Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૫૨ ]
પ્રભુની શકે કે કરેલ સ્તુતિ અને દીક્ષા [પર્વ ૬ ઠું કારાગ્રહમાંથી અપરાધીઓને મિક્ષ કરી અને દ્રવ્યનાં દાન આપી લોકોને પ્રસન્ન કર્યા. જ્યારે એ પ્રભુ ગર્ભમાં હતાં ત્યારે તેમની માતા મુનિની જેમ સુત્રતા (સાર વતવાળા) થયા હતા, તેથી પિતાએ તેમનું મુનિસુવ્રત એવું નામ પાડ્યું. ત્રિવિધ જ્ઞાનવડે જેમને આત્મા પવિત્ર છે એવા પ્રભુ લેકમાં બાળક્રીડથી અજ્ઞાન નાટય કરતાં અનુક્રમે મોટા થયા. યૌવનવય પ્રાપ્ત થતાં પ્રભુની વિશ ધનુષ્યની કાયા થઈ. પિતાએ તેમને પ્રભાવતી વિગેરે રાજપુત્રીઓની સાથે પરણાવ્યા. મુનિસુવ્રત સ્વામીને પ્રભાવતી દેવથી પૂર્વ દિશામાં રાંદ્રની જેવો સુત નામે એક કુમાર થયે. સાડાસાત હજાર વર્ષો ગયા પછી પ્રભુએ પિતાએ આરોપણ કરેલા રાજ્યભારને ગ્રહણ કર્યો. પૃથ્વીનું પાલન કરતાં પંદર હજાર વર્ષે નિર્ગમન થયાં, ત્યારે પ્રભુના જાણવામાં આવ્યું કે હવે ભાગ્ય કર્મને ક્ષય થયેલ છે. તેવામાં કાંતિક દેવતાઓએ આવી વિજ્ઞપ્તિ કરી કે “ સ્વામી ! તીર્થ પ્રવર્તાવો.” એટલે પ્રભુએ વાર્ષિક દાન આપવા માંડ્યું. ક્ષત્રિય વ્રતરૂપ ધનને ધારણ કરનાર અને ન્યાયરૂપ કમળમાં ભ્રમર સમાન પિતાના પુત્ર સુવ્રતને પ્રભુએ રાજ્યપર બેસાડ્યો. પછી દેવતાઓએ અને સુવ્રતરાજાએ જેમને નિષ્ક્રમણત્સવ કરેલ છે એવા મુનિસુવ્રત પ્રભુ એક સહસ્ત્ર પુરૂષાએ વહન કરવા એવી અપરાજિતા નામની શિબિકા૫ર આરૂઢ થઈ નીલગુહા નામના ઉધાનમાં આવ્યા. તે ઉધાન નવીન કળિઓના ઉઘડવાથી જાણે દાંતાળાં હોય અને નવપલ્ફના દેખઠવથી જિવા કાઢતાં હોય તેવાં આમ્રવૃક્ષેથી ભતું હતું; આમ તેમ પવને ઉડાડેલા જીણું પત્રના મર્મર શબ્દથી આકાશમાં જતી એવી વસંતસંપત્તિને બેલાવતું હતું, સિંદુવાર પુષ્પની અનિવાર્ય શોભાને જોઈ શકતા ન હૈય તેમ મદ રહિત થયેલા ડોલરનાં પુ તેમાં રહેલાં હતાં, અને ઉદય પામતા દમનક પુષ્પના સુગંધથી તે વિશેષ સમૃદ્ધિવાન લાગતું હતું. એવા ઉદ્યાનમાં જઈ ફાલ્ગન માસની શુકલ દ્વાદશીએ શ્રવણ નક્ષત્રમાં પાછલે પહેરે એક હજાર રાજાઓની સાથે પ્રભુએ છઠ્ઠ તપ કરીને દીક્ષા ગ્રહણ કરી. ત્રીજે દિવસે રાજગૃહી નગરીમાં બ્રહ્મદત્ત રાજાને ઘેર મુનિસુવ્રત પ્રભુએ ક્ષીરાનવડે પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. બ્રહાદત્ત રાજાએ પ્રભુના ચરણને સ્થાને એક ૨ત્નપીઠ ૨ચાવી. પછી નિઃસંગ, મમતા રહિત અને સર્વ પરિષહાને સહન કરતાં પ્રભુએ અગ્યાર માસ સુધી વિહાર કર્યો. પાછા ફરીને વિહાર કરતાં કરતાં નીલગુહ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં ચંપકવૃક્ષની નીચે પ્રતિમા
ને રહ્યા. ફાલગન માસની કણ દ્વાદશીએ ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં ઘાતકર્મના ક્ષય થવાથી પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ઇંદ્રાદિક દેવતાઓએ આવી બસે ને ચાલીશ ધનુષ્ય ઉંચા અશોક વૃક્ષવાળું સમવસરણ રચ્યું. તેમાં પ્રવેશ કરી ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા દઈ “તીય નમ:, એમ બોલી પ્રભુ સિંહાસન ઉપર બીરાજ્યા. વ્યંતર દેવતાઓ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુનાં પ્રતિબિંબ વિકુવ્વ. શ્રીમાન્ ચતુર્વિધ સંઘ યોગ્ય સ્થાને બેઠે. પ્રભુને સમવસર્યા જાણી સુવ્રત રાજા ત્યાં આવ્યું અને સ્વામીના ચરણમાં નમી ઇંદ્રની પછવાડે બેઠે. પછી ઇંદ્ર અને સુવ્રતે પ્રભુને નમી લલાટ ઉપર અંજલિ જેડી ભક્તિગર્ભિત સ્તુતિ આ પ્રમાણે કરી–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org