Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 393
________________ ૩૫૦] જુગલીઆઓને ચંપાપુરીમાં લઈ જવા [પવું ૬ ઠું હરિવર્ષ ક્ષેત્રમાંથી અહીં લાવે છું; આ હરિણી નામે તેની સહજ પત્ની છે અને તેઓને આહાર કરવાને માટે આ કલ્પવૃક્ષ પણ હું અહીં લાવેલ છુ. શ્રીવત્સ, મત્સ્ય, કલશ, વજ અને અંકુશાદિક લાંછનવાળો અને જેનાં કમળ જેવાં લોચન છે. એવો આ હરિ આજથી તમારે રાજા થાઓ. આ જુગલીઆને તમારે કલ્પદ્રુમના ફળ સાથે પશુપક્ષીનું માંસ અને મદ્યને આહાર આપ.” તેનાં આ વચને કબુલ કરીને તે મંત્રીએ તે દેવને પ્રણામ કરી બંને જુગલીઆને રથમાં બેસાડી રાજમંદિરમાં લઈ આવ્યા. પછી સર્વ સામત અને મંત્રીઓએ એકઠા થઈને બ્રાહ્મણે, ભાટે અને ગંધર્વોનાં ગીત સાથે હરિને રાજ્યાભિષેક કર્યો. તે દેવતાએ પિતાની શક્તિથી તેમનું આયુષ્ય ટૂંકું કર્યું અને દેહની પણ સો ધનુષ્ય માત્ર ઉચાઈ રાખી. પછી કૃતાર્થ થઈને અંતર્ધાન થઈ ગ. શ્રી શીતલનાથ પ્રભુના તીર્થમાં એ હરિરાજા થયે, તેનાથી ચાલેલે વંશ પૃથ્વીમાં હરિવંશ નામથી પ્રખ્યાત થયો. હરિરાજાએ સમુદ્ર જેની કટિમેખલા છે એવી પૃથ્વીને સાધી લીધી, અને લક્ષ્મીના જેવી અનેક રાજાઓની કન્યાઓને પર. કેટલાક કાળ ગયાં પછી એ હરિને હરિણીથકી વિશાળ છાતીવાળો પૃથ્વીપતિ નામે એક પુત્ર થશે. અનેક પ્રકારનાં પાપકર્મોને ઉપાર્જન કરીને હરિ ને હરિણી સાથે મૃત્યુ પામી નરકે ગયા. ત્યાર પછી તેને પુત્ર પૃથ્વીપતિ રાજા થયે. ચિરકાળ રાજ્ય કરી મહાગિરિ નામના પુત્રને રાજયપર બેસાડી તપસ્યા કરીને પૃથ્વીપતિ સ્વર્ગે ગયે. મહાગિરિ રાજા રાજય કરી અનુક્રમે હિમગિરિ નામના પુત્રને રાજ્યપર બેસાડી તપસ્યા કરીને મોક્ષપદને પામ્યા. પછી હિમગિરિએ રાજ્ય કરી પિતાના જ્યેષ્ઠ પુત્ર વસુગિરિને રાજ્યાને અભિષેક કરી દીક્ષા લઈને મોક્ષસ્થાન પ્રાપ્ત કર્યું. વસુગિરિ પણ પિતાના સ્થાન ઉપર ગિરિ નામના પુત્રને બેસાડી દીક્ષા લઈ કર્મ ખપાવી શિવપદ પામ્યા. ગિરિરાજા પણ મિત્રગિરિ નામના પુત્રને રાજ્યપર બેસાડી દીક્ષા લઈને વર્ગે ગયે. એવી રીતે અનુક્રમે હરિવંશમાં અનેક રાજાઓ થયા, તેમાં કેટલાક તપસ્યા કરીને મોક્ષે ગયા અને કેટલાક સ્વર્ગે ગયા. આ ભરતક્ષેત્રને વિષે મગધ દેશનું મંડન અને પૃથ્વીને સ્વસ્તિક (સાથીઆ) રૂપ રાજગૃહી નામે નગર છે. તેમાં પ્રત્યેક ઘરમાં યુવાન સ્ત્રી પુરૂષના રતિક્રીડા કરતાં તુટી ગયેલા મુક્તાહારના મેતીઓને પ્રાત:કાળે દાસીઓ વાળી નાખતી હતી. ત્યાં ઘેર ઘેર ઘેડાએ, ઘેર ઘેર દયાદાન, ઘેર ઘેર ચિત્રશાળા અને ઘેર ઘેર રંગશાળાએ વિરાજતી હતી. હંસોને સરોવરની જેમ અને ભ્રમરાએાને પુષ્પમાળાની જેમ એ નગર મહામુનિઓને પણ સદા સેવા કરવા ચોગ્ય હતું. તે નગરમાં હરિવંશમાં મુક્તામણિ જેવો નિર્મળ અને ઉગ્ર તેજ વડે સૂર્ય સમાન સુમિત્ર નામે રાજા થયે. એ રાજા દુવિનીતને શિક્ષા કરનાર, જયલક્ષમીને વરનાર, પિતાના વંશને ઉન્નત કરનાર અને સર્વ રાજાને તાબે કરનાર હતું. જાણે નવમે દિગ્ગજ હાય, આઠમ કુલગિરિ હોય અથવા બીજે શેષનાગ હોય તેમ તે પૃથ્વીને ધારણ કરતા હતા. જિનાગમમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412