Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 397
________________ ૩૫૪] પ્રભુએ આપેલ દેશના [ પર્વ ૬ ફૂ ૧૧ નિંદિત કાર્યમાં નહીં પ્રવનાર, ૧૨ આવકના પ્રમાણમાં ખર્ચ કરનાર, ૧૩ દ્રવ્યની “સ્થિતિ પ્રમાણે વેષ રાખનાર, ૧૪ આઠ પ્રકારના બુદ્ધિના ગુણે યુક્ત, ૧૫ હંમેશા ધર્મ સાંભળનાર, ૧૬ અજીર્ણમાં ભેજનને ત્યાગ કરનાર, ૧૭ પાચનશક્તિ પ્રમાણે વખતસર ભોજન કરનાર, ૧૮ એકબીજાને બાધ ન કરે તેવી રીતે ત્રણે વગ (ધર્મ, અર્થ, કામ) “ને સાધનાર, ૧૯ અતિથિને, સાધુને અને દીન પુરૂષનો યથાગ્ય સત્કાર કરનાર, ૨૦ કદિ પણ દુરાગ્રહ નહીં કરનાર, ૨૧ ગુણ ઉપર પક્ષપાત રાખનાર, ૨૨ દેશકાળને અનુચિત “આચારણ તજી દેનાર, ૨૩ સ્વપરના બળાબળને જાણનાર, ૨૪ સદાચારી અને જ્ઞાનવૃદ્ધની “પૂજા કરનાર, ૨૫ પિષ્ય વર્ગનું પિષણ કરનાર, ૨૬ દીર્ઘદશી, ૨૭ વિશેષ જાણનાર, ૨૮ “કૃતજ્ઞ, ૨૯ કપ્રિય, ૩૦ લજજાવાન, ૩૧ દયાળુ, ૩૨ સૌમ્ય, ૩૩ પરોપકાર કરવામાં તત્પર, “૩૪ અંતરંગ છ શત્રુઓના વગનો પરિહાર કરનાર અને ૩૫ ઇઢિઓને વશ રાખનાર“એ પુરૂષ ગૃહસ્થધર્મને છે (અર્થાત્ આ માર્ગાનુસારીના ૩૫ ગુણને ધારણ કરનાર “પ્રાણ ગૃહીધર્મ-સમકિત મૂળ બારવ્રત ગ્રહણ કરવાને યોગ્ય છે). આ સંસારમાં મનુષ્ય“જન્મની સાફલ્યતાને ઈચ્છનારો પુરૂષ જે યતિધર્મ લેવાને અશક્ત હોય તે તેણે સદા “શ્રાવકધર્મ આચરવો.” આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ઘટએ દીક્ષા લીધી અને કેટલાક શ્રાવક થયા. અહતની દેશના સફળ જ હોય છે. મુનિસુવ્રત પ્રભુને ઇંદ્રાદિક અઢાર ગણધર થયા. પ્રભુ દેશનાથી વિરામ પામ્યા એટલે ઈદ્ર ગણધરે દેશના આપી. તેમની દેશના પણ વિરામ પામ્યા પછી પ્રભુને વંદના કરી ઇદ્ર અને સુવ્રત વિગેરે જન તિપિતાને સ્થાનકે ગયા. તે પ્રભુના તીર્થમાં ત્રણ નેત્રવાળે, ચાર મુખવાળ, વેતવણ, જટાધારી, વૃષભ પર બેસનારે, ચાર દક્ષિણ ભુજામાં બીરૂં, ગદા, બાણ તથા શક્તિ અને ચાર વામ ભુજામાં નકુળ, અક્ષસૂત્ર, ધનુષ્ય અને પરશુ ધારણ કરનાર વરૂણ નામે યક્ષ શાસનદેવતા થયે; તેમજ ગૌરવણ, ભદ્રાસન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને અક્ષસૂત્ર અને બે વામ ભુજામાં બીરું અને ત્રિશૂલ ધરનારી નરદત્તા નામે શાસનદેવી થઈ એ બન્ને મુનિસુવ્રત સ્વામીના તીર્થમાં શાસનદેવતા કહેવાયા. એકદા એ બંને શાસનદેવતા જેમની સાનિધ્યમાં રહેલા છે એવા પ્રભુ પૃથ્વી પર વિહાર કરતાં કરતાં ભૃગુકચ્છ (ભરૂચ) નગરે સમવસર્યા. તે નગરનો રાજા જિતશત્રુ જાતિવંત અશ્વ ઉપર ચઢી પ્રભુને વંદના કરવા આવ્યા અને દેશના સાંભળવા બેઠે. તે વખતે જિતશત્રુ રાજાને જે અશ્વ હતું તેણે પણ રોમાંચિત થઈ ઉંચા કર્ણ કરી પ્રભુની દેશના સાંભળી. દેશનને અંતે ગણધરે પ્રભુને પૂછ્યું કે સ્વામી! આ સમવસરણમાં અત્યારે ધર્મને કોણ ૧ પિષણ કરવા યોગ્ય સ્ત્રી, પુત્ર, કુટુંબ પરિવારાદિ. ૨ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અથવા બીજાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412