Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૭ ] પ્રભુને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન
[૩૫૩ “હે જગત્પતિ! જે તમારા ગુણેનું વર્ણન કરવાને અમારા જેવા પણ તૈયાર થાય છે, “તે તમારા ચરણુદર્શનને જ પ્રભાવ છે. હે પરમેશ્વર! દેશના સમયમાં શાસ્ત્રરૂપ વત્સને પ્રસવ આપનારી તમારી વાણીરૂપ ગાયને અમે વંદના કરીએ છીએ. જેમ ચીકણા પદાર્થના નથી પાત્ર પણ ચીકણું થાય છે, તેમ તમારા ગુણને ગ્રહણ કરવાથી માણસ પણ તત્કાળ ગુણ “થઈ જાય છે. જેઓ અન્ય કર્મને ત્યાગ કરી તમારી દેશના સાંભળે છે, તેઓ ક્ષણવારમાં “પૂર્વકર્મોને પણ ત્યાગ કરે છે. હે દેવ! તમારા નામરૂપ રક્ષામંત્રથી સંવર્મિત થયેલા આ “જગતને હવે પછી પાપરૂપ પિશાચ વળગી શકશે નહીં. હે નાથ! વિશ્વને અભય આપનાર “એવા તમે વિદ્યમાન છતાં હવે કઈને કાંઈ પણ ભય નથી; પણ જ્યારે અમે અમારા “સ્થાનમાં જઈશું ત્યારે તમારો વિરોગ થશે તે અમને ભય છે. હે સ્વામી! તમારી પાસે શાશ્વત વરથી અંધ થયેલા બહિરંગ શત્રુએજ માત્ર શમી જાય છે એમ નહિ પણ અંતરંગ શત્રુઓ જે કામ ક્રોધાદિ છે તે પણ શમી જાય છે. હે પ્રભુ! તમારા નામની સ્મૃતિ કે “જે આ લેક અને પરલોકના વાંછિત મનોરથને આપવામાં કામધેનુ તુલ્ય છે તે હું ગમે ત્યાં “હું તે પણ મને પ્રાપ્ત થયા કરજે.”
આ પ્રમાણે ઇંદ્ર અને સુવ્રત રાજા સ્તુતિ કરીને વિરમ્યા એટલે પ્રભુએ સર્વ જીવને બોધ આપવા માટે ધર્મદેશના આપવા માંડી.
ક્ષાર સમુદ્રમાંથી રત્નની જેમ આ સંસારમાંથી ઉત્તમ સારરૂપ ધર્મને ગ્રહણ કરો. “તે ધર્મ સંયમ, સત્યવચન, પવિત્રતા, બ્રહ્મચર્ય, નિષ્કચનમણું, તપ, ક્ષમા, મૃદુતા, “સરલતા અને મુક્તિ એ દશ પ્રકારે છે પિતાના દેહમાં પણ ઈચ્છા રહિત, પિતાનાઓમાં પણ મમતાએ વર્જિત, નમસ્કાર કરનાર અને અપકાર કરનાર પ્રાણી ઉપર નિરંતર સમદષ્ટિ રાખનાર, નિત્ય ઉપસર્ગ તથા પરિષહેને સહન કરવાને સમર્થ, નિત્ય મિથ્યાદિક ભાવના “યુક્ત હૃદયવાળે, ક્ષમાવાન, વિનયી, ઇંદ્રિાને દમનાર, ગુરૂશાસનમાં શ્રદ્ધાળુ અને જાતિ “વિગેરે ગુણોથી સંપન્ન એવો પ્રાણું યતિધર્મને માટે ગ્યતાવાળો છે. સમકિત મૂળ પાંચ “અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત એમ બાર પ્રકારે ગ્રહસ્થનો ધર્મ છે
“૧ ન્યાયથી દ્રવ્યોપાર્જન કરનાર, ૨ શિષ્ટાચારની પ્રશંસા કરનાર, ૩ સરખા કુલશીલવાન અને બીજા ગોત્રવાળાની સાથે વિવાહ સંબંધ જોડનાર, ૪ પાપથી અહીનાર, ૫ પ્રસિદ્ધ “દેશાચાર આચરનાર, ૬ કદિપણ અવર્ણવાદ નહીં બેલનાર, તેમાં પણ રાજાદિકના વિશેષ “અવર્ણવાદ નહીં બોલનાર, ૭ અતિ પ્રકાશ કે અતિ ગુપ્ત નહીં તેવા, સારા પાડોશવાળા “અને અનેક નીકળવાના માર્ગ વગરના ઘરમાં નિવાસ કરી રહેનાર, ૮ સાદાચારી પુરૂષોની “ સાથે સંગ રાખનાર, ૯ માતાપિતાની પૂજા કરનાર, ૧૦ ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ કરનાર,
૧ બખ્તરવાળા. ૨ જાતિવૈર. ૩ સર્વથા હિંસાત્યાગ. ૪ ભાવ પવિત્રતા–અદત્ત-ભાગ ૫નિર્લોભતા. B - 45
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org