Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 389
________________ ૩૪૬] વનમાળાને જોઈ સુમુખ રાજાનું કામાત્ત પણું [પર્વ દ હું નહીં. વાણીને નિયમમાં રાખનારા મુનિએ પણ રાત્રિદિવસ તેના ગુણોનું વર્ણન કરી પિતાનું વાચંયમત્વ (વાણીનો નિયમ) છેડી દેતા હતા. એકદા હૃદયને આનંદ આપનાર નંદન નામે મુનિ તે નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. તેમની પાસે રાજા વંદન કરવા ગયો. ભક્તિથી વાંદીને તે આગળ બેઠે. મુનિની દેશના સાંભળીને સુરશ્રેષ્ઠ રાજાને ભવ ઉપર વૈરાગ્યભાવના ઉત્પન્ન થઈ તેથી તે નંદનમુનિની પાસે જ તેણે તત્કાળ દીક્ષા લીધી અને સાત્વિકશિરોમણિ તે રાજાએ યથાયોગ્ય રીતે તેનું પ્રતિપાલન કર્યું. અહંતની ભક્તિ વિગેરે સ્થાનના આરાધનથી તીર્થકર નામકર્મ ઉપાર્જન કરી, મૃત્યુ પામીને તે પ્રાણત દેવલેકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને તે હરિવંશમાં અવતર્યા તેથી તે હરિવંશની ઉત્પત્તિ પ્રથમ કહીએ છીએ. - આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં વત્સ દેશના મંડનારૂપ કૌશાંબી નામે નગરી છે. તે નગરીમાં શ્રીખંડચંદનના રસની જેવા સુગધી યશવડે દિશાઓના મુખને મંડિત કરનાર સુમુખ નામે રાજા હતા. સને જાંગુલી મંત્રની જેમ રાજાઓને તેની આજ્ઞા અલંધ્ય હતી, અને ઇંદ્રના જેવું તેનું અદ્વિતીય ઐશ્વર્ય હતું. સામ–સાંત્વનને યોગ્ય એવા પુરૂષોમાં તે સામસાંત્વન કરનાર હિતે, પિતાની જેમ તેનું હૃદય મૃદુ હતું, અને મૃતકમાં માંત્રિકની જેમ દાનસાધ્ય પુરૂષોમાં તે દાન કરતા હતા. લેઢામાં અયસ્કાંત મણિની જેમ તે માયાવી પુરૂષોમાં ભેદ કરતો હતો, અને બીજે યમરાજ હોય તેમ દંડનીય પુરૂષને તે દંડ આપતો હતો. એક વખતે કામદેવને સખા વસંતઋતું આવતાં સુમુખ રાજા ક્રીડા કરવાને માટે ઉધાનમાં જવા ચાલ્યું. તે ગજારૂઢ થઈને જતું હતું, તેવામાં માર્ગમાં વીરવિંદની વનમાળા નામની એક કમળલોચના સ્ત્રી તેના જેવામાં આવી. એ મનહર બાળાનાં સ્તન પુષ્ટ અને ઉન્નત હતાં. ભુજલતા કમળના જેવી કોમળ હતી. મધ્ય ભાગ વાની જે અલ૫ હતો. નિતંબમંડળ નદીતટની જેવું વિશાળ હતું. તેની નાભિ નદીની જળભમરી જેવી ગંભીર હતી. ઉરૂભાગ હાથીની સુંઢના જેવો હતો. હાથપગ નવીન સુવર્ણ કમળના જેવાં આરક્ત હતાં, ભ્રકુટી નમેલી હતી, તેણે ડાબે હાથે નિતંબ ઉપર સુંદર વસ્ત્ર રાખ્યું હતું, અને દક્ષિણ હાથે સ્તન ઉપરથી લઈને ઉત્તરીયા વસ્ત્ર ધર્યું હતું આવી સુંદર બાળાને જોઈને સુમુખ રાજા કામાત્ત થઈ ગયો. તત્કાળ ગજેંદ્રની ચાલને મંદ કરાવી મનમાં વિચારવા લાગ્યું કે “અહા! આ સુંદરી કેઈન શાપવડે સ્વર્ગમાંથી ભ્રષ્ટ થયેલી અપ્સરા હશે! વા મૂત્તિમાન વનલક્ષમી કે વસંતશોભા હશે! વા કામદેવથી વિગ પામેલી રતિ હશે! વા પૃથ્વી પર આવેલી નાગકુમારી હશે! અથવા વિધાતાએ કૌતુકથી આ સ્ત્રીરત્ન બનાવ્યું હશે !” આવી રીતે ચિંતવતા રાજાએ પોતાને હાથી ત્યાંને ત્યાં આમતેમ ફેરવવા માંડ્યો, પણ જાણે કોઈની રાહ જોતા હોય તેમ તે આગળ ચાલે નહીં. એટલે “હે રાજા! સર્વ સિન્ય આવી ગયું છે; છતાં તમે અદ્યાપિ કેમ વિલંબ કરે છે?' એવી રીતે ભાવને જાણવાની ઈચ્છાવાળા મંત્રીએ રાજાને પૂછયું. આવાં મંત્રીનાં ૧. દંડ કરવા યોગ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412