Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 404
________________ સગ ૮ ]. મહાપ વશ કરેલ મહાન રાજાને હાથી. [૩૬૧ જાણે જન્મથી જ શાંત હોય એ હું હમણાજ કરી દઈશ તે જુવે. તમે સૌજન્યપણાથી જીરૂ થશે નહીં.” આ પ્રમાણે કહી મહાપ કુમારે તેની ઉપર વમુષ્ટિને ઘા કર્યો, જેથી આચ્છાદન વસ્ત્રના વેધની જેમ હસ્તીનું મુખ નીચું થઈ ગયું. પછી એ ઉન્મત્ત હાથી જે કુમારને પકડવાને ઉદ્યમવંત થયે, તેજ વિદ્યુતપાતની જેમ ઉછળીને તેની ઉપર કુમાર આરૂઢ થઈ ગયે. પછી મંડુકાસન વિગેરે નવનવાં આસનેથી આગળ પાછળ અને પડખે ફર્યા કરતા મહાપદ્મે તે હાથીને ઘણે ખેદિત કરી દીધું. કુંભસ્થળ ઉપર લપડાકે મારવાથી, કંઠભાગે અંગુઠાના પીડનથી અને પૃષ્ઠભાગે પાદન્યાસથી મહાપદુમે હાથીને આકુળવ્યાકુળ કરી દીધે. સાબાશીના પિકાર કરતા નગરજને વિસ્મય પામી જેને જોતા હતા અને રાજા મહાસેન બંધુબુદ્ધિથી જેના પરાક્રમનું વર્ણન કરતા હતા એ મહાપ તે નાગને ભમાવીને સ્વેચ્છાએ હસ્તીના બાળકની જેમ તેને રમાડતે તેની સાથે ક્રીડા કરવા લાગ્યો. પછી કેઈ બીજ મહાવતને હાથી સેંપી બીજી કળા ઉપર પગ મૂકી પિતે નીચે ઉતરી ગયે. રાજા મહાસેના તેના પરાક્રમથી અને રૂપથી “આ કુમાર કઈ પ્રધાનકુળમાં જન્મ્યો છે એવું ધારી તેને પિતાને ઘેર લઈ ગયે. ત્યાં પિતાની સે કન્યાઓને તેની સાથે પરણાવી. “ઘેર આવે તે વર પુણ્યથીજ મેળવાય છે.” અહર્નિશ તે રાજકન્યાઓની સાથે ભેગ ભેગવતા કુમારને મદનાવલીનું સ્મરણ નિત્ય શલ્યની જેમ ખુંચવા લાગ્યું. એકદા રાત્રીએ કમળમાં હંસની જેમ મહાપદુમ કુમાર શય્યામાં સુતે હતેતેવામાં પવન જેવા વેગવાળી વેગવતી નામની એક વિદ્યાધરી તેનું હરણ કરવા આવી. ત્યાં નિદ્રાને ભંગ થયે, એટલે કુમારે કહ્યું-“હે ક્ષુદ્રા! મને શા માટે હરે છે?' એમ કહીને વજીના ગેળા જેવી સુષ્ટિ ઉગામી. વિદ્યાધરી બેલી–“હે પરાક્રમી વીર ! કે૫ કરો નહી, સાવધાન થઈને સાંભળે–વૈતાઢયગિરિ ઉપ૨ સુરેાદય નમે એક નગર છે. તેમાં ઈદ્રધનુ નામે એક વિદ્યાધર રાજા છે. શ્રીકાંતા નામે તેની પત્ની છે અને તે દંપતીને જયચંદ્રા નામે એક પુત્રી થઈ છે. ચોગ્ય વર નહીં મળવાથી જયચંદ્રા સર્વ પુરૂષોપર ઠેષ કરનારી થઈ છે, કેમકે “હીન વરવાળી સ્ત્રીઓ જીવતાં માર્યા જેવી છે.” ભરતક્ષેત્રના તમામ રાજાઓને ચિત્રપટમાં આળેખી આળેખીને મેં તેને બતાવ્યા પણ તેને તેમાંથી કેઈ પણ રૂએ નહીં. પછી એક વખતે ચિત્રપટ ઉપર તમારું રૂપ આળેખીને બતાવ્યું, એટલે તત્કાળ તેના હૃદયમાં કામદેવે સ્થાન કર્યું. તમારી જેવા પ્રાણવલ્લભ મળવા દુર્લભ ધારીને એ પુરૂષષિણી સ્ત્રી પોતાના જીવિતવ્યની પણ દ્રષિણી થઈ ગઈ અને “આ પદ્દમોત્તર રાજાને પુત્ર મહાપદ્મ મારે પતિ થાઓ, અન્યદા મરણ મારું શરણ થાઓ” આવી તેણે પ્રતિજ્ઞા કરી. તે જયચંદ્રાને તમારી ઉપર અનુરાગ મેં તેના માતાપિતાને કહ્યો. એગ્ય વરની ઈચ્છા સાંભળીને તત્કાળ તેઓ પણ ખુશી થયા. હું વેગવતી નામની વિદ્યાધરી છું અને હે પ્રભુ! જયચંદ્રાના માતાપિતાની આજ્ઞાથી તમને લઈ જવાને માટે આવી છું. તમારી ઉપર અનુરાગી થયેલી જયચંદ્રાને ધીરજ આપવાને B - 46 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412