Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 400
________________ સર્ગ મ ] મુનિસુવ્રત સ્વામીનું નિર્વાણ [ ૩૫૭ થયું અને શ્રીમલિનાથ સ્વામી મેક્ષ ગયા પછી ચેપન લાખ વર્ષ ગયા ત્યારે શ્રી મુનિસુવ્રત સ્વામીનું નિર્વાણ થયું. એક હજાર મુનિઓની સાથે મુનિસુવ્રત પ્રભુ જ્યારે મોક્ષે ગયા ત્યારે ઇદ્રોએ દેવતાઓ સહિત સંજમથી આવી તેમને વિધિપૂર્વક માટે મોક્ષમહિમા કર્યો. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरूषचरिते महाकाव्ये पष्ठे पर्वणि मुनिसुव्रतस्वामीचरित वर्णनो नाम सप्तमः सर्गः ॥ સગ ૮ મે. మందడదడదడదడదడదడ મહાપદ્મ ચક્રવત ચરિત્ર. શ્રી મુનિસુવ્રત સ્વામી વિહાર કરતા હતા, તે સમયમાં મહાપા નામે ચક્રવર્તી થયા છે તેમનું ચરિત્ર હવે કહીએ છીએ. આ જંબુદ્વીપના પૂર્વ વિદેહની ભૂમિના આભૂષણભૂત સુકચ્છ નામના વિજયમાં શ્રીનગર નામે એક શહેર છે. તે નગરમાં શત્રુરાજાઓના યશરૂપ હંસને નાશ કરવામાં મેઘ સમાન અને પ્રજાપાલન કરવામાં તત્પર પ્રજાપાલ નામે રાજા હતે. એક વખતે અકસ્માત વિધુત્પાતને જઈ વૈરાગ્ય પામેલા તે રાજાએ સમાધિગુપ્ત નામના મુનિની પાસે દીક્ષા લીધી. ચિરકાળ ખધારા જેવું વ્રત પાળી છેવટે મૃત્યુ પામીને તે અમ્યુરેંદ્ર થયા. લેશ માત્ર તપ પણ નિષ્ફળ થતું નથી. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સુરનગરના જેવું હસ્તિનાપુર નામે નગર છે. તે નગરમાં પદ્મદ્રહમાં શ્રીદેવીના નિવાસભૂત મધ્ય કમળની જે ઈશ્વાકુવંશમાં પદ્યોત્તર નામે એક રાજા થયે. તેને ઉજવલ ગુણવાળી, રૂપથી દેવાંગનાનો પણ પરાભવ કરનારી અને સર્વ અંત:પુરના આભૂષણ રૂપ વાળા નામે મુખ્ય રાણી હતી. તેને કેશરીસિંહના સ્વપ્નાએ સૂચિત અને શેભાથી દેવકુમાર જે વિષ્ણુકુમાર નામે એક પુત્ર થયું. ત્યાર પછી પ્રજા પાળ રાજાને જીવ દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ કરી અશ્રુત દેવલોકમાંથી ચ્યવી જવાળા દેવીના ઉદરમાં અવતર્યો. એગ્ય સમયે જવાળાદેવીએ ચૌદ મહા સ્વાએ સૂચિત અને સર્વ શોભાનું ધામ એવા મહાપવા નામના પુત્રને જન્મ આપે. વિષ્ણુકુમાર અને મહાપદ્મ બંને સાદર ભાઈ અનુક્રમે મોટા થયા પછી આચાર્યને નિમિત્ત માત્ર કરીને તેઓએ સર્વ કળા સંપાદન કરી. મહાપદ્મ રાજાને વિજયવાન જાણુ સદ્દબુદ્ધિવાળા પવોત્તર રાજાએ તેને યુવરાજ પદે સ્થાપિત કર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412