Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 391
________________ ૩૪૮] વનમાળાને પ્રાપ્ત કરવા મંત્રીએ મોકલેલ પંડિતા આત્રેયા [ પર્વ ૬ ઠુંઠું આત્રેયી બેલી-“તારા અર્થને સંપાદન કરી દઉં. મંત્રતંત્ર જાણનારને અને પુણ્યવંતને અસાધ્ય શું છે?' વનમાળા બોલી–“હે માતા! આજે માર્ગમાં હાથી ઉપર બેસીને જતા અને જાણે પ્રત્યક્ષ કામદેવ હોય તેવા દેખાતા રાજાને મેં જોયા છે, ચંદનના પ્રવાહ જેવા તેમના દર્શનથી પણ મારા દેહમાં તે તીવ્ર કામ જવર પ્રગટ થયે છે. હે ભગવતિ ! તક્ષક નાગના માથાના મણિની જેમ મારા કામ જવરને હરનારો તેને સમાગ મુજ રાંક સ્ત્રીને દુર્લભ છે, તે તેમાં તમે શું કરી શકશે?” આત્રેયી બેલી–“વત્સ! હું મંત્રબળથી દેવ, દૈત્ય, ચંદ્ર, સૂર્ય અને વિદ્યાધરને પણ આકર્ષ: તે તે રાજા શા હિસાબમાં છે? હે અનઘે! હું પ્રાતઃકાળે રાજાની સાથે તારો વેગ કરાવીશ. જે તે ન થાય તે મારે વળતા અગ્નિમાં પ્રવેશ કરે; માટે તું ધીરજ રાખજે.” આ પ્રમાણે વનમાળાને આશ્વાસન આપી પરિવ્રાજિકા ત્યાંથી ચાલી નીકળી, અને રાજાને માટે પ્રાયઃ સિદ્ધ કરેલે અર્થ તેણે સુમતિ મંત્રીને કહ્યું. મંત્રીએ રાજાને તે વાત કહીને આશ્વાસન આપ્યું, “ઘણું કરીને પ્યારી સ્ત્રીને મેળવવાની પ્રત્યાશા પણ સુખને માટેજ થાય છે.” પ્રાતઃકાળે આત્રેયીએ જઈને વનમાળાને કહ્યું કે “મેં સુમુખ રાજાને તારા પ્રેમમાં જોડી દીધો છે, માટે હે વત્સ! ઉઠ, હમણાંજ રાજાના મંદિરમાં જઈએ. ત્યાં જઈને રાની જેમ રાજાની સાથે તું સુખે ક્રીડા કર.” વનમાળા તરતજ આત્રેયીની સાથે રાજગૃહમાં ગઈ. રાજાએ અનુરાગથી તેને અંતઃપુરમાં રાખી અને પછી ક્રીડાવન, નદી, ક્રીડાવાપી અને ક્રિીડાલ વિગેરેમાં વિહાર કરતા સુમુખ રાજા તેની સાથે વિષયસુખ અનુભવવા લાગે. હવે પેલે વિરકુવિદ વનમાળાના વિયેગથી ભૂત વળગ્યું હોય, ગાંડ થયે હોય કે ઉન્મત્ત થયેલ હોય તેમ ચારે તરફ ભમવા લાગે. તેનાં સર્વ અંગ ધૂળિથી ધુંસરાં થઈ ગયાં હતાં, જીણું વસ્ત્રના કટકા પહેર્યા હતાં, માથાના કેશ વિસંસ્થલ હતા, રૂંવાડા અને નખ લાંબા વધ્યા હતા, અને કેળાહળ કરતા બાળકોથી વિંટાયેલે તે ફરતે હતે. “હે વનમાળા ! હે વનમાળ! તું ક્યાં છે? મને દર્શન આપ. અરે પ્રિયા ! તેં આ નિરપરાધીને એકદમ કેમ ત્યાગ કર્યો? અથવા જે મશ્કરીમાં ત્યાગ કર્યો હોય તે હવે લાંબે કાળ આમ કરવું ઉચિત નથી, અથવા તારા રૂપથી લુબ્ધ થયેલા કેઈ રાક્ષ, યક્ષ કે વિદ્યાધરે તારૂં હરણ કરેલું હશે? અરે ! આ નિભંગી એવા મને ધિક્કાર છે!” આ પ્રમાણે વારંવાર નગરમાં ચેક ચેક, ત્રીકે ત્રીકે અને શેરીએ શેરીએ ફરીને એ વિરકુવિંદ રાંકની જેમ કાળ નિગમન કરવા લાગ્યા. એક વખતે વાનરની જેમ બાળકોથી વીંટાયેલે તે તેવી રીતે બોલતાં બોલતા રાજાના ગૃહાંગણમાં આવી ચઢયો. ત્યાં નિર્માલ્ય માલ્યને ધરતા અને પિશાચે વળગ્ય હોય તે દેખાતો તે વિરકુવિંદ કૌતુક જોવામાં ઉત્કંઠિત એવા રાજકોથી વીંટાઈ વજે. મોટા તાળીઓના નાદ સાથે મળેલ તેની પછવાડે લાગેલા લોકોને માટે કેળાહળ સુમુખ રાજાના સાંભળવામાં આવ્યો, તેથી આ શું હશે? એવી જિજ્ઞાસાથી રાજા વનમાળાની સાથે તેને જોવા પિતાના આંગણામાં આવ્યો. વિકૃતિ ભરેલી જેની આકૃતિ થઈ ગઈ છે તે, મલીન, શૂન્ય મનવાળે થઈ ગયેલે, લેકએ તિરસ્કાર કરાતે, રજથી ભરેલું અને “હે વનમાળા ! હે વનમાળા! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412