Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 408
________________ [૩૯૫ સગ ૮ મિ] વિષ્ણુકુમારનુ આગમન નમુચિની પાસે આવ્યા. નમુચિ સિવાય બીજા સર્વ રાજા પ્રમુખ લોકેએ વંદના કરી. પછી ધર્મકથાપૂર્વક વિષકુમાર શાંતતાથી નમુચિને કહ્યું કે “જ્યાં સુધી ચાતુર્માસ છે ત્યાં સુધી આ સર્વે મુનિએ આ નગરમાં રહે. એ મુનિએ સ્વયમેવ એક ઠેકાણે ચિરકાળ રહેતા નથી, પણ વર્ષાઋતુમાં ઘણા જંતુઓની ઉત્પત્તિ થાય છે, તેથી તેમને વિહાર કર કલ્પ નથી. હે બુદ્ધિમાન રાજા! આવા મોટા નગરમાં અમારા જેવા ભિક્ષુક ભિક્ષાવૃત્તિથી રહે તેમાં તમને શી હાનિ છે? ભરત, અદિત્યયશા અને સમયશા પ્રમુખ રાજાઓએ મુનિઓને ભક્તિથી વાંધા છે, જે કદિ તમે તેવી રીતે ન કરે તે ભલે, પણ નગરમાં તે રહેવા છે.” આ પ્રમાણે વિષકુમારે કહ્યું એટલે નમુચિ મંત્રીએ કેપથી દારૂણ થઈને કહ્યું કે આચાર્ય ! વધારે વચનો બેલશે નહીં, હું તમને અહીં રહેવા દઈશ નહીં.” સમર્થ છતાં ક્ષમાવાળા વિષ્ણુકુમારે ફરીવાર કહ્યું- જે તમારી ઈચ્છા હોય તે આચાર્ય નગરની બહાર ઉધાનમાં નિવાસ કરીને રહે.” અધમ મંત્રીએ ક્રોધ કરી ફરીને તે મહર્ષિને કહ્યું-“તમારા ગંધ પણ સહન કરી શક્યું નથી, માટે તમારે નિવાસ કરવાની હવે પ્રાર્થનાજ કરવી નહીં. નગરમાં કે નગરની બહાર ચેરલોકની જેમ વેતાંબરીને નિવાસ કદિ પણ મર્યાદાને ચગ્ય થશે નહીં. જે તમારે જીવવું પ્રિય હોય તે તમે અહીંથી ચાલ્યા જાઓ; નહીં તે સર્પોને ગરૂડ હણે તેમ હું તમને હણી નાંખીશ.” આવાં નમુચિનાં વચન સાંભળી આહુતિવડે અગ્નિની જેમ વિકુમાર ક્રોધથી પ્રદિપ્ત થયા, તે પણ તેઓ બેલ્યા- “અરે! અહીં અમને રહેવા માટે ત્રણ પગલાં માત્ર ભૂમિ તે આપ.” એટલે નમુચિએ કહ્યું-“તમને ત્રણ પગલા માત્ર ભૂમિ આપું છું; પણ જે તેટલી ભૂમિની બહાર રહેશે તેને હું તત્કાળ હણી નાખીશ.” "તથાસ્તુ' એમ કહી વિષ્ણુકુમારે શરીર વધારવા માંડ્યું. મુગટ, કુંડળ, માળા, ધનુષ્ય, વજ અને ખર્ક ધરતા, મેટા ફુકારાથી જીર્ણ પત્રની જેમ બેચરાને પાડી નાખતા, કમળના પત્રની જેમ ચરણથી પૃથ્વીને કંપાવતા, કલ્પાંત કાળના પવનની જેમ સમુદ્રોને ઉછાળતા, સેતુબંધની પેઠે સરિતાઓને પ્રતીપગમન કરનારી (પાછી વળનારી) કરતા, કાંકરાના સમૂહની જેમ તારાચકને ખેરવતા, રાફડાના રાશિની જેમ પર્વતને ફાડી નાખતા, મહાપરાક્રમી, મહાતેજસ્વી અને સુર અસુરને ભયંકર એવા વિષકુમાર અનુક્રમે વિવિધ રૂપે વધી મેરગિરિ જેવા થયા. તે સમયે ત્રણ જગતને #ભ થતો જોઈ તેમને પ્રસન્ન કરવાને ઈંદ્ર ગાયન કરનારી દેવાંગનાએને આજ્ઞા કરી; તે ગાયિકા દેવીએ ત્યાં આવીને સર્વજ્ઞ શાસ્ત્રમાં કહેલા ભાવને જણાવનાર ગાયન ગાંધાર સ્વરે તેમના કર્ણની સમીપે આ પ્રમાણે ગાવા લાગી–“પ્રાણીઓ કેપથી આ ભાવમાં પણ દગ્ધ થાય છે,” વારંવાર સ્વાર્થમાં મેહિત થાય છે અને મૃત્યુ પામ્યા પછી અનંત દુખવાળા નર્કમાં પડે છે.” આ પ્રમાણે તેમને કેપ શમાવવાને કિનારાની છીએ તેમની આગળ ગાવા લાગી અને નૃત્ય પણ કરવા લાગી. પછી પદુમકુમારના અગ્રજ બંધુ ૧. લક્ષજન પ્રમાણુ શરીર કર્યું. વૈકિય લબ્ધિનું એટલું બળ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412