Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૮ મ] મહાપર્મ કરેલ મદના વળીનું પાણિગ્રહણ
[૩૬૭ અને વિષકુમાર પુત્રને બોલાવી રાજા પદ્મરે કહ્યું “આ સંસાર દુઃખને સાગર છે, રાગીને અપથ્યની ઈચ્છા જેમ રોગની વૃદ્ધિને માટે થાય છે, તેમ પ્રાણીની જે તેના પિષણ માટેની પ્રવૃત્તિ છે તે તેની વૃદ્ધિને માટેજ થાય છે. કુવાની પાસે ગયેલા અંધ પુરૂષને જેમ બાહુ આપનાર પુરૂષ મળી જાય તેમ આ સંસારસમુદ્રમાં પડતે એવો હું તેને ઉદ્ધાર કરવા માટેજ સુવ્રત પ્રભુ અત્રે પધારેલા છે, તેથી આજે મારા રાજ્યઉપર વિષ્ણુકુમારને બેસાડે. હું સુત્રત પ્રભુની પાસે અવશ્ય દીક્ષા ગ્રહણ કરીશ” વિષકુમારે કહ્યું-“પિતાજી! મારે રાજ્યથી સયું; હું તે ગ્રહણ કરવાનું નથી. હું તે તમારી સાથે દીક્ષા લઈ તમારેજ માગે ચાલીશ.” એટલે રાજાએ પદ્મકુમારને બોલાવી આગ્રહથી કહ્યું-“વત્સ ! આ રાજય સ્વીકાર જેથી અમે સુખે વ્રત લઈએ” પદ્મકુમારે અંજલિ જોડી કહ્યું- પૂજ્ય પિતા! જ્યાં સુધી પિતાતુલ્ય આર્ય વિષ્ણુકુમારને હોય ત્યાં સુધી મને તે કાર્ય કરવું ઉચિત નથી, માટે જગતમાં એકજ સમર્થ એવા વિષ્ણુકુમાર રાજ્ય ઉપર અભિષેક કરે, હું એક પદળની જેમ તેમને યુવરાજ થઈને રહીશ.” રાજાએ કહ્યું-તેની પ્રાર્થના કરી, પણ તે તે રાજ્ય ગ્રહણ કરવાને ઈચ્છતે નથી, મારી સાથે દીક્ષા લેવાને ઈરછે છે.” આ પ્રમાણે સાંભળી પદ્મકુમાર મૌન રહ્યો એટલે પત્તર રાજાએ ચકવર્તી પણાના અભિષેક સાથે તેને રાજ્ય ઉપર અભિષેક કર્યો. પછી પદુમકુમારે જેમને નિષ્ક્રમણત્સવ કરેલો છે એવા પદ્મોત્તર રાજાએ વિષ્ણુકુમારની સાથે સુવત મુનિ પાસે જઈએ દીક્ષા લીધી. પહ્મકુમારે પૃથ્વી પર પિતાના શાસનની જેમ સર્વ જનોએ પૂજેલા પિતાની માતાના જેનરથને આખા નગરમાં ફેરવ્યો. રથ ફેરવવાના સમય સુધી સુવતાચાર્ય પદ્દમોત્તર પ્રમુખ શિષ્યો સહિત તે નગરમાં રહ્યા પછી અન્યત્ર વિહાર કર્યો.
અદ્ભુત ચરિત્રવડે શોભનાર પદ્મચક્રીએ પિતાના વંશની જેમ સર્વત્ર જિનશાસનની પણ ઉન્નતિ કરી. ગ્રામ, આકર, નગર અને દ્રોણમુખવિગેરેમાં જાણે નવીન પર્વતે નિષ્પન્ન થયા ન હોય તેવાં કેટીગમે ચૅ કરાવ્યાં. પ ત્તર મુનિ ગુરૂની સાથે વિહાર કરી ઉત્તમ વ્રત પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધિને પ્રાપ્ત થયા. વિષ્ણુકુમાર મુનિએ અદ્દભુત તપસ્યા કરી અને તેના મહિમાથી અનેક લબ્ધિઓવાળા થયા. મેરૂની જેવા ઉન્નત, ગરૂડની જેવા આકાશગામી, દેવની જેવા કામરૂપી અને કામદેવની જેવા સ્વરૂપવાન, એવી વિવિધ ઉપમા પામવાને વિષ્ણુકુમાર ગ્ય થયા, પણ સાધુઓને અસ્થાને લબ્ધિને ઉપયોગ કરવો ઉચિત ન હોવાથી તેઓ કોઈ સ્થળે લબ્ધિ ફેરવત નહેતા.
એક વખતે ચાતુર્માસ કરવા માટે સુવ્રતાચાર્ય સાધુઓના પરિવાર સાથે વિહાર કરતાં કરતાં હસ્તીનાપુરમાં આવીને રહ્યા. આચાર્યને આવેલા જાણી પૂર્વ વૈરને બદલે લેવાની ઈચ્છાએ નમુચિ મંત્રીએ મહાપમને વિજ્ઞપ્તિ કરી કે –“હે નરેંદ્ર પ્રથમ તમે જે મને વરદાન આપેલ છે તે અત્યારે આપ. મહાત્મા લેકેની પાસે થાપણની પેઠે રાખેલું વરદાન નાશ પામતું નથી.” રાજાએ કહ્યું-“તે વરદાન માગો.” એટલે નમુચિએ કહ્યું-“માર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org