Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 380
________________ ૩૩૮] ચક્ષા પરિત્રાજિકાનું મલ્લકુમારીની દાસીઓએ કરેલ અપમાન [ પર્વ ૬ ઠું પાસે એક વિચિત્ર ચિત્રશાળા કરાવવા માંડી હતી. તેમાં ચિતરનારા ચિત્રકારોમાં એક ચિત્રકાર ઘણા ચતુર હતો. ફક્ત એક પગ જોવામાં આવે તો પણ તેને અનુસાર સર્વ અંગનું યથાસ્થિત ચિત્ર કરવાની તેને લબ્ધિ પ્રાપ્ત થયેલી હતી. એક વખતે પડદામાંથી મલીકુમારીના પગને અંગુઠે તેના જેવામાં આવ્યું, તેને અનુસરે અંગોપાંગ સહિત મલ્લીકુમારીનું યથાર્થ રૂપ આળખી લીધું. અન્યદા મલ્લકુમાર તે ચિત્રશાળામાં કીડા કરવાને ગયે, અને તેમાં કરેલાં ચિત્ર જેવા લાગ્યો, તેવામાં ચિત્રમાં રહેલી મલ્લીકુમારીને જોઈ સાક્ષાત્ મલ્લીકુમારી છે એવું ધારી લજજાથી તરત પાછો ફર્યો. તે વખતે ધાત્રીએ કહ્યું-“કેમ પાછા ફર્યા ત્યારે કુમાર બે -“અહીં મારી બેન મલીકુમારી છે, તે ત્યાં શી રીતે ક્રિીડા કરાય ?? ધાત્રીએ બરાબર જોઈને કહ્યું–કુમાર ! આ સાક્ષાત મલ્લીકુમારી નથી પણ એ તે ચિત્રમાં આળેખેલ છે, માટે પાછા આવે.” તેમ જાણી મલ્લકુમારને ક્રોધ ચડ્યો, તેથી પેલા ચિત્રકારને દક્ષિણ હસ્ત છેદી નાખ્યો અને તેને પિતાના નગરમાંથી કાઢી મૂક્યો. તેણે હસ્તિનાપુરમાં જઈ અદીનશત્રુ રાજાને તે વૃત્તાંત કહ્યો અને પછી મલ્લીકુમારીનું વર્ણન કરવા માંડયું-“હે રાજન ! આ સર્વ જગતરૂપ આકાશમાં ચંદ્રલેખા સદ્ગશ તે મલ્લીકુમારી જેવી કેઈ બીજી સુંદર સ્ત્રી કે ઠેકાણે છે નહીં, થઈ નથી અને થશે પણ નહિ. જે કઈ તે સુંદર કન્યાને જોઈ પછી અન્ય કન્યાને જુએ છે તે મહાનીલમણિને જોઈ કાચના કટકાને જુએ છે. આ જગતમાં રૂપ, લાવણ્ય, ગતિ અને બીજી ચેષ્ટાથી તે બાળા નદીઓમાં ગંગાની જેમ સર્વ સ્ત્રીઓમાં મુખ્ય છે.” આ પ્રમાણે તેનું વર્ણન કરીને પછી ચિત્રકારે ચિત્રનું ફલક આકષી રાજાને બતાવ્યું. તેને જોઈ વિસ્મય પામેલા અને પૂર્વ સનેહથી ઉત્કંઠિત થયેલા રાજાએ તેની યાચના કરવાને કુંભરાજાની પાસે પિતાને દૂત મક. અભિચંદ્રને જીવ પણ વૈજયંત વિમાનથી અવી કાંપિલ્યપુર નગરમાં જિતશત્ર નામે રાજા થયેલ હતું. તેના પુણ્યથી આકર્ષાઈને દેવલોકમાંથી અપ્સરાઓનું વૃંદ આવ્યું હોય તેમ ધારણું વિગેરે તેને એક હજાર રાણીઓ હતી. અહીં મિથિલા નગરીમાં શેક્ષા નામે એક વિચક્ષણ પરિત્રાજિકા હતી. તે રાજાના અને ધનાઢય પુરૂષનાં ઘરમાં ફરતી ફરતી આ પ્રમાણે કહેતી હતી કે–“દાન કરવાથી અને તીર્થના અભિષેકથી થયેલે ધર્મ સ્વર્ગ અને મોક્ષને હેતુ છે. એ અમારૂં તત્વવચન છે.” આ પ્રમાણે કહેતી તે પરિવ્રાજિકા નગરના અને દેશના લોકોને પોતાના ધર્મમાં પ્રવર્તાવતી હતી. એક વખતે ફરતી ફરતી તે કુંભરાજાના દરબારમાં જ્યાં મલ્લીકુમારી રહેતી હતી તે મહેલમાં આવી ચડી. ત્યાં પ્રથન હાથમાં ત્રિદંડ રાખી, કષાયેલાં વસ્ત્ર ધરીને તે ઉભી રહી. પછી દર્ભવડે કમંડલમાંનું જળ પૃથ્વીપર છાંટી તેના પર પિતાનું આસન પાથરીને બેઠી. બીજા માણસની જેમ મલ્લીકુમારીને પણ તે ધર્મોપદેશ કરવા લાગી. તે સાંભળી ત્રણ જ્ઞાન ધરનારા મલ્લીકુમારી બેલ્યા–“જેટલાં દાન છે તે સર્વ ધર્મને માટે નથી. જે સર્વ દાન ધર્મ માટેજ થતાં હોય તે બિલાડી અને કુતારાનું પિષણ પણ ધર્મને માટે થાય. જીવહિંસા જેમાં રહેલ છે એવા તીર્થાભિષેકથી શી રીતે પવિત્રતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412