Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 390
________________ સગ ૭ મ ] વનમાળાને જોઈ સુમુખ રાજાનું કામાર્તાપણું [૩૪૭ વચનથી પિતાના ચિત્તને માંડમાંડ સ્થિર કરી રાજા યમુના નદીને કિનારે રહેલા મોટા ઉદ્યાનમાં આવ્ય; પરંતુ એ બાળાએ તેનું ચિત્ત હરી લીધું હતું તેથી મનોહર મંજરીવાળા આમ્રવનમાં, નાચી રહેલા નવપલવવાળા અશક વનમાં, ભ્રમરાઓના સમૂહથી આકુળ એવા બેરસલીના ખંડમાં, જેનાં પત્રો પંખા જેવાં છે એવા કદલી વનમાં, વસંતલક્ષ્મીની કણિકા જેવા કરેણના વનમાં અને બીજા કોઈ પણ રમણીય સ્થળમાં તેને જરા પણ પ્રીતિ ઉત્પન્ન થઈ નહીં. આવી રીતે રાજાનું મન ઉદ્વેગ પામેલું જોઈ સુમતિ નામને મંત્રી કે જે રાજાના મનેભાવને જાણતું હતું, તેણે અજાણ્યો થઈ રાજાને પૂછ્યું-“હે નાથ! મનને વિકાર કે શત્રુઓને ભય એ બે શિવાય રાજાને મેહ થવામાં ત્રીજું કાંઈ પણ કારણ સંભવતું નથી. તેમાં પરાક્રમથી જગતને દબાવનાર એવા તમને શત્રુથી ભય હોવાને તે સંભવ જ નથી; તેથી જે કાંઈ મનને વિકાર થવાનું કારણ હોય અને તે જે ગુપ્ત રાખવા ચગ્ય ન હોય તો મને કહેવાને યોગ્ય છે.” રાજ બે-“હે મંત્રી ! નિષ્કપટ શક્તિવાળા એવા તમારાથીજ મેં શત્રુઓને વશ કર્યા છે, તેમાં આ મારી ભુજાઓ તો માત્ર સાક્ષીરૂપ છે, તે હવે નિશ્ચયે ખાત્રી છે કે મારા મનેવિકારને પણ ઉપાય કરવાને તમે શક્તિમાન છે, તેથી શામાટે હું તમને તે ન જણાવું? સાંભળે, હમણાં હું અહી આવતું હતું તે વખતે માર્ગમાં સર્વ સ્ત્રીઓનાં સર્વ સ્વરૂપને લુંટનારી કોઈ અંગના મારા જેવામાં આવી છે, તેણીએ મારા ચિત્તને હરી લીધું છે, તેથી હું કામાતુર થઈને પીડાવું છું; માટે તેને ગ્ય ઉપાય કરો.” મંત્રી બે -“હે પ્રભુ! તે ઉપાય મારા જાણવામાં આવ્યું છે. તે વીરકુવિંદની વનમાળા નામે સ્ત્રી હતી. તેને હું સત્વર તમને મેળવી આપીશ. માટે તમે હાલ તે પરિવાર સાથે સ્વસ્થાનકે જાઓ.” આવાં મંત્રીનાં વચન સાંભળી રાજા રોગવાળાની જેમ મનથી રહિત હોય તેવી રીતે શિબિકામાં બેસી તે વનમાળાનું જ ચિંતવન કરતે સ્વસ્થાનકે ગયે. પછી સુમતિ મંત્રીએ વિચિત્ર ઉપાય જાણવામાં પંડિતા આત્રેયી નામે એક પરિત્રાજિકા હતી તેને વનમાળાને માટે મોકલી. આત્રેયી તત્કાળ વનમાળાને ઘેર ગઈ. વનમાળાએ વંદના કરી એટલે એ પરિવાજિકા આશીષ આપીને બોલી–“હે વત્સ! હિમઋતુમાં પદ્મિનીના જેમ તું નિસ્તેજ કેમ લાગે છે? દિવસે ચંદ્રકળાની જેમ તારા ગાલ ફીક્કા કેમ પડી ગયા છે? શૂન્ય દ્રષ્ટિને લીધે જાણે કોઈ ચિંતામાં હોય તેમ કેમ જણાય છે? તેં મને પ્રથમ ઘણીવાર તારૂં દુઃખ કહ્યું છે, તે છતાં આજે કેમ કહેતી નથી?” તે સાંભળી વનમાળા નિઃશ્વાસ મૂકી અંજળિ જોડીને બોલી “ભદ્ર! જેમાં સ્વાર્થ સરે દુર્લભ છે એવી મારી કથા શું કહું ! એક ગધેડી ક્યાં અને ઉચ્ચશ્રવા અશ્વરાજ કયાં! શૃંગાલની યુવતિ કયાં અને કેશરીસિંહને કિશોર કયાં! બીચારી ચકલી કયાં અને પક્ષીઓને રાજા ગરૂડ ક્યાં! તેમ હુ કુવિંદ જાતિની સ્ત્રી કયાં અને તે દુર્લભ પ્રાણવલ્લભ કયાં? કદિ ઉપર કહેલને યોગ કેઈ દેવગે પણ થાય, પરંતુ હીનજાતિવાળી એવી મારી સાથે તેમને સંગ સ્વપ્નમાં પણ અસંભવિત છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412