Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 386
________________ ૩૪૪] મલ્લીનાથ પ્રભુને પરિવાર [ પ ૬ ઠું “જેને રસ પોતાના અનુભવમાં આવે છે એવા સમતારૂપ અમૃતનું જ નિરંતર પાન કરવું. ખાદ્ય, લેહ્ય, ચુષ્ય અને પિય–એ ચારે પ્રકારના રસથી વિમુખ એવા મુનિએ પણ હમેશાં “સ્વેચ્છાએ સમતારૂપ અમૃતરસને વારંવાર પીધા કરે છે. જેના કંઠમાં સર્પ નાખે કે મંદાર “પુષ્પની માળા પહેરાવે, તથાપિ જેને પ્રીતિ કે અપ્રીતિ થતી નથી તે ખરેખરો સમતાને પતિ છે. જે ગૂઢ નથી, અવાર્ય નથી અને બીજી કોઈ રીતે જેની પ્રાપ્તિ મુશ્કેલ નથી એવી “એક સમતાજ અને કે બુદ્ધિવાનને આ સંસારરૂપ પીડાનું ઔષધ છે. અતિ શાંત એવા “ગીઓમાં પણ એક કૂર કમ રહેલું છે કે જે સમતારૂપ શસ્ત્રથી રાગાદિકના કુળને હણી “નાખે છે. સમતાનો પરમ પ્રભાર પ્રથમ તો એ જ છે કે જેથી એક અદ્ધ ક્ષણમાં પાપી જને “પણ શાશ્વતપદને પામી જાય છે. જેના હોવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્ન સફળ થાય છે અને જેના ન હોવાથી તે ત્રણ રત્ન નિષ્ફળ થાય છે, એવા મહા પરાક્રમી “સમતા ગુણથી સદા કલ્યાણ છે. જયારે ઉપસર્ગો આવી પડયા હોય અથવા મૃત્યુ પ્રાપ્ત થયેલ હોય, ત્યારે તત્કાળ કરવા યોગ્ય અને શ્રેષ્ઠ ઉપાય સમતાના જે બીજે કઈ નથી. રાગ દ્વેષને જય કરવાને ઈચ્છતા એવા પુરૂષે મેક્ષરૂપ વૃક્ષનું એક બીજા અને અતિ અદ્ભુત સુખને આપનારૂં સમતાપણું સદા ધારણ કરવું.” મલ્લીનાથ પ્રભુની આવી દેશનાથી તે છ રાજાઓએ પ્રતિબંધ પામીને દીક્ષા લીધી અને કુંભરાજા વિગેરે શ્રાવક થયા મલી પ્રભુને ભિષક વિગેરે અઠ્યાવીશ ગણધર થયા. પ્રભુની દેશના થઈ રહ્યા પછી પ્રથમ ગણુધરે દેશના આપી. બીજે દિવસે તેજ વનમાં રહેલા વિશવસેન રાજાની તરફથી પ્રભુને પરમ અન્નવડે પારણું થયું. પછી મલલીનાથના ચરણને નમી ઇંદ્રાદિક દેવતાઓ અને કુંભ વિગેરે રાજાઓ પોતપતાને સ્થાનકે ગયા. પ્રભુ મલ્લીનાથના તીર્થમાં ઇંદ્રાયુધ સરખા વર્ણવાળ, ચાર મુખવાળ, હાથીના વાહનપર બેસનારે, ચાર દક્ષિણ ભુજામાં વરદ, પરશુ, ત્રિશૂલ અને અભયને રાખનારે અને ચાર વામણુજાઓમાં બીજેરૂં, શક્તિ, મુદ્ગર અને અક્ષસૂત્રને ધરનારે કુબેર નામે યક્ષ શાસનદેવતા થયે તથા કૃષ્ણ વર્ણવાળી, કમળના આસન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને અક્ષસૂત્ર અને બે વામ ભુજામાં બીજેરૂં અને શક્તિ ધરનારી વૈરટચા નામે શાસનદેવી થઈ. તે બંને દેવતા શ્રી મલ્લીનાથ પ્રભુના શાસનદેવતા કહેવાય. પછી ત્યાંથી ભવ્યલકને બેધ કરવાને માટે ગ્રામ, આકર અને નગર વિગેરેમાં મલલીનાથ પ્રભુ વિહાર કરવા લાગ્યા. ચાલીશ હજાર મહાત્મા સાધુઓ, પંચાવન હજાર તપસ્વી સાચવીએ, છસો ને અડસઠ ચૌદ પૂર્વ ધારી, બે હજાર બસ અવધિજ્ઞાની, સત્તરસ ને પચાપ મન:પર્યવજ્ઞાની, બે હજાર ને બસો કેવળજ્ઞાની, બે હજાર નવસો વૈક્રિય લબ્ધિવાળા, એક હજાર ને ચાર વાદલબ્ધિવાળા, એક લાખ ને ત્રાશી હજાર શ્રાવકે અને ત્રણ લાખ ને સીત્તેર હજાર શ્રાવિકાઓ-આટલે પરિવાર એકસો વર્ષ ઉણા પંચાવન હજાર વર્ષ સુધી વિહાર કરતાં મલલીનાથ પ્રભુને થયે અભિક્ષક એવું નામ પણ અન્યત્ર કહેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412