Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૬ ઠ્ઠો ] મલ્લકુમારીએ પિતાના ઉપર આશક્ત થયેલ છે રાજાઓને આપેલ બેલ [૩૪૧ લડાઈ કરવાને નિશ્ચય કર્યો. પછી છ વર્ષધર પર્વતની જેવા તે છ રાજાએ સૈન્યથી પૃથ્વીને આચ્છાદન કરતા મિથિલાપુરી પાસે આવ્યા. પ્રવેશને અને નીકળવાના દ્વારને રોકવામાં ચતુર એવા તેઓએ ચંદનના વૃક્ષને સર્પોની જેમ મિથિલાનગરીને વીંટી લઈને ફરતે ઘેરે નાખે. કેટલાક દિવસ સુધી રહેલા આવા ઘેરાથી ખેદ પામેલા કુંભરાજા એક દિવસ તે સંબંધી ચિંતા કરતા હતા, તેવામાં મલકુમારી ત્યાં આવ્યા. તેણે કહ્યું- હે તાત! તમે ઉગી થયા છે તેમ કેમ જણાએ છે?” એટલે કુંભારાજાએ પિતાને ઉદ્વેગ થવાનું કારણ કહ્યું. તે સાંભળી મલ્લીકુમારી બેલ્યા–“પિતાજી! ગૂઢ પુરૂષે મોકલી પ્રત્યેક રાજાને કહે કે તેમને મલ્લીકુમારી આપીશ. એમ કહી તે છએ રાજાઓને સમજાવો. અને પછી મારી પ્રતિમા જ્યાં રાખેલી છે, તેની આગળના છએ ઓરડામાં તેઓને સાયંકાલે વેત વસ્ત્ર ધરાવીને ગુપ્ત રીતે જુદા જુદા લાવે.” કુંભરાજાએ તે પ્રમાણે ગોઠવણ કરી એટલે તેઓ આવીને ત્યાં હાજર થયા. પછી પેલા કમાડની જાળીમાંથી સર્વેએ મલીકુમારીની પ્રતિમા જોઈ “અહો પુણ્યાગે આ સુંદર લેનવાળી સુરૂપ મલ્લીકુમારી આપણે પ્રાપ્ત કરી.” એમ પ્રત્યક્ષ મલ્લીકુમારીની બુદ્ધિથી પ્રત્યેક તેનું અનુરાગપૂર્વક ચિંતવન કરવા લાગ્યા, એવામાં પ્રતિમાની પછવાડે જે દ્વાર કરાવ્યું હતું ત્યાંથી મલીકુમારીએ પ્રચ્છન્નપણે તેમાં પ્રવેશ કર્યો અને પ્રતિમા વડે સંતાઈ રહીને તેમણે તાળવાને ઢાંકવાનું જે કમળ હતું તે પાડી નાખ્યું. તત્કાળ પ્રથમ નાંખેલા કોહી ગયેલા આહારને ગંધ તેમાંથી ફુરી નીકળે. તે વિષ્ટાની દુર્ગધ જે અસહ્ય હેવાથી નાસિકાને અત્યંત બાધા કરવા લાગ્યા, છએ કમાડની જાળીમાથી નીકળીને તે દુગધ છએ ઓરડામાં ફેલાયે. તેથી છએ રાજાઓની નાસિકાને ફાડી નાખતો હોય તેમ તે અપ્રિય થઈ પડશે. એટલે વસ્ત્રવડે નાસિકાને ઢાંકીને શત્રુઓથી કાયરની જેમ તેઓ ત્યાંથી પરાડ-મુખ થઈ ગયા. તે વખતે મલીકુમારીએ અંદરથી કહ્યું કે “તમે પરાડુ મુખ કેમ થાઓ છે?” તેઓ બેલ્યા-અમે આ દૂધને સહન કરી શક્તા નથી.” પછી મલ્લીકુમારી પ્રગટ થઈને બોલ્યા- “આ પ્રતિમા તે સુવર્ણની છે, પણ એમાં પ્રતિદિન આહારને કવળ નખાય છે તેથી તેની આવી ગંધ આવે છે. તો માતાપિતાના વીર્ય અને લેહીથી ઉત્પન્ન થયેલા ગર્ભમાં પ્રથમ કલલ (પરપોટે) જેવું થઈ પછી માંસની પેશીરૂપે થતાં માતાના કરેલા આહારના સત્વથી બનેલા રસથી પિષિત થયેલા, એારના પડદામાં તથા નરકમાં મગ્ન થયેલા અને વિષ્ટા મૂત્રથી વાસિત એવા આ શરીરને માટે તે શું કહેવું! આવી રીતે જેની ઉત્પત્તિ છે એવા વિણાના કોઠારૂપ, રસ, રૂધિર, માંસ, ચરબી, અસ્થિ, મજજા અને વીર્યથી ભરેલા, મૂત્રને એક સ્ત્રોત, મ્ (બડખા) ની મસક અને શહેરની ગટર જેવા દુગધી શરીરમાં શું કાંઈ પણ સાર છે? જેમ ઉષર જમીનમાં અમૃતની વૃષ્ટિ પણ ખાર રૂપ થઈ જાય, તેમ એ શરીરને સુંગધી કરવા માટે લગાવેલા કપૂર વિગેરે સુંગધી પદાર્થો પણ મળરૂપ થઈ જાય છે. એવી રીતે બહાર અને અંદર બીભત્સ એવા આ શરીરની ઉપર શું વિવેકી પુરૂષે જરા પણ રાગ ધારણ કરે? અર્થાત્ નજ કરે. અરે મુગ્ધ રાજાઓ ! આજથી ત્રીજા ભવે તમે મારી સાથે દીક્ષા લઈને તપ કર્યો હતો તે કેમ સંભારતા નથી?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org