Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૭ ] મુનિસુવ્રત સ્વામીને જન્મ
[ ૩૫૧ જેમ સર્વ સેય વસ્તુ દેખાય તેમ તેનામાં ઔદાર્ય, વૈર્ય અને ગાંભીર્ય પ્રમુખ સર્વ ગુણ દેખાતા હતા. હરિને પશ્વાદેવીની જેમ તેને પદ્માવતી નામે પૃથ્વીને પવિત્ર કરનારો રાણી હતી. ચંદ્રરેખાથી આકાશલક્ષમીની જેમ સર્વ જગતને નેત્રાનંદ આપનારી એ રાણીથી રાજલક્ષમી શેભતી હતી. સુગંધી ચૂર્ણથી વસ્ત્રની જેમ પિતાના શીળાદિક ગુણની સુગંધથી તેણે રાજાનું ચિત્ત સુવાસિત કર્યું હતું. આકાશમાં તારાગણાની જેમ તેના ગુણગણુની સંખ્યા કરવાને બૃહસ્પતિ પણ સમર્થ નહોતે. અનુરાગથી જગમપણને પ્રાપ્ત થયેલી જાણે પૃવી હોય તેવી એ રાણી સાથે સુમિત્ર રાજા ઉત્તમ ભેગ ભેગવતે હતે.
અહીં પ્રાણતક૫માં સુરષ્ઠ રાજાને જીવ જે દેવતા થયે હવે તેણે સુરસાગરમાં મગ્નપણે પિતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રાવણ માસની પૂર્ણિમાએ ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં ત્યાંથી ચ્યવીને તે પદ્માવતી દેવીની કુક્ષિમાં અવતર્યો. તે સમયે સુખે સુતેલી પદ્માવતી દેવીએ રાત્રિના શેષ ભાગે તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહા સ્વપ્ન જોયાં. અનુક્રમે જયેષ્ઠ માસની કૃષ્ણ અષ્ટમીએ શ્રવણ નક્ષત્રમાં કૂર્મના લાંછનવાળા અને તમાલની જેવા શ્યામ કાંતિવાળા પુત્રને તેમણે જન્મ આપ્યો. દિકુમારીએાએ આવી ભક્તિથી સૂતિકર્મ કર્યું પછી ઇંદ્ર આવીને એ વશમાં તીર્થકરને મેરૂગિરિપર લઈ ગયા. પ્રથમ શકઇંદ્રના ઉલ્લંગમાં બેઠેલા પ્રભુને સઠ ઇકોએ પવિત્ર તીર્થ જળવડે જન્માભિષેક કર્યો. પછી ઈશાનંદ્રના ઉસંગમાં પ્રભુને બેસાડી સ્નાત્ર પૂજાદિ કરીને શકેદ્ર આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા–
હે પ્રભુ! ભ્રમરરૂપી અમેએ આજે આ અવસર્પિણી કાળરૂપ સાવરમાં કમળ જેવા “તમને સારા ભાગ્યે ઘણે કાળે પ્રાપ્ત કર્યા છે. હે દેવ! અત્યારે તમારા સ્તંત્રથી, ધ્યાનથી “અને પૂજાદિકથી અમારાં વાણું, મન અને શરીરે કલ્યાણકારી ફળ મેળવ્યું છે. હે નાથ! “જેમ જેમ તમારે વિષે મારી ભક્તિ વિશેષ વિશેષ થાય છે, તેમ તેમ મારાં પૂર્વ કર્મો લઘુ લઘુ થતાં જાય છે. હે સ્વામી! મહા પુણ્યનું કારણ એવું તમારું દર્શન જે અમને ન થયું “હેત તો અમે કે જે અવિરત છીએ તેમને જન્મ બધે નિરર્થક થઈ જાત. હે પ્રભુ! તમારા “અંગના સ્પર્શથી, તમારી સ્તુતિ કરવાથી, તમારા નિર્માલ્ય સુંઘવાથી, તમારા દર્શનથી “અને તમારા ગુણગાન સાંભળવાથી અમારી પાંચે ઇંદ્રિય કૃતાર્થ થઈ ગઈ છે. વર્ષાઋતુના મેઘની જેમ નેત્રને આનંદ આપનાર અને નીલરત્ન જેવી કાંતિવાળા તમારાવડે આ મેરૂગિરિનું શિખર શોભે છે. કે તમે માત્ર ભારતવર્ષમાં રહ્યા છો તે છતાં સર્વ ઠેકાણે “વ્યાપ્ત થયેલા જણાઓ છે; કેમકે સર્વ સ્થાનકે રહેલા પ્રાણીઓના ભવની પીડાને તમે “નાશ કરે છે. અહીંથી અવનકાળે પણ મને તમારા ચરણનું સ્મરણ થજે. કારણ પૂર્વ “જન્મના સંસ્કારથી ભવાંતરમાં પણ તે (મરણ) જ મને થયા કરે.”
આ પ્રમાણે વશમા અહંતની સ્તુતિ કરી તેમને લઈને ઈ પાછા પદ્માવતી દેવીની પાસે જેમ હતા તેમ મૂકી દીધા. પ્રાતઃકાળે સુમિત્ર રાજાએ પ્રભુને જન્મોત્સવ કર્યો. જેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org