Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 382
________________ ૩૪૦ ] કુંભરાજાએ તેનો કરેલ તિરસ્કાર હવે જે છ રાજાઓએ મલ્લીકુમારીને માટે પિતાના દૂત મોકલ્યા હતા, તેઓ એક સાથે મિથિલાપતિની પાસે આવ્યા. સર્વમાં પ્રથમ દૂતે કહ્યું-“અનેક સામંત રાજાઓ મસ્તક વડે જેના ચરણકમળને માર્જિત કરે છે એવા, મહા પરાક્રમી, મહા ઉત્સાહી, રૂપમાં કામદેવ જેવા, સૌમ્યતામાં ચંદ્ર જેવા, પ્રતાપમાં સૂર્ય જેવા અને બુદ્ધિમાં ગુરૂ જેવા, સાકેતપુરના અધિપતિ પ્રતિબુદ્ધિ રાજા તમારી નિર્દોષ કન્યા મલ્લીકુમારીને પરણવાને ઇચ્છે છે. તમારે કોઈ બીજાને કન્યા તો અવશ્ય આપવી જોઈશે, તે અમારા રાજાને આપીને તેને સ્વજન કરવાને તમે ચોગ્ય છે.” બીજો દૂત બેલ્યો-“ધું સારા પ્રમાણુ દીર્ઘ ભુજાવાળા, પુષ્ટ સ્કંધવાળા, વિશાળ લેચનથી શોભતા, કુલીન, ચતુર, સત્ય પ્રતિજ્ઞાવાળા, રણભૂમિમાં તીવ્ર, સર્વ શાસ્ત્રના અભ્યાસી અને સર્વ શામાં શ્રમ કનાર એવા ચંદ્રની છાયા જેવા શીતળ ચંપાનગરીના પતિ ચંદ્રછાય નામે યુવાન રાજા તમારી પુત્રી મલ્લીકુમારીને માગે છે. તો તેને આપવાને તમે ગ્ય છે.” ત્રીજા ને કહ્યું-“યાચકોનો ચિતામણિ, ક્ષત્રિયને શિરોમણિ, શરણે છુને શરણ કરવા યોગ્ય, વિર્યવંતમાં શ્રેષ્ઠ, જયશ્રીનું ક્રીડાગૃહ અને ગુણીજનનો બગીચ-રૂકૃમિ નામે શ્રાવસ્તી નગરીને રાજા તમારી કન્યાને ઇચ્છે છે માટે હે રાજા! વિધિએ મેળવેલા ઉચિત એવા વરવધુને વેગ કરો, તમે યોગ્યતાને જાણનારા છે.” ચોથો દૂત બે -“અદ્ભુત ઐશ્વર્યથી ઇંદ્રના યક્ષપતિ કુબેરને જીતનાર, વાચાળ, સોંદર્યમાં કામદેવ સમાન, શત્રુઓના ગર્વને હરનાર, સદાચાર રૂપ માર્ગના વટેમાર્ગ, શાસનમાં ઇંદ્ર સમાન અને શંખના જેવા ઉજવળ યશને ધારણ કરનાર શંખ નામે કાશી નગરીના રાજા છે, તે તમારી પાસે તમારી કન્યાની પ્રાર્થના કરે છે તે સ્વીકારો.” પાંચમા દૂતે કહ્યું–“હે મિથિલાપતિ! મોટા બળવડે હસ્તી જેવ, હાથચાલાકીવાળા, મહાપરાક્રમી, અનેક રણમાં પસાર થયેલ, દ્રઢ હૃદયવાળે, સારી બુદ્ધિવાળો, યુવાન, કીર્તિરૂપી વેલનો પ્રહણ, ગુણરત્નનો એક રોહણાચળ અને દીન અનાથ જનને ઉદ્ધાર કરનાર હસ્તીનાપુરનો સ્વામી અક્રીનશત્રુ રાજા તમારી કન્યા મલ્લીકુમારીને માગે છે તે આપ.” છઠ્ઠો દૂત બે-“હાથીઓથી પર્વતની જેમ શત્રુઓથી અકંપનીય, નદીઓથી સમુદ્રની જેમ ઘણી સેનાથી ચારે તરફ પરવરેલે, અપ્રતિહત શક્તિવાળા સેનાનીથી ઇંદ્રની જે અને સર્વ શત્રુઓને જીતનાર કાંપિલ્યપુરને અધિપતિ જિતશત્રુ રાજા મારા મુખે તમારી કન્યાને પ્રાર્થે છે, માટે વિલંબ વગર તેને આપ.” આ પ્રમાણે છએ તેનાં વચન સાંભળી કુંભરાજા બેલ્યા- “અપ્રાર્થિત વસ્તુની પ્રાર્થના કરનારાં, મૂઢ અને બહુમાની એવા તે અધમ રાજાએ કોણ છે? આ મારૂં કન્યારત્ન ત્રણ જગતમાં શિરરત્ન છે, તેને પરણવાને ઇંદ્રાદિક દેવતાઓની પણ ચગ્યતા નથી. તે ગરીબ હતો ! તમારા દુરાશયવાળા સ્વામીઓએ આ મનોરથ વૃથા કરેલા છે, તેથી શીધ્ર અહીથી, તમે ચાલ્યા જાઓ. મારા નગરમાંથી સત્વર નીકળે.” આ પ્રમાણે તિરસ્કાર, કરેલા તે દૂતેએ ત્યાંથી નીકળી ઉતાવળા પિતપોતાના સ્વામી પાસે આવી ક્રોધરૂપ અગ્નિમાં પવન જેવો આ સંદેશે કહ્યો, પછી છએ રાજાઓએ પોતાને સરખે પરાભવ થવાથી પરસ્પર દૂતે મોકલીને કુંભરાજા સાથે મોટી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412