલતાની આગળ આગ્રલતા શા હિસાબમાં હેય?” તે સાંભળી રૂકૃમિરાજાને તેના પર અનુરાગ ઉત્પન્ન થયો. તેથી મલ્લીકુમારીની માગણી કરવાને તેણે પણ કુંભરાજા પાસે એક દૂતને મોકલ્યો.
વસુને જીવ પણ વૈજયંત વિમાનથી ચ્યવી વારાણસી પુરીમાં શંખ નામે રાજા થયે. એક વખતે અન્વયે આપેલું મલ્લી કુમારીનું દિવ્ય કુંડલ ભાંગી ગયું, તેથી તેને સુધારવાને રાજાએ સુવર્ણકારે (સોની) ને હુકમ કર્યો. સુવર્ણકારોએ જઈને કહ્યું કે-“હે દેવ! અમે આવું દિવ્યકુંડળ સુધારવાને સમર્થ નથી. તે સાંભળતાં જ ક્રોધ પામીને રાજાએ તેઓને નગરમાંથી બહાર કાઢી મૂક્યા. તેઓ ત્યાંથી વારાણસી નગરીમાં આવ્યા અને ત્યાં શંખરાજાની પાસે પિતાને કાઢી મૂકવાના કારણમાં જે વૃત્તાંત બન્યું હતું તે સર્વ તેમણે કહી બતાવ્યું. તેમાં કુંડળને પ્રસંગે મલીકુમારીના અભુત રૂપનું વર્ણન કરવા માંડયું. “જે પદાર્થો બીજે ઉપમાન ગણાય છે, એ આ બાળાની પાસે ઉપમેયર તરીકે ગણાય છે. જેમ ચંદ્ર તેના મુખને ઉપમેય છે, બિંબફળ તેના હેઠનું ઉપમેય છે, શંખ તેના કંઠપ્રદેશને ઉપમેય છે, બિસલતા બે ભુજાની ઉપમેય છે, વજન મધ્ય ભાગ કટિને ઉપમેય છે, હાથીની સૂંઢ તેના ઉરૂની ઉપમેય છે, નદીની ભ્રમરી તેની નાભિની ઉપમેય છે, પણ તેના જઘનનું ઉપમેય છે, મૃગલીની જંઘા તેની જેઘાનું ઉપમેય છે અને કમળ તેના હાથ પગનું ઉપમેય છે.” તેવું રૂપ સાંભળી પૂર્વના નેહાનુબંધવડે શંખરાજાએ મલ્લીકુમારીની યાચના કરવા માટે એક દૂત કુંભરાજા પાસે મોકલ્યા.
વૈશ્રવણનો જીવ પણ વૈજયંત વિમાનથી એવી અદીનશ નામે હસ્તિનાપુરમાં રાજા થયું હતું. અહીં મલ્લીકુમારીનો મલીકુમાર નામે એક ભાઈ હતા, તેણે કુતુહાળથી ચિત્રકાર
૨. ઉપમા પામવા
ગ્ય.
૧. ઉપમા આપવા યોગ્ય. B - 43
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org