Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૭ મ ] જિતશત્રુ રાજાના અને પૂર્વભવ
[ ૩૫૫ પામ્યું?” પ્રભુ બોલ્યા-આ સમવસરણમાં જિતશત્રુ રાજાના જાતિવંત અશ્વ વગર બીજુ કોઈ ધર્મને પામ્યું નથી.” તે સાંભળી જિતશત્રુ રાજાએ વિસ્મયથી પૂછયું-“હે વિશ્વનાથ ! એ અશ્વ કેણુ છે કે જે ધર્મને પ્રાપ્ત થયો?” પ્રભુએ તેની નીચે પ્રમાણે કથા કહી–
પવિનીખંડ નગરમાં પૂર્વે જિન ધર્મ નામે એક શ્રેષ્ઠી શ્રાવક હતે. સર્વ નરમાં અગ્રેસર સાગરદત્ત નામે તેને એક મિત્ર હતો. તે ભદ્રકપણથી પ્રતિદિન તેની સાથે જિનચૈત્યમાં આવતે. એક વખતે સાધુઓની પાસેથી તેણે સાંભળ્યું કે “જે અહંત પ્રભુનાં બિંબ કરાવે તે જન્માંતરમાં સંસારને મથન કરે તેવા ધર્મને પામે. તે સાંભળી સાગરદત્ત એક સુવર્ણનું અહંત બિંબ કરાવી મોટી સમૃદ્ધિથી સાધુઓની પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. સાગરદત્ત પ્રથમ મિથ્યાત્વી હતું તેથી તેણે તે નગરની બહાર પૂર્વે એક મોટું શિવાલય કરાવ્યું હતું. ઉત્તરાયણનું પર્વ આવતાં સાગરદત્ત ત્યાં ગયે. ત્યાં શિવપૂજકે ધૃતપૂજાને માટે પ્રથમ સંચય કરી રાખેલા ઠરેલ ઘીના ઘડાઓ ત્વરાથી ખેંચતા હતા. ઘણું દિવસ થયાં પડી રહેલા તે ઘડાની નીચે પિંડાકાર થઈને ઘણી ઉધઈઓ ચાટેલી હતી. તે ઘડા લેવાથી માર્ગમાં પડી હતી. આમ તેમ ચાલતાં પૂજકથી તે ઉધઈને ચગદાતી જોઈ સાગરદન દયા લાવી તેને વસ્ત્રથી દૂર કરવા લાગ્યું. તે વખતે “અરે ! શું તને પેળીઆ યતિઓએ આ નવી શિક્ષા આપી છે?' એમ બોલતા એક પૂજારીએ પગના બળથી ઘા કરીને તે સર્વ ઉધઈને વિશેષ ચગદી નાંખી. સાગરદત્ત શેઠે વિલખા થઈ તેને શિક્ષા થાય એવું ધારી પૂજારીઓના મુખ્ય આચાર્યના મુખ સામું જોયું. આચાર્યું પણ તે પાપની ઉપેક્ષા કરી, એટલે સાગરદત્તે વિચાર્યું કે “આ નિર્દય પાપીઓને ધિક્કાર છે. જે આ દારૂણ હૃદયવાળા પુરૂષો પોતાના આત્માને અને યજમાનને દુર્ગતિમાં પાડે છે તેને ગુરૂબુદ્ધિએ શા માટે પૂજવા?” આવો વિચાર કર્યા છતાં પણ તેના આગ્રહથી તેણે શિવપૂજન કર્યું. પરિણામે સાગરદત્ત શેઠ સમક્તિને પ્રાપ્ત ન કરવાથી, દાનશીલને સ્વભાવ ન હોવાથી અને મેટ આરંભ કરીને ઉપાર્જન કરેલા ધનની રક્ષાને માટેજ એકનિષ્ઠા ધરી રહેવાથી મૃત્યુ પામીને આ જાતિવંત અશ્વ થયેલ છે, અને તેને બંધ કરવાને માટે હું અહીં આવ્યો છું. પૂર્વ જન્મમાં તેણે જિનપ્રતિમાં કરાવેલી હતી. તેના પ્રભાવથી અમારો ધર્મોપદેશ સાંભળીને તે ક્ષણવારમાં પ્રતિબોધ-ધર્મ પામે છે.” ભગવંતનાં આવા વચનથી લેકેએ વારંવાર સ્તુતિ કરેલા એ અશ્વને રાજાએ ખમાવીને વેચ્છાચારી કર્યો. (છોડી મૂક્યો.) ત્યારથી ભરૂચ શહેર અધાવબોધ નામે પવિત્ર તીર્થ તરીકે લેકમાં પ્રખ્યાત થયેલું છે.
જગતના ઉપકારી મુનિસુવ્રત પ્રભુ દેશના સમાપ્ત કરી, ત્યાંથી વિહાર કરીને અન્યદા હસ્તિનાપુર નગરે સમવસર્યા. તે નગરમાં જિતશત્રુ નામે રાજા હતા અને એક સહસ્ત્ર વણિકને સ્વામી કાત્તિક શ્રેણી નામે એક શ્રાવક હતે. એકદા કષાયલા વસ્ત્ર પહેરનારો અને ભાગવત વ્રત ધરનારો એક સન્યાસી તે નગરમાં આવ્યું. માસ માસ ઉપવાસ કરીને તે પારણુ કરતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org