Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૬ ] છ દ્વતેએ મલ્લીકુમારીની કરેલ માગણી
[૩૩૯ થાય? રૂધિરવડે લીંપાએલું વસ્ત્ર શું રૂધિરવડે ધેવાથી શુદ્ધ થાય? માટે વિવેકમૂળ ધર્મ છે, તે અવિવેકીને થતું નથી. તેવા પુરૂષને તપસ્યા પણ કેવળ કલેશને માટે થાય છે, તેમાં કોઈપણ સંશય નથી.” આ પ્રમાણે મલીકુમારીએ કહ્યું, એટલે ચક્ષા પરિત્રાજિકા વિલખી થઈ નીચું મુખ કરી રહી કારણ કે પ્રભુનાં યુક્તિવાળાં વચનને બાધિત કરવાને કોણ સમર્થ થાય? પછી “અરે પાખંડી ! આવા દર્ભના આસન પર બેસી તું આ વિશ્વને કેટલો વખત થયાં છેતરે છે?' એમ કહી દાસીઓએ તેને તિરસ્કાર કર્યો. તે વખતે ચક્ષાએ મનમાં ચિંતવ્યું કે “રાજ્યસંપત્તિવડે ઉન્મત્ત થઈ ગયેલી આ રાજકુમારીકાઓ અને તેના છંદે વર્તનારા તેના પરિવારે મારે જે તિરસ્કાર કર્યો છે, તેનું વૈર વાળવાને માટે મારી બુદ્ધિ પહોંચાડીને આ રાજકુમારી જ્યાં ઘણી શેક હેય તેની વચમાં ફેંકી દઉં, અર્થાત્ ઘણી રાણીઓવાળો રાજા પરણે એમ કરું, જેથી એ દુઃખી થાય.” આ પ્રમાણે ચિંતવી ક્રોધથી મનમાં ધમધમી રહેલી તે પરિવ્રાજિકા ત્યાંથી નીકળીને કાંપિલ્યપુરમાં જિતશત્રુ રાજાની પાસે ગઈ. રાજાએ મેટા સત્કારથી તેના દર્શન કર્યા. એટલે આશીર્વાદ આપીને તે પિતાના આસન પર બેઠી. રાજાએ અંતઃપુર સાથે ભક્તિપૂર્વક તેની વંદના કરી. તેણે ત્યાં પણ દાન અને તીર્થાભિષેકના ધર્મને ઉપદેશ કર્યો. રાજાએ કહ્યું-“ભગવતિ! તમે આ પૃથ્વી પર પરતંત્ર થયા વગર વેચ્છાએ સર્વત્ર ફર્યા કરે છે, માટે હું તમને પૂછું છું કે-આ મારા અંતઃપુરની સ્ત્રીઓ જેવી અપૂર્વ સ્ત્રીઓ તમે કઈ ઠેકાણે જોયેલી છે?” તે સાંભળી ચેક્ષા હસતી હસતી બોલી–“હે રાજા! કૂવાના દેડકાની જેમ તમે તમારા અંતઃપુરને કેમ બહુ માને છે ? મિથિલાનગરીમાં કુંભરાજાને ઘેર મલી નામે એક સુંદર કન્યારત્ન છે. તે સર્વ મૃગાક્ષીઓમાં ચૂડામણિ છે. તેના માત્ર એક અગુંઠાની જે શોભા છે તે દેવાંગના કે નાગકન્યાઓમાં પણ જોવામાં આવતી નથી. વધારે શું કહું! તે મનહર બાળાના શરીરના બાંધાની શોભા, તેનું સૌંદર્ય અને તેના લાવણ્યની સંપત્તિ કેઈ જુદી જ છે. તે સાંભળતાંજ પૂર્વના સનેહને લીધે જિતશત્રુ રાજાએ તેની પ્રાર્થનાને માટે કુંભરાજાની પાસે એક દૂત મોકલ્યો.
અહીં મલ્લીકુમારીએ પિતાના પૂર્વ જન્મના મિત્ર છાએ રાજાઓને અશેકવાડીમાં બેધ થવાનું છે એવું અવધિજ્ઞાનવડે જાણીને તે વાડીની અંદર મહેલના એરડાની મધ્યમાં મનેહર રત્નપીઠ ઉપર એક પિતાની સુવર્ણમય પ્રતિમા કરાવીને સ્થાપના કરી. એ પ્રતિમાના પવરાગ મણિવડે અધર કર્યા, નીલમણિથી કેશ રચ્યા, ઇંદ્રનીલ અને ફાટિક મણિના લેચન બનાવ્યાં, પ્રવાળાના હાથ પગ રચ્યા, છિદ્રવાળું (પેલું) ઉદર કર્યું. તાળવાના ભાગમાં છિદ્ર કર્યું અને તેની ઉપર સુવર્ણમય કમળનું ઢાંકણું કર્યું. બીજાં સર્વ અવયવે અતિ રમણીય બનાવ્યાં, અને તે પ્રતિભાવાળા ઓરડાની ફરતી ભીંત ચણાવી. તેમાં તાળાં દીધેલાં કમાડવાળાં છ દ્વારા કરાવ્યાં, તે દ્વારની આગળ નાના નાના છ એરડા કરાવ્યા અને પ્રતિમાની પછવાડાની ભીંતમાં એક બીજું દ્વાર પડાવ્યું. પછી એ પ્રતિમાના તાળવા ઉપર સર્વ આહારને એક એક પિંડ મૂકી તે પર સુવર્ણ મળ ઢાંકી દઈને મલ્લીકુમારી પ્રતિદિન ભજન કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org