Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૮ મ ] સુહલકે વાદમાં નમુચિ મંત્રીને કરેલ પરાભવ
[૩૫૯ ચાર્યના શિષ્યને મારવાને આવ્યો. વાદી સપને સ્થભિત કરે તેમ તત્કાળ શાસનદેવીએ તેને સ્થિર કરી નાખે. પ્રાતઃકાળે લોકો તેને તે સ્થિતિમાં જોઈ વિસ્મય પામ્યા. રાજા અને લોકો તે આશ્ચર્ય જોઈ ગુરૂ પાસે ધર્મ સાંભળી હાથી જેમ મદ રહિત થઈ જાય તેમ શાંત થઈ ગયા. તેવી રીતનું અપમાન થવાથી નમુચિ ત્યાં ન રહેતાં હસ્તીનાપુરમાં આવ્ય; કેમકે
અપમાનિત થયેલા માનીનું સ્થાન વિદેશજ છે.” યુવરાજ મહાપ તેને પોતાના પ્રધાનપદપર રાખ્યું. “હમેશા જે બીજા રાજાને પ્રધાન પોતાની પાસે રહેવા આવે, તે રાજાએ તેના વિશેષ અભિલાષી થાય છે.” મહાપદ્યના દેશના પ્રાંત ભાગમાં સિંહબાળ નામે એક રાજા રહેતું હતું, તે આકાશમાં રહેલા રાક્ષસની જેમ દુર્ગમાં રહેવાથી અતિ બળવાન હતે. વારંવાર આસપાસના દેશને લુંટી લુંટીને તે પોતાના કિલ્લામાં પેસી જતા, તેથી કોઈ તેને પકડી શકતું નહીં; એક વખતે કો૫ પામેલા મહાપ નમુચિ મંત્રીને કહ્યું કે “તમે સિંહબાળને પકડવાનો કોઈ ઉપાય જાણે છે?” નમુચિએ કહ્યું-“હે રાજન તેને ઉપાય હું જાણું છું, એવું વચન હું કેમ કહું? કારણકે ઘેર બેસી ગર્જના કરનારા પુરૂષને “ગેહેનદ ” એ અપવાદ લાગ સુલભ છે, માટે તેના ઉપાય કરીને તેના ફળથી જ સ્વામીને બતાવી આપીશ, નહીં તે વચનમાત્રથી ઉપાય કહેવામાં તો કાયર પુરૂ પણ પંડિત થાય છે. મંત્રીનાં વચનથી હર્ષ પામી મહાપ તત્કાળ તેને આજ્ઞા આપી, એટલે તેણે વાયુની જેમ ત્યાં જઈને સિંહબાળના દુર્ગને ખલિત કર્યો. તીક્ષણ ઉપાયને જાણનારા નમુચિએ તે દુર્ગને ભાંગી નાંખે, અને મૃગને જેમ સિંહ પકડે તેમ સિંહબાળને પકડીને મહાપદ્મ પાસે આવ્યા. મહાપદ્મ કહ્યું -મંત્રીરાજ! વર માગે. એટલે તેણે કહ્યું કે “સમય આવશે ત્યારે માગીશ.” તે વચન સ્વીકારી નમુચિ જેને કારભાર કરે છે એ મહાપદ્મ યૌવરાજ્યપદ સારી રીતે પાળવા લાગે.
એક વખતે મહાપદ્મની માતા જવાળાએ સંસારસાગરને તરવામાં કણરથ (નાવિક) જે એક અહંતની પ્રતિમાને રથ કરાવ્યું, અને તેની સાપન્ન માતા લક્ષમીએ મિથ્યાદ્રષ્ટિથી પિતાની પત્નીની સરસાઈ કરવાને એક બ્રહ્મરથ કરાવ્યો. એક વખતે રથયાત્રાનો પ્રસંગ આવતાં લક્ષ્મીએ રાજાની પાસે એવી માગની કરી કે નગરમાં મારો બ્રહારથ પહેલે ચાલે અને પછી એ અહંત રથ ચાલે.” જવાળારાણીએ પણ કહ્યું કે “જે નગરમાં મારે જૈનરથ પ્રથમ ચાલશે નહીં તે મારે હવે અનશન છે.” અને રાણીઓના એ વિચાર સાંભળી સંશય પામેલા રાજાએ બંને રથની યાત્રા અટકાવી. “મધ્યસ્થ માણસને બીજો શો ઉપાય ઉચિત છે?” પછી પિતાની માતા જવાળાને થયેલા દુઃખથી પીડિત એ મહાપદ્મ રાત્રે લેકે સુઈ ગયા એટલે હસ્તીનાપુરમાંથી નીકળી ગયો. સ્વેચ્છાએ આગળ ચાલતાં તે એક મહાટવીમાં આવ્યા. ત્યાં ફરતાં ફરતાં એક તાપસનો આશ્રમ જોવામાં આવ્યો. પ્રિય અતિથિના સમાગમથી તાપસેએ જેને સત્કાર કરે છે એવો મહાપદ્મ ત્યાં પિતાના ઘરની જેમ રહેવા લાગ્યો.
૧ જે ઘરમાં બેઠે બેઠો બેટી ફીશીમારી મારે તે “ગેહેનર્દી' કહેવાય છે. ૨ ચારે આહારને ત્યાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org