Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૫૬]. કાર્તિક શ્રેષ્ઠીનું વૃત્તાંત
[૫ ૬ ફૂડું હતો, તેથી લોકો તેને અતિશય પૂજતા હતા. સર્વ નગરજનોએ અતિ ભક્તિથી પારણે પારણે તેનું નિમંત્રણ કર્યું હતું. પણ ફક્ત સમકિતરૂપ એક ધનને ધારણ કરનારા કાર્તિક શ્રાવકે તેને નિમંત્રણ કર્યું ન હતું; તેથી તે સન્યાસી ભૂતની જેમ નિરંતર કાર્તિક શેઠનાં છિદ્ર જોવામાં તત્પર રહેતે હતે.
એક વખતે જિતશત્રુ રાજાએ તેને પરણને માટે નિમંત્રણ કર્યું. ત્યારે સન્યાસીએ રાજાને કહ્યું- હે રાજન! જે કાર્તિક શેઠ મને ભેજન પીરસશે તે હું તમારે ઘેર પારણું કરીશ.” રાજા તે વાત સ્વીકારીને કાર્તિક શેઠને ઘેર ગયે, અને શેઠની પાસે માગણી કરી કે હે નિર્દોષ શેઠ! તમારે મારે ઘેર આવીને ભગવાન પરિવ્રાજકને પીરસવું.” શેઠે કહ્યું “હે સ્વામી! એવા પાંખડી પરિવ્રાજકને પીરસવું તે અમારે યુક્ત નથી, તથાપિ એ કાર્ય તમારી આજ્ઞાથી હું કરીશ.” એમ કહી તેમ કરવાને સ્વીકાર્યું. પછી શેઠ વિચારવા લાગ્યા કે “જે પ્રથમથી દીક્ષા લીધી હોત તો આ કાર્ય ન કરવું પડત.” એવો ખેદ કરતા કાત્તિક શેડ ગ્ય વખતે રાજગ્રહમાં આવ્યા. જ્યારે કાર્તિક શેઠે પીરસવા માંડયું ત્યારે પરિવ્રાજક વારંવાર તર્જની આંગળી બતાવીને તેને તિરસ્કાર કરવા લાગે. કાર્તિકશેઠે ઈચ્છા વગર તેને પીરસ્યા પછી વૈરાગ્યભાવથી ભગવંતને ત્યાં સમવસર્યા જાણીને એક હજાર વણિકની સાથે ભગવંત પાસે આવીને દીક્ષા લીધી. દ્વાદશાંગીને ધારણ કરી બાર વર્ષ સુધી વ્રત પાળી મૃત્યુ પામીને કાર્તિક શેઠ સૌધર્મ કહ૫માં ઇંદ્ર થયા. પિલા પરિવ્રાજક મૃત્યુ પામીને આભિગિક કર્મવડે તે ઇંદ્રનું વાહન એટલે ઐરાવણ નામે હાથી થયે. પૂર્વ વૈરથી તે ઈંદ્રને જોઈને નાસવા લાગ્યા. ઇંદ્ર બળાત્કારે તેને પકડીને તેની ઉપર આરૂઢ થયા, કેમકે તે તેના સ્વામી છે. તે ઐરાવણે પછી બે મસ્તક કર્યા, એટલે ઈંદ્ર પિતાના બે સ્વરૂપ ક્ય. જેમ જેમ તે હાથીએ જેટલાં જેટલાં મસ્તક કર્યો, તેટલાં તેટલાં ઈંદ્ર પિતાના પણ સ્વરૂપ કર્યા. પછી ત્યાંથી તેને પલાયન થતું જઈને ઈકે વજથી પ્રહાર કરી તે પૂર્વ જન્મના વિરીને તત્કાળ વશ કરી લીધો.
કેવળજ્ઞાન થયા પછી વિહાર કરતાં મુનિસુવ્રત સ્વામીને એકાદશ માસે ઉ| સાડા સાત હજાર વર્ષો વીતી ગયાં. તે વિહારમાં ત્રીશ હજાર મહાત્મા સાધુએ, પચાસ હજાર તપસ્વી સાધ્વીએ, પાંચસો મહા બુદ્ધિમાન ચૌદ પૂર્વ ધારી, અઢારસો અવધિજ્ઞાની, પંદરસો મન ૫ર્યાયજ્ઞાની, અઢારસો કેવળજ્ઞાની, બે હજાર વૈક્રિયલબ્ધિવાળા, એક હજાર ને બસ વાદલબ્ધિવાળા, એક લાખ અને ર્બોતેર હજાર શ્રાવકો, ત્રણ લાખ ને પચાસ હજાર શ્રાવિકાઓઆટલે પરિવાર મુનિસુવ્રત સ્વામીને થે. અનુક્રમે નિર્વાણુકાળ પ્રાપ્ત થ એટલે શ્રી મુનિસુવ્રત સ્વામી સંમેતશિખરે પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓની સાથે અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે જચેષ્ઠ માસની કૃષ્ણ નવમીએ શ્રવણ નક્ષત્રમાં તે મુનિઓની સાથે પ્રભુ શાશ્વતપદ (મોક્ષ) ને પ્રાપ્ત થયા. સાડાસાત હજાર વર્ષ કુમારપણુમાં, તેટલાંક વર્ષ વ્રતમાં અને પંદર હજાર વર્ષ રાજ્યમાં એમ સર્વ મળી ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય મુનિસુવ્રત પ્રભુનું પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org