Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૩૬]
મહાકુંવરીની માગણી માટે આવેલા દૂતે [ પર્વ ૬ ઠંડું સ્વર્ગમાં પણ અસંભવિત છે. તેના સ્વરૂપની આગળ ચક્રવતીનું રત્ન, કામદેવની પત્ની રતિ અને ઇંદ્રાણી પ્રમુખ દેવીઓ તે સર્વે તૃણતુલ્ય છે. એ કુંભરાજની કુમારી એકવાર પણ જેના જોવામાં આવી હોય તે અમૃત રસના સ્વાદની જેમ તેના રૂપને ભૂલી શકતો નથી. મનુષ્યમાં અને દેવતાઓમાં તે મલ્લીકુમારીના જેવી કોઈ નારી નથી. તેનું અદ્વૈત રૂપ વાણીથી પણ અગોચર છે.” તે સાંભળી પૂર્વજન્મના અનુરાગથી પ્રતિબુદ્ધિ રાજાએ તેને વરવા માટે કુંભરાજાની પાસે એક દૂત મોકલ્ય.
તે અરસામાં ધરણને જીવ પણ વૈજયંત વિમાનથી ચ્યવી ચંપાપુરીમાં ચંદ્રછાય નામે રાજા થશે. તે ચંપાપુરીને નિવાસી અહંન્નય નામે એક શ્રાવક વ્યાપાર કરવાને માટે વહાણુમાં બેસી સમુદ્રયાત્રા કરવા નીકળ્યો હતો, તે વખતે ઇંદ્ર દેવસભામાં એવી પ્રશંસા કરી કે “અહંન્નયના જે કોઈ દ્રઢ શ્રાવક નથી. તે સાંભળી ઈર્ષ્યાવાન થયેલા એક દેવતાએ સમુદ્રમાં આવી ક્ષણવારમાં મેઘાડંબર સાથે ઉત્પાતના જે પવન ઉત્પન્ન કર્યો. વહાણ ડુબવાના ભયથી તેમાં બેઠેલા વ્યાપારીઓ પિતપોતાના ઈષ્ટદેવની માનતા કરવા લાગ્યા. તે વખતે અહંન્નયે સમાધિસ્થ થઈ પચ્ચખાણું કર્યું કે “જે આ વિદ્ગમાં મારું મૃત્યુ થાય તે હવે મારે અનશન વ્રત (ચારે આહારનો ત્યાગ) છે. તે વખતે પેલા દેવે રાક્ષસને રૂપે આકાશમાં રહીને કહ્યું કે
હે અહંનય! તું તારો ધર્મ છોડી દે ને મારું વચન માન; જે તું માનીશ નહીં તે આ વહાણને ઘડાની ઠીબની જેમ ફાડી નાખીશ ને પરિવાર સાથે તને આ જળજંતુઓનું ભક્ષ્ય કરીશ.” આટલું કહેતાં પણ જ્યારે અહંન્નય ધર્મથી ચલિત થયે નહીં, ત્યારે તે દેવે તેને ખમા અને ઈન્ટે કરેલી પ્રશંસા સંબંધી વાર્તા કહી સંભળાવી. પછી તે શ્રાવકને બે મનહર દિવ્ય કુંડળની જોડી આપી, ઘોર મેઘ અને પવનાદિ દૂર કરી તે દેવ અંતહિત થઈ ગ. અનુક્રમે અહંન્નય સમુદ્રના તીરની ભુમિપર ઉતર્યો અને બધું કરિયાણું લઈ મિથિલાપુરીમાં ગ. ગ્યતાના જાણનાર અને ઉદાર મનવાળા અહંન્નયે ત્યાં કુંભરાજાને એક કુંડળની જોડી ભેટ કરી. રાજાએ તે કુંડળની જોડી પિતાની પ્રિય દુહિતા મલ્લીને આપી અને નીતિ જાણનારા રાજાએ અહંન્નયને સત્કાર કરી તેને વિદાય કર્યો. ત્યાં જુનાં કરિયાણું વેચી અને નવાં લઈ અકંપ બુદ્ધિવાળા અહંનય ફરતો ફરતે ચંપાપુરીમાં આવ્યું. ત્યાંના રાજા ચંદ્રછાયને બીજી કુંડળની જેડી ભેટ કરી. રાજાએ પૂછયું-“હે શ્રેષ્ઠી ! આ કુંડળની જોડી ક્યાંથી લાવ્યા છે ?' તે સાંભળી તેણે કુંડળ સંબંધી સર્વ વાર્તા કહી બતાવી. તે પ્રસંગે પ્રથમ એક કુંડળની જેડી મલ્લીકુમારીને આપેલી તે વાત નીકળતાં તેણે મલ્લીકુમારીનાં ઉત્કૃષ્ટ સ્વરૂપનું વર્ણન કરવા માંડયું-“એ મલ્લીકુમારીનું મુખ જે ઉદિત હોય તે ભલે ચંદ્ર અસ્ત થઈ જાય. તેના અંગની કાંતિ હોય તો પછી મરકતમણિની કોઈ જરૂર નથી. તેને લાવણ્યનું પૂર હોય તે ગંગાના જળની શી જરૂર છે? અને તેની રૂપલક્ષ્મી હોય તો પછી દેવાંગના ભલે દૂર રહે. હે રાજન ! જેઓએ તે રમણીને નિરખી નથી તે પુરૂષનાં નેત્ર વૃથા છે. કેમકે જેઓ કદિ પણ વિકસિત પશિનીને જોતા નથી, તે હંસ શા કામના છે?’ તે સાંભળી ચંદ્રછાય રાજાએ પૂર્વ જન્મના નેહગથી મલ્લીકુમારીને વરવાને માટે કુંભરાજાની પાસે પિતાના એક દૂતને મોકલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org