Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 407
________________ ૩૬૪]. રજા પત્તરે તથા વિષ્ણકુમારે લીધેલ દીક્ષા. [ ૬ એક યજ્ઞ કરે છે, તેથી યજ્ઞ પૂરો થાય ત્યાંસુધી તમારું રાજ્ય મને આપ. તમે કહેલું વચન સંભારે. સત્ય પ્રતિજ્ઞાવાળા મહાપદ્મ રાજાએ નમુચિ મંત્રીને રાજ્ય ઉપર બેસાડ અને પિતે અંતઃપુરમાં પ્રવેશ કર્યો. પછી નમુચિ કપટથી નગરની બહાર નીકળી બગલાની પેઠે દુષ્ટ ધ્યાન કરતે એક પાપી યજ્ઞમાં દીક્ષિત થયે તેને અભિષેકકલ્યાણ કરવા માટે મંત્રીઓ અને સર્વ ધર્મના આચાર્યો આવ્યા, માત્ર જૈનના શતભિક્ષુઓ આવ્યા નહીં. સર્વ ધર્મના લિંગીએ મારી પાસે આવ્યા અને ઈર્ષ્યાથી શ્વેતાંબરી ભિક્ષુકે આવ્યા નહીં.' આ પ્રમાણે ધારી એ દુર્મતિ તેઓનાં છિદ્ર શોધવા લાગ્યો. પછી સુત્રતાચાર્યની પાસે જઈ આક્ષેપ કરીને તે બે-“જે રાજા હોય તેને સર્વ ધર્મના લિંગીઓ આશ્રય કરે છે. સર્વે તાવને રાજાએથી રક્ષણાય છે, એવું ધારી તપસ્વીએ પિતાના તપને છઠ્ઠો ભાગ રાજાને આપે છે. તમે અધમ પાખંડીઓ મારી નિંદા કરનારા, અભિમાનવડે સ્તબ્ધ, મર્યાદા લેપનારા અને લેકવિરૂદ્ધ તથા રાજયવિરૂદ્ધ વર્તનારા છે, તેથી તમારે મારા રાજ્યમાં રહેવું નહીં; અહીંથી બીજે ચાલ્યા જાઓ. તમારામાંથી જે કઈ અહીં રહેશે તે દુરાશય મારે વધ્ય છે” સૂરિ એલ્યા- “તમને અભિષેક કરે ત્યારે અમારે આવવાનો આચાર નથી તેથી અમે આવ્યા નથી. અમે કોઈની પણ નિંદા કરતા નથી તે સાંભળી નમુચિ ક્રોધ કરીને બે-“આચાર્ય ! હવે વિશેષ વિસ્તાર કરવાની કોઈ જરૂર નથી. જો તમે સાત દિવસ પછી અહીં રહેશે, તે મારે ચરની જેમ નિગ્રહ કરવા ચોગ્ય થશે.” આ પમાણે કહી નમુચિ પિતાને સ્થાનકે ગયે. પછી સૂરિએ મુનિઓને પૂછયું-“હવે આપણે શું કરવું? તે યથાશક્તિ અને યથામતિ કહો.” તેઓમાંથી એક સાધુ બેલ્યા–“વિષ્ણુકુમાર મુનિએ છ હજાર વર્ષ સુધી તપ કરેલું છે, અને હાલ મંદરાચળ ઉપર છે. તે મહાશય પમરાજના ચેષ્ટ બંધુ થાય છે, તે તેનાં વચનથી આ નમુચિ શાંત થઈ જશે. કારણ કે તે પદ્મની જેમ તેના સ્વામી છે. માટે જે વિદ્યાલબ્ધિવાળા સાધુ હોય તે તેમને તેડવાને જાઓ. સંઘના કાર્યમાં લબ્ધિને ઉપયોગ કરો દુષિત નથી.” એટલે એક બીજા સાધુ બેલ્યા કે “હું આકાશમાર્ગે ત્યાં સુધી જવાને શક્તિમાન છું પણ પાછો આવવાને શક્તિમાન નથી, માટે આ કાર્યમાં મારૂં જે કર્તવ્ય હેય તે કહે, હું કરું? ગુરૂ બોલ્યા-“તમને વિષ્ણુકુમાર પાછા લાવશે, માટે તમે તેડવા જાઓ.” એવું ગુરૂએ કહ્યું એટલે તે મુનિ આકાશમાગે ગરૂડની જેમ ઉડીને ક્ષણવારમાં વિષ્ણુકુમાર પાસે આવ્યા. મુનિને આવતાં જઇ વિષ્ણુકુમારે મનમાં વિચાર્યું કે “આ મુનિ વેગથી આવે છે, તેથી કાંઈ સંઘનું કાર્ય હશે, અન્યથા વર્ષાઋતુમાં સાધુઓને વિહાર સંભવે નહીં; તેમજ તેઓ જેવા તેવા કાર્યમાં લબ્ધિઓને ઉપયોગ પણ કરે નહીં. આ પ્રમાણે વિષ્ણુકુમાર ચિંતવતા હતા, ત્યાં તે તે મુનિએ આવીને તેમને વંદના કરી અને પિતાના આગમનનું કારણ કહ્યું. તે સાંભળી વિષ્ણુકુમાર ક્ષણવારમાં તે મુનિને લઈ આકાશમાગે હસ્તિનાપુર આવ્યા અને પોતાના ગુરૂ સુવતાચાર્યને વંદના કરી. પછી સાધુઓના પરિવાર સાથે વિષ્ણુકુમાર ૧. મેરુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412