Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૬ ઠ્ઠો ] પ્રભુએ આપેલ દેશના
[૩૪૩ “રક્ષાના તિલક જેવા થાય છે. હે પ્રભુ! તમે જન્મથીજ બ્રહ્મચારી હેવાથી તમારે દીક્ષા “પણ જન્મથીજ છે અને તેથી તમારો બધે જન્મ વતપર્યાયમાંજ છે એમ હું માનું છું. “હે નાથ! જ્યાં તમારૂં દર્શન નથી તે ઘર શા કામનું છે? અને તમારા દર્શનથી પવિત્ર “એવું આ બધું ભૂમિતળ કલ્યાણરૂપ છે. હે પ્રભુ! આ સંસારરૂપ શત્રુથી ભય પામેલા મનુષ્ય, દેવ અને તિર્યંચ પ્રાણીઓને તમારૂં સમવસરણ એક શરણ આપનાર કિલ્લાભૂત છે.. તમારા ચરણમાં સ્પર્શ કર્યા સિવાયના બીજા જે કાંઈ કર્મો છે તે સર્વ કુકર્મો છે, તેઓ
આ સંસારની સ્થિતિના કારણ એવાં કમને પ્રસવ્યાજ રરે છે. તમારા ધ્યાન વિના જે “બીજાં ધ્યાન છે તે સર્વ દુર્ગાન છે, જેનાથી પિતાના તંતુથી કરોળીઆની જેમ પિતાનો “આત્માજ બંધાય છે. તમારા ગુણની કથા વિના જે કથા છે તે સર્વ દુષ્ટ કથા છે, જેનાથી
વાણીવડે તિત્તિર પક્ષીની જેમ પ્રાણી વિપત્તિને પામે છે. હે જગદ્ગુરૂ ! તમારા ચરણકમળની “સેવાના પ્રભાવથી આ સંસારનો ઉચછેદ થાઓ અથવા ભવે ભવે તમારી ભક્તિ થયા કરો.”
આ પ્રમાણે સ્તુતિ કરીને ઇંદ્ર અને કુંભ રાજા વિરામ પામ્યા પછી ચતુર્વિધ સંઘ સાંભળવાને ઉત્સુક થવાથી મલ્લીનાથ પ્રભુએ દેશના દેવાને આરંભ કર્યો.
આ સંસાર સ્વતઃ અપાર છતાં પૂર્ણિમાના દિવસવડે સમુદ્રની જેમ રાગાદિકથી વિશેષ “વૃદ્ધિ પામે છે. જે પ્રાણીઓ અમંદ આનંદને ઉત્પન્ન કરનાર સમતારૂપ જળમાં સ્નાન કરે
છે, તેઓને રાગદ્વેષરૂપ મળ તત્કાળ ધોવાઈ જાય છે. કેટી જન્મ સુધી તીવ્ર તપને “આચરવાવડે પ્રાણી જે કર્મને હણી શકતો નથી, તે કર્મને સમતાના આલંબનથી અધ
ક્ષણમાં હણી નાખે છે. કર્મ અને જીવ જે સાથે મળી ગયેલાં છે, તેને જ્ઞાનવડે આત્મનિશ્ચય “કરનાર સાધુ પુરૂષ સામાયિકરૂપ શલાકાથી જુદા કરી દે છે. રોગી પુરૂષે સામાયિકના કિરણ વડે રાગાદિક અંધકારને નાશ કરી પિતામાં પરમાત્મસ્વરૂપને જુએ છે. સ્વાર્થ માટે નિત્ય વર “ધરનારા પ્રાણીઓ પણ સમતાવાળા સાધુજનના પ્રભાવથી પરસ્પર સનેહ ધરે છે. ઈષ્ટ અનિષ્ટપણે
રહેલા ચેતન અને અચેતન પદાર્થો વડે જેનું મન મેહ પામતું નથી તે પુરૂષમાંજ સમતા “કહેવાય છે. બહુ ઉપર ગોશીષચંદનનો લેપ કરે અથવા ખર્ષથી તેને છેદ કરે તો પણ
જેની મનોવૃત્તિ ભેદાય નહીં-સમાન વર્તે તેનામાં અનુપમ સમતા છે એમ સમજવું. સ્તુતિ કરનાર તથા પ્રીતિ રાખનાર અને ક્રોધાંધ તથા ગાળ આપનાર ઉપર જેનું ચિત્ત સમાન વર્તે છે તે પુરૂષજ સમતાનું અવગાહન કરે છે. જેમાં કાંઈ હોમ, જપ કે દાન કરવું પડે “નહીં તેમ છતાં માત્ર સમતાથીજ પરમ નિવૃત્તિ (મોક્ષ) પ્રાપ્ત થાય; અહા ! તે કેવી અમૂલ્ય “ખરીદી! પ્રયત્નથી ખેંચેલા અને કલેશદાયક રાગાદિકની ઉપાસના શા માટે કરવી? પ્રયત્ન “વગર મેળવી શકાય તેવું અને મનહર સુખકારી સમતાપણુંજ ધારણ કરવું, પક્ષ હોવાને “લીધે સ્વર્ગ અને મક્ષ તો ગુપ્ત છે, પણ સમતાનું સુખ તે સ્વસંવેદ્ય હોવાથી પ્રત્યક્ષ છે, “તેને કોઈ ઢાંકી શકતું નથી. કવિઓના કહેવાથી રૂઢ એવા અમૃતપર શા માટે મોહિત થવું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org