Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 401
________________ ૩૫૮] મુનિસુવ્રત સ્વામી નગરીએ સમવર્યા [ પર્વ ૬ કૂઠું તે સમયે ઉજજયિની નગરીમાં શ્રીવર્ગ નામે રાજા હતા. તેને નમુચિ નામે એક પ્રખ્યાત મંત્રી હતા. એક વખતે મુનિસુવ્રત પ્રભુથી દીક્ષિત થયેલા સુવ્રત નામે આચાર્ય વિહાર કરતા કરતા તે નગરીએ સમવસર્યા. તેમને વાંદવાને નગરજને સર્વ વૈભવ સાથે જતા હતા, તે મહેલના શિખર ઉપર ચડેલા શ્રીવર્સ રાજાના જોવામાં આવ્યા. તે જોઈ સ્વચ્છ બુદ્ધિવાળા રાજાએ નમુચિને પૂછયું કે “આવા અકાળ સમયે આ નગરજને સર્વ ઋદ્ધિ સમેત કયાં જાય છે?” નમુચિ બોલ્ય-નગરની બહાર ઉદ્યાનમાં કઈ મુનિ આવેલા છે તેમને ભક્તિથી વાંદવાને માટે તેઓ સત્વર જાય છે.” રાજાએ કહ્યું- ત્યારે ચાલે, આપણે પણ જઈએ.” નમુચિ બે -“જે તમારે ધર્મ સાંભળવાની ઈચ્છા હોય તો હું તમને ધર્મ કહીશ.” રાજાએ કહ્યું કે “ત્યાં તે હું અવશ્ય જઈશ.” એટલે મંત્રી બે કે-“ભલે આપને જવું હોય તે ચાલે, પણ ત્યાં તમારે તટસ્થપણે રહેવું. હું બધાને વાદમાં જીતીને નિરૂત્તર કરી દઈશ.” પાખંડીઓનું પાંડિત્ય પ્રાકૃત (સાધારણ) લોકમાંજ ચાલી શકે છે. આ પ્રમાણે વાત થયા પછી રાજા, મંત્રી અને રાજાને સર્વ પરિવાર વિવિધ આશય ધરી સુવ્રતાચાર્યની પાસે આવ્યા. તેઓએ સ્વેચ્છાવાદથી મુનિઓને ધર્મ સંબંધી પ્રશ્ન કરવા માંડયા, પરંતુ તેમના ઊંચા નીચા ધડા વિનાનાં વચને સાંભળીને મુનિઓએ કાંઈપણ જવાબ આપ્ય નહીં, મૌન ધરી રહ્યા; એટલે નમુચિ કેધ કરી આહંત શાસનની નિંદા કરત સૂરિપ્રત્યે બે -“અરે ! તમે ગૌરવતાવાળું શું જાણે છે? ત્યારે સુત્રતાચચે તે અનાર્ય મંત્રીને કહ્યું કે-“જે તારી જહુવાપર ખુજલી આવતી હોય તે અમે કાંઈ બેલીએ.” તે વખતે એક મુલક બે-“હે ગુરૂ મહારાજ! વિદ્વત્તાના અભિમાની એવા આ માણસની સાથે તમારે કાંઈ પણ બોલવું યુક્ત નથી. તમે જુઓ, હું સભ્ય થઈ તેને વાદમાં જીતી લઈશ. ભલે તે ગમે તે પક્ષ કહે, તથાપિ હું તેને યથાર્થ રીતે દૂષિત કરીશ.” તે સાંભળી નમુચિભટ્ટ ક્રોધથી કઠોર વાણીએ –“તમે સર્વદા અપવિત્ર, પાંખડી અને વેદથી બાહ્ય છે, તેથી તમે મારા દેશમાં વસવાને ચગ્ય નથી. એટલે જ મારે પક્ષ છે, બીજું તમને શું કહેવું?” સુલક –જે સંજોગ છે તેજ અપવિત્ર છે, અને તેને જે સેવક હોય તે પાંખડી અને વેદબાહા છે; વેદમાં પાણીનું સ્થાન, ખાંડણીએ. ઘંટી, ચૂલે અને માજની (સાવરણ) એ પાંચ સ્થાન ગૃહસ્થાને પાપને માટે કહ્યાં છે તે પાંચ સ્થાનેની જે નિત્ય સેવા કરે છે તેઓ સદા વેદબાહ્ય કહેવાય છે. અમે તે પાંચ સ્થાન રહિત છીએ, માટે શી રીતે વેદબાહ્ય કહેવાઈએ ? પ્લેચ્છ લેકમાં ઉત્તમ જાતિની પેઠે નિર્દોષ એવા અમારે આ દુષવાળા લોકેમાં નિવાસ કરે તે ઉચિત નથી.” આવી રીતે ક્ષુલ્લકે યુક્તિથી વાદમાં પરાભવ કરવાથી તે મંત્રી, રાજા અને રાજાને પરિવાર પિતપતાને સ્થાનકે ગયે. તે રાત્રે ઉઠી નમુચિ મંત્રી નિશાચરની જેમ ઉત્કટ અને ક્રોધથી પ્રજ્વલિત થઈ સુવતા ૧ લઘુ વયને શિષ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412